મનને શાંત રાખવાના ખૂબ સામાન્ય સૂત્રો । વાંચો માત્ર ૨ મિનિટ લાગશે

મનને શાંત રાખવું કે સ્થિર રાખવું આજે પડકર રૂપે છે પણ છતાં અશક્ય તો નથી જ. બસ, થોડું ધ્યાન રાખો તો મન પર પણ કાબૂ મેળવી શકાય છે અને આપણે તો અહીં મનને માત્ર શાંત રાખવાનું છે. આવો જાણી મનને શાંત કેવી રીતે રાખી શકાય!

    28-Dec-2022   
કુલ દૃશ્યો |
 
Peace of Mind Quotes
 
 

મનને શાંત રાખવાની ખૂબ સામાન્ય વાતો । એકવાર વાંચવા જેવી છે…

માફ કરતા શીખો...

  
મનને શાંત રાખવું હોય તો માફ કરાતા શીખવું પડે. માફ કરશો તો માફ કરવાનો આનંદ માણી શકશો. ભગવાને આપણે એક સરસ વરદાન આપ્યું છે અને એ છે ભૂલવાનું વરદાન. જેને ખૂબ યાદ રહે છે તે શાંતિથી જીવી શકતો નથી. માટે વાતને ભૂલતા પણ શીખો. માફ કરતા અને ભૂલતા શીખી જશો તો મનને શાંત રાખી શકશો...
 

હું કોણ?

 
આપણને બધી જગ્યાએ છવાઈ જવું છે. ટૂંકા સમયમાં ખૂબ પ્રસિદ્ધ થઈ જવું છે. આપણે બધી જગ્યાએ આપણી છાપ છોડવા માંગીએ છીએ. બધા આવું કરવા માંગે છે. જો તમે પણ આવું વિચારતા હશો તો મનને શાંત ક્યારેય નહી રાખી શકો. મનને શાંત રાખવું હોય તો પોતાની ઓળખ બનાવવાની લાલચથી દૂર રહો. જો ઓળખ નહી બને તો મન શાંત નહી રહી શકે! માત્ર મનથી કામ કરત રહો ઓળખ બનવી હશે તો બની જ જશે.
 

કોઇના કામમાં દખલ ન કરો

 
આ કામમાં મોટા ભાગમાં લોકો માહેર હોય છે. કોઇના કામમાં દખલગીરી કરવી આપણો સામાન્ય સ્વભાવ બની ગયો છે. બને તો આનાથી દૂર રહો. કોઇ પૂછે નહીં ત્યાં સુધી આપણે કોઇના કામમાં દખલ ન કરવી જોઇએ. મનને શાંત રાખવું હોય તો આપણે આપણા જ કામમાં ધ્યાન આપવું જોઇએ. ચંચુપાત બંધ કરો.
 

Peace of Mind Quotes 
 

ક્ષમતાને જાણો

 
કોઇ કામ કરવાની આપણી સ્વયંની ક્ષમતા કેટલી છે તે માત્ર આપણે જ જાણતા હોઇએ છીએ. કોઇ આપણા વખાણ કરે અને આપણે કોઇ પણ કામ કરવા તૈયાર થઈ જઈએ તેમાં જોખમ છે. કામ કરો પણ આપણી ક્ષમતા પ્રમાણેનું. આપણી ક્ષમતા હોય એટલું જ કામ હાથમાં લેવું જોઇએ. જો ક્ષમતા કરતા વધારે કામ હશે તો તણાવ રહેશે અને મન પણ અશાંત રહેશે.
 

ઇર્ષાથી બચો

 
મનને શાંત રાખવું જોય તો ઇર્ષાથી બચો. કોઇની ઇર્ષા આપણે ન કરવી જોઇએ. ઇર્ષા કરો છો તેનો મતલબ તમે જેની ઇર્ષા કરો છો તે વ્યક્તિથી ખુશ નથી. તેનાથી તમે દુઃખી જ થાવ છો. કોઇની ઇર્ષા કરવાની જગ્યાએ આપણે આનંદમાં કેવી રીતે રહી શકીએ એવા કામમાં ધ્યાન આપવું જોઇએ. બીજું ઇર્ષા કરવા કરતા કોઇના સારા કાર્યોની પ્રશંસા કરો. એવું કરવાથી મનને જે શાંતિ મળે છે તે ક્યાંથી નહીં મળે.
 

Peace of Mind Quotes 
 

પછતાવો થાય એવું કામ ન કરો

 
ઘણીવાર આપણાથી એવું કામ થઈ જાય કે કંઇ બોલાય જાય પછી પછતાવાનો વારો આવે છે. પછી આપણે તેના વિચારોમાં રહીએ છીએ અને આપણું અન અશાંત રહે છે. આવું ન કરવું હોય તો ધીરજ, ધૈર્ય આ બે શબ્દને બરાબર સમજી લો. પછતાવું ન હોય તો બધી જગ્યાએ ધીરજ અને ધૈર્ય રાખો. થોડો સમય લો, વિચારો અને પછી એક્શન લો. પછતાવાનો વારો નહીં આવે અને મન પણ શાંત રહેશે.
 

બહુ વિચારો નહી...કામમાં ધ્યાન આપો

 
માત્ર સ્વયંના કામમાં ધ્યાન આપો. આવું કરવાથી તમારું કામ પણ સુધરશે અને બીજાઓ વિશે બહુ વિચારવાનો સમય નહી મળે. માટે લોકો વિશે બહુ ના વિચારો, પોતાનું કામ મનથી કરતા રહો.
 
 

Peace of Mind Quotes 

ધ્યાન કરો

 
મનને શાંત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ધ્યાન કરવાનો છે. રોજ ધ્યાન કરો. મનને શાંત રાખવાની કોશિશ કરો. પ્રેક્ટિસ કરો, નિયમિત પ્રાણાયામ કરો.
 

આયુર્વેદ કહે છે...

 
જ્યારે પણ મન આકુળ-વ્યાકુળ હોય ત્યારે એક કામ કરો. પલાઠીવાળીને એક જગ્યાએ બેસી જાવ. આંખો બંધ કરો અને નાકના જે બે નસકોરાં છે તેના પર ધ્યાન આપો. ડાબી બાજુને ચન્દ્રનાડી કહેવાય અને જમણી બાજુને સૂર્યનાડી. જો મન અશાંત હોય તો આપણે ચન્દ્રનાડી એક્ટિવ કરવાની છે. આ માટે પલાઠીવાળીને એક જગ્યાએ બેસી જાવ અને જમણીબાજુનું નાક બંધ કરી ડાબી બાજુથી ઊંડા શ્વાસ લો. આવું થોડીવાર કરવાથી ચન્દ્રનાડી એક્ટિવ થઈ જશે જે મનને શાંત રાખે છે.
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...