ફૂલપરી પી. વી. સિંધુ - છ વર્ષની વયે ભારતના શટલર પી. ગોપીચંદને ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન થતા જોયા અને...

કુલ દૃશ્યો |

p v sindhu_1  H 
 
 
 
ફૂલપરી પી. વી. સિંધુ
 
* માતા : પી. વિજ્યામા
* પિતા : પી. વી. રમન
* જન્મતારીખ : ૫-૭-૧૯૯૫
* જન્મસ્થળ : હૈદ્રાબાદ
* ઊંચાઈ : પ ફૂટ ૧૦ ઇંચ
* વજન : ૬૫ કિ.ગ્રામ.
* કોચ : મહેબૂબઅલી સિકંદરાબાદ | પી. ગોપીચંદ બેંગ્લોર | પાર્ક ટાઇસંગ દ. કોરિયા
 
 
મેડલ્સ - એવોર્ડ
 
 
* ગોલ્ડ : વર્લ્ડ ચેમ્પિયનશિપ - બાસેલ - ૨૦૧૯
* કો.વે.ગેઇમ્સ - ગોલ્ડ કોસ્ટ - ૨૦૧૮
* સાઉથ એશિયન ગેઇમ્સ - ગુવાહાટી - ૨૦૧૬
* એશિયન જુનિ. ચેમ્પિયન - ગીમનોથ - ૨૦૧૨
* વર્લ્ડ ચેમ્પિયનશિપ : સિલ્વર : ગ્લાસગો ૨૦૧૭
* ગુઅગિઝુ ૨૦૧૪
* પદ્મભૂષણ, પદ્મશ્રી, મેજર ધ્યાનચંદ ખેલરત્ન, અર્જુન એવોર્ડ
 
 
રોજ ૫૬ કિ.મી.નું અંતર કાપીને બેડમિન્ટન માટે કોચિંગ લેતી ભારતની ફૂલપરી પી. વી. સિંધુએ બેંગ્લોરથી ૬૬૬૫ કિ.મી.નું ઉડ્ડયન કરીને દેશને માટે ઓલિમ્પિક મેડલ જીતીને મહેનત અને પ્રતિબદ્ધતાનાં દર્શન કરાવ્યાં હતાં.
 
ઓલિમ્પિકની બેડમિન્ટન સ્પર્ધામાં ફાઈનલ મેચ રમનાર (૨૦૧૬-રિયો ઓલિમ્પિક) અને ઓલિમ્પિક ગેઇમ્સમાં સતત બે વખત મેડલ જીતવાનું ઐતિહાસિક ગૌરવ મેળવનાર પી. વી. સિંધુએ આઠ વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. મજાની વાત તો એ છે કે પી. વી. સિંધુનાં માતા-પિતા પી. વિજયામા અને પી. વી. રમના દંપતી વૉલીબોલ ગેઈમ્સના નેશનલ પ્લેયર. તેના પિતા પી. વી. રમન તો ૧૯૮૬માં સિઓલમાં રમાયેલ એશિયન ગેઇમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રહ્યા હતા અને ૨૦૦૦ના વર્ષમાં તેમણે અર્જુન એવોર્ડ પણ મેળવ્યો હતો. આમ વૉલીબોલ રમતા દંપતીના બાગમાં પાંચમી જુલાઈ, ૧૯૯૫ના રોજ ફૂલપરીનો હૈદ્રાબાદમાં જન્મ થયો અને તેણે વૉલીબોલનો વારસો સંભાળી રાખવાને બદલે નવી જ ગેઈમ બેડમિન્ટન પર હાથ અજમાવ્યો. કેમ કે, તેમણે ૨૦૦૧માં માત્ર છ વર્ષની વયે ભારતના શટલર પી. ગોપીચંદને ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન થતા જોયા અને મનોમન આ રમત પ્રત્યે લગાવ થઈ ગયો.
 

p v sindhu_1  H 
 
 
આઠ વર્ષની વયે તેણે સિકંદરાબાદમાં ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્જિનિયરીંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સની બેડમિન્ટન કોર્ટમાં મહેબૂબ અલીના માર્ગદર્શન હેઠળ બેડમિન્ટન રમતના મૂળભૂત પાઠ શીખ્યા હતા. થોડા સમય પછી તેણે તેમના આદર્શ એવા પી. ગોપીચંદની બેડમિન્ટન એકેડેમી જોઈન્ટ કરી અને અહીં સખત ડિસિપ્લિન, પ્રેક્ટિસ, ટાઇમિંગ કોન્ફિડન્સના પાઠ શીખ્યા. ખાસ તો સંઘર્ષ, અગવડતાઓનો સામનો કરતાં શીખી. માત્ર ગેઇમ્સ અને ગોલને વળગી રહો. બધા સંઘર્ષ, અગવડતાઓ, મુશ્કેલીઓ આપમેળે જ ઓગળી જશે. નેવર ગીવ અપ. ડુ ઔર ડાઈ. ઓનલી વીલ પાવર વીન યુ ઓન ધ કોટ. આ બધી અગ્નિ જેવી પરીક્ષામાં તપી અને શુદ્ધ સોના રૂપે બહાર આવી તે અનેક પડકારોનો સામનો કરતાં કરતાં આજે વિશ્ર્વની ટોપ-૧૦માં ૭મા ક્રમે છે. યોગામાં રસ ધરાવતી પી. વી. સિંધુ એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે. પાસ્તા, પિઝા ખાવાની શોખીન પી. વી.સિંધુને આઇસ્ક્રીમ ખૂબ ભાવે છે પણ ટ્રેનિંગ દરમ્યાન સખ્ત મનાઈ હોવાથી એ હવે સૌ પ્રથમ આઇસ્ક્રીમ ખૂબ મજેથી ખાવા ઇચ્છે છે, કેમકે ફરી ૨૦૨૪માં પેરિસ ખાતે યોજાનાર ઓલિમ્પિકની તૈયારીમાં લાગી જશે એટલે આઇસ્ક્રીમ બંધ.