ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સંપત્તિ, ગુનાહિત પ્રવૃતિ સહિત બધી જ વિગત આ રીતે જાણો

ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની સંપત્તિ, ગુનાહિત પ્રવૃતિ સહિત બધી જ વિગત જાણવી હોય તો આ એપ્લિકેશન ઇન્ટોલ કરવા જેવી છે

    15-Nov-2022   
કુલ દૃશ્યો |
 
Know Your Candidate
 

મતદાન કરતા પહેલા પોતાના ઉમેદવાર વિશે જાણો | Know Your Candidate

 
 તમારો ઉમેદવાર કેવો હોવો જોઇએ? તમે તમારા ઉમેદવાર વિશે શું –શું જાણો છો? આવા પ્રશ્નો મીડિયા નાગરિકોને કરતું હોય છે. નાગરિકો માટે પ્રશ્ન એ છે કે ઉમેદવારની વિગતો મેળાવે ક્યાથી? આવામાં નાગરિકો પોતાના ઉમેદવારને જાણી શકે તે માટે ચૂંટણી પંચ મદદ આવ્યું છે. ચૂંટણી પંચે Know Your Candidate એટલે કે KYC નામની એક એપ્લિકેશન લોંચ કરી છે. આ એપ્લિકેશન થકી ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોની બધી જ વિગત કોઇ પણ વ્યક્તિ જાણી શકે છે. આવો આ વિગત આ એપ્લિકેશન થકી કઈ રીતે જાણી શકાય તેની રીત જાણીએ…
 
 

Know Your Candidate 

KYC એપ્લિકેશન મોબાઇલમાં ઇન્ટોલ કરો

 
નો યોર કેન્ડીડેટ (Know Your Candidate) એપ દ્વારા આપણે આપણા વિસ્તારના ઉમેદવાર અંગે શિક્ષણ અને રોજગારી ઉપરાંત તે કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહિ તે અંગે પણ જાણી શકીએ છીએ. તે માટે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર (Google play Store) પરથી પોતાના ફોનમાં “નો યોર કેન્ડીડેટ” (KVY - Know Your Candidate) એપ ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન ઓપન કરતા જ એક સ્કિન ઓપન થશે જેમા લખ્યું હશે કે Proceed \ આગે બઢે... જેના કર ક્લિક કરવાથી એપ્લિકેશનનું હોમ પેજ ખુલી જશે.
 

એપમાં હોય છે આ માહિતી

 
હોમ પેજ ખુલવાની સાથે જ અહીં સર્ચના અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે. તમે તમારી વિધાનસભા મુજબ કે ઉમેદવારના નામથી પણ સર્ચ કરી શકો છો. આ રીતે સર્ચ કરવાની સાથે જ ઉમેદવારની ઉમંર, પ્રોપર્ટી, દેવુ તેમજ તેના પર નોંધાયેલ ગુનાઓ સહિત બધા જ પ્રકારની માહિતી જોવા મળે છે. પહેલા ઉમેદવારો પોતાની માહિતી જાહેર કરવાથી બચતા હતા પરંતુ આ એપથી લોકો તેમના ઉમેદવારનું નામ, એડ્રેસ, ઉમંર, પાર્ટી સિવાય મહત્વની માહિતી પણ સહેલાઈથી મેળવી શકશે.
 
KYC એપ ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરતા પ્રોસીડ કે આગળ વધોનો વિકલ્પ જોવા મળશે. વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક બોક્સ ખુલશે તેમાં ઉમેદવારનું નામ કે પછી વિસ્તાર સર્ચ કરવાનો વિકલ્પ આવશે. જરૂરી માહિતી ભરતા ઉમેદવાર સાથે જોડાયેલ માહિતી જોવા મળશે. ઉમેદવાર તરફથી ઉમેદવારી નોંધાવતી વખતે કરવામાં આવેલ એફીડેવીટની પીડીએફ પણ અહીં જોઈ શકાય છે. આ એપમાં ઉમેદવારની સંપત્તિનું વિવરણ પણ જોઈ શકાય છે.
 
હજી ઘણા ઉમેદવાર પોતાનું ફોર્મ ભરવા ગયા નથી. જેમ જેમ બધા જ ઉમેદવાર ઉમેદવારીનું ફોર્મ ભરશે તેમ તેમ તે ઉમેદવારની બધીજ વિગત આ એપ પર નાગરિકોને જોવા – વાંચવા મળશે. આ એપ ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા જ અપડેટ પણ કરવામાં આવી રહ્યું છે એટલે તેમા આપવામાં આવેલી બધી જ વિગત પ્રમાણિત ગણી શકાય એવી જ હોય છે...
 
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...