યૂક્રેનના રાષ્ટ્રપતિનો ભાવુક વીડિયો – કહ્યું હું અને મારો પરિવાર ટાર્ગેટ પર છે પણ અમે દેશ નહીં છોડીએ!

યૂક્રેનના રાષ્ટ્રપતિએ NATO ના ૨૭ યૂરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો કે પણ કોઇએ જવાબ ન આપ્યો!

    25-Feb-2022   
કુલ દૃશ્યો |

russia ukraine war
 
 
યૂક્રેનની સ્થિતિ હાલ ખરાબ છે. આ ખરાબ સ્થિતિ રશિયાના કારણે થઈ છે. રશિયા યૂક્રેન પર કાબૂ મેળવવા માંગે છે અને યૂક્રેન તે ઇચ્છતું નથી એટલે એક ખૂબ નાનકડા દેશ અને એક મહાશક્તિશાળી દેશ વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બધાની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનો એક વીડિયો સંદેશ આવ્યો છે. જેમાં તેઓ પોતાની પત્ની અને બાળકોની વાત કરતા કહે છે કે રશિયાના ટાર્ગેટ પર સૌથી પહેલા હું છું અને બીજા નંબરે મારો પરિવાર છે. જેલેંસ્કીએ યૂક્રેનના અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે રશિયા આપણી રાજધાની કીવમાં ધુસી ગયું છે. તેઓ આગળ જણાવે છે કે હું અને મારો પરિવાર ગદ્દાર નથી અમે યૂક્રેન છોડીને ભાગવાના નથી.
 
 
દુશ્મનનો પહેલો ટાર્ગેટ હું
 
 
આ ભાવુક વીડિઓ સંદેશમાં તેઓ જણાવે છે કે “ હું યુક્રેનમાં છું. મારો પરિવાર પણ યૂક્રેનમાં છે. મારા બાળકો પણ અહીં જ છે. તેઓ યૂક્રેનના નાગરિક છે. અમને જાણકારી મળી છે કે દુશ્મનનો પહેલો ટાર્ગેટ હું અને બીજો ટાર્ગેટ મારો પરિવાર છે.
તેઓ આગળ જણાવે છે કે રશિયાની સરકાર અમને ખતમ કરી દેવા માંગે છે. રશિયા યૂકેનના રાષ્ટ્રના પ્રમુખને ખતમ કરીને યૂક્રેનની રાજનીતિને નુકસાન પહોંચાડવા માંગે છે.
 
 
પણ કોઇએ જવાબ ન આપ્યો…
 
 
જેલેંસ્કી આગળ જણાવે છેકે તેમણે NATO ના ૨૭ યૂરોપીય નેતાઓ સાથે વાત કરી તેમને સીધો સવાલ કર્યો કે યૂક્રેન NATO માં સામિલ થશે કે કેમ? પણ કોઇએ જવાબ ન આપ્યો. બધા ડરેલા છે. પરંતું અમે ડર્યા નથી. અમને કોઇનો ડર નથી. અમે અમારા દેશને બચાવા માટે ડરી રહ્યા નથી. અમને રશિયાનો પણ ડર નથી. અમને રશિયા સાથે વાતચીત કરવાનો પણ ડર નથી.
 
 
પણ રશિયા તેનો વિરોધ કરે છે…
 
 
યૂક્રેન NATO નો સભ્ય દેશ બનવા માંગે છે પણ રશિયા તેનો વિરોધ કરે છે. વર્ષ ૨૦૧૪માં યૂક્રેનમાં રશિયાનું સમર્થન કરનારી સરકાર પડી ગઈ. આ પછી જ યૂક્રેનની નવી સરકાર નાટોમાં ભળવાની કોશિશ કરી રહી છે. પરંતું રશિયા આને ખતરારૂપ ગણે છે. એટલે કોઇ પણ કીંમતે રશિયા યૂક્રેનને NATO નો સભ્યદેશ બનવા દેતું નથી.
 
 
દિવસે યૂક્રેનના ૧૩૭ લોકોના મૃત્યુ થયા
 
 
વીડિઓમાં જેલેંસ્કી જણાવે છે કે રશિયાના હુમલાના કારણે પહેલા દિવસે યૂક્રેનના ૧૩૭ લોકોના મૃત્યુ થયા છે અને ૩૧૬ લોકો ઘાયલ થયા છે. અમે દુઃખ સાથે જણાવી રહ્યા છે કે આજે અમે ૧૩૭ હીરોને ખોયા છે જેમાં ૧૦ ઓફિસર્સ પણ હતા. અમારા સૈનિકોએ આત્મસમર્પણ કર્યુ નથી. બધાજ મૃત્યુ પામેલા સૈનિકોને યૂક્રેનના હીરો તરીકે સમ્માનિત કરવામાં આવશે. જે આ યુદ્ધમાં માર્યા ગયા છે તેમને અમે યાદોમાં રાખીશું.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...