નવા વર્ષમાં છોડી દેવા જેવી 7 કુટેવો | આ કુટેવો છોદી દેશો તો જીવન જીવવા જેવું લાગશે

7 Bad Habits You Need to Quit Right Now | કુટેવો છોડવી જોઇએ કે નહી? આપણને ખબર છે કે આ મારી કુટેવ છે પણ છતાં આપણે તે કુટેવને છોડતા નથી અને પછી તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ચાલો આજે આપણે એવી સામાન્ય કુટેવોની વાત કરીએ જેની બધાને ખબર જ છે પણ તેઓ છોડી શકતા નથી…

    29-Dec-2022   
કુલ દૃશ્યો |

7 Bad Habits You Need to Quit
 
 
7 Bad Habits You Need to Quit Right Now| ટેવ અને કુટેવ વિશે સૌ જાણે જ છે. કેટલીકવાર કુટેવ આપણે જાણતા હોવા છતાં તેને પકડી રાખીએ છીએ અને પછી પછતાઈએ છીએ. આજે જાણતા – અજાણાતા આપણામાં અનેક કુટેવો ઘર કરી ગઈ છે. આ કુટેવોને સમય સર ઓળખી જો છોડી દેવામાં આવે તો જીવનમાં ઘણો ફાયદો થઈ શકે છે. નવા વર્ષની એટલે કે ૨૦૨૩ની શરૂઆત થઈ રહી છે. ઘણા લોકો આ બદલાતા કેલેન્ડર વર્ષમાં નવા સંકલ્પ લેતા હોય છે ત્યારે આવો આજે જાણીએ કેટલી છોડી દેવા જેવી કુટેવો વિશે…
 

#૧ સવારે નાસ્તો ન કરવો

 
ઘણા લોકો સવારે નાસ્તો કરવાનું ટાળે છે. આયુર્વેદ કહે છે કે સવારે સમયસર ખાવું જ જોઇએ. રોજ સવારે ખૂબ હેલ્દી ખોરાક લેવો જોઇએ. દિવસ દરમિયાન તો આપણે ત્રણ- ચાર વાર ભોજન કરીએ છીએ પણ રાત્રે સતત ૭ થી ૮ કલાક આપણે ઊંધીએ છીએ. આ દરમિયાન આપણા પેટમાં આહાર જતો નથી. આથી સવારે આપણા શરીરને ઉર્જાની જરૂર હોય છે. જો સવારે હેલ્દી નાસ્તો કરશો તો શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
 

#૨ હેલ્દી ભોજન ન કરવું

 
આપણા શરીને સ્વસ્થ રહેવા પ્રોટીન, કાર્બ્સ,ફાઇબર, વિટામીન્સની જરૂર પડે છે. આ બધુ આપણે જે આહાર લઈએ છીએ તમાંથી શરીર મેળવી લે છે. હવે જો આપણે હેલ્દી આહાર નહી લઈએ તો આ કેલેરી શરીરને મળશે નહી અને આપણું શરીર અકાળે વૃદ્ધ થવા લાગશે. સ્વસ્થ જીવન જીવવા માટે યોગ્ય આહર લેવો ખૂબ જરૂરી છે.
 

#૩ ખૂબ પાણી પીવો

 
આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી છે. એવું કહેવાય છે કે માત્ર આપણે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખીએ તો પણ આપણે બીમાર ન પડીએ. પાણી ખૂબ જરૂરી છે. રોજ આપણે પૂરતા પ્રમાણમાં માટલાનું પાણી પીવું જોઇએ. પાણી આપણા શરીરનો કચરો દૂર કરે છે અને અંદરથી શરીર ચોખ્ખુ રાખે છે. પાણી હંમેશાં શાંતિથી અને ઘૂંટડે – ઘૂંટડે પીવો. ત્વચાની ચમક જાળવી રાખવી હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવો…
 

#૪ નશાથી દૂર રહો

 
આધુનિક યુગમાં નશાખોરી સૌથી પડકાર નજક છે. શક્ય હોય તો કોઇ પણ પ્રકારના નશાથી દૂર રહો. નશો શરીરને નબળું પાડે છે. તમે કોઇ પણ નશો કરો તેની સીધી અસર તમારા શરીરની પ્રકૃતિ પર થાય છે અને એકવાર કુદરતે આપલી પ્રકૃતિમાં ફેરફાર થાય છે પછી શરીરમાં અનેક રોગનો પ્રવેશ થાય છે. મેડિકલ ભાષામાં કઈએ તો નશાથી હોર્મોન્સનું સંતુલન બગડે છે અને જેનાથી અનેક રોગ થઈ શકે છે. માટે હંમેશાં નશાથી દૂર રહો…

 
#૫ પૂરતી ઊંઘ લો

 
આ જીવનનું સૌથી અગત્યનું પાસું છે. ઊંઘ વિશે બધાની અલગ અલગ માન્યતા છે. કેટલી ઊંઘ લેવી જોઇએ તો ૨૪ કલાક દરમિયાન ઓછામાં ઓછી ૭ કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘ શરીરને ઊર્જા આપે છે. ખૂબ સારી ઊંઘ શરીરનો દિવસભરનો થાક દૂર કરી દે છે. ગાઢ નીદ્રાનું એક મહત્વ છે. શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો પૂરતી અને નિયમિત ઊંઘ લો. આ ખૂબ જરૂરી છે.

 
#૬ કસરતથી દૂર રહેવું

 
રોજ થોડી હળવી કસરત ન કરતા હોવ તો આ કુટેવ છોડી દો. રોજ વધારે નહી તો થોડી કસરત જરૂરે કરો. સાયકલ ચલાવો, ચાલવા જાવ, યોગ, પ્રાણાયામ કરો. આજના આધુનિક યુગમાં શરીરને ફીટ રાખવા આ ખૂબ જરૂરી છે. બાવડાબાજ બનવા નહી પણ શરીરને ફીટ રાખવા હળવી કસરત જરૂરે કરો…
 

#૭ સંબંધોને હુંફાળા રાખો

 
દરેક સાથે સંબંધ સારા રાખો. સંબંધ સારા નહી હોય તો હંમેશાં તણાવમાં રહેશો. અને તણવ શરીરને બગાડે છે. નવા વર્ષમાં સંકલ્પ લો કે સંબંધ બધા સાથે સારા રાખીશ. સારા અને હુંફાળા સંબંધ આરોગ્યની ચાવી છે. જેના સંબંધ સારા હોય છે તે હેલ્દી જીવન જીવી શકે છે એવા અનેક સર્વે થયા છે.
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...