રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ ટેકનિક અપનાવો ૧ મિનિટમાં ઊંઘ આવી જશે!

આ ઊંઘ ન આવવાની સામાન્ય વાતો છે. આવો હવે જાણીએ અનિદ્રાની સમસ્યાને દૂર કરનારી ટેકનિક વિશે. આ ટેકનિકનું નામ છે "બ્રીથિંગ ટેક્નિક"

    26-Feb-2022   
કુલ દૃશ્યો |

Breathing technique
 
 
શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? એવા અનેક લોકો છે જેમને રાત્રે પથારીમાં સૂંતાવેત તરત ઊંઘ નથી આવતી. તેમને કલાકો સુધી પથારીમાં પડખા ભરવા પડે છે. રાત્રે ઊંઘ ન આવવાથી દિવસની શરૂઆત પણ ખરાબ રીતે થાય છે. તાજગી અનુભવતી નથી. આવી સમસ્યા હોય યો આ ટેકનિક તમારે અપનાવવા જેવી છે. ઊંઘ ન આવવાની સમસ્યા આ ટેકનિકથી દૂર થઈ શકે છે.
 
પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. જે રીતે યોગ્ય આહાર આપણા શરીર માટે જરૂરી છે તે જ રીતે ગાઢ ઊંઘ પણ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાથી તેની અસર આપણા આરોગ્ય પર આપણા શરીર પર પડે જ છે. આજે અનેક લોકો અનિદ્રાથી પીડાઈ રહ્યા છે. આવા સમયે આ ટેકનિક તમારી મદદ કરી શકે છે. આવો આ ટેકનિક વિશે થોડું જાણીએ…
 
સૌથી પહેલા જણાવી દઈએ કે ઊંધ ન આવવાનું સૌથી મોટું અને પ્રથમ કારણ છે આપણી દુષિત જીવનશૈલી. જો તમે સમયસર ઊંઘતા નથી, સમયસર સવારે વહેલા ઊઠતા નથી, થોડી કસરત કરતા નથી અને આરોગ્યપ્રદ ખાતા નથી તો આ સમસ્યા થઈ શકે છે. આથી જો તમને ઊંઘ ન આવતી હોય તો થોડી આદતો બદલો ફાયદો નક્કી થશે.
 
બીજી મહત્વની વાત એ છે કે આજે દુનિયા ડિજિટલ થઈ ગઈ છે. આપણે મોડા સુધી ડિજિટલ સ્ક્રીનની સામે બેઠા રહીએ છીએ. જેના કારણે પણ આપણને અનિદ્રાની સમસ્યા નડે છે. તો બને એટલું રાત્રે મોબાઈલ કે અન્ય કોઇ પણ ડિજિટલ સ્ક્રીનથી દૂર રહો. આનાથી પણ ફાયદો થશે.
 
આ ઊંઘ ન આવવાની સામાન્ય વાતો છે. આવો હવે જાણીએ અનિદ્રાની સમસ્યાને દૂર કરનારી ટેકનિક વિશે. આ ટેકનિકનું નામ છે 'બ્રીથિંગ ટેક્નિક'
 
તમને જો ઊંઘ ન આવતી હોય તો આ ટેકનીક તમારી મદદ કરી શકે છે. આ ટેકનિક છે ૪-૭-૮ ની…આ ટેકનિક તમારા મનને શાંત કરશે. તમે રિલેક્સ ફીલ કરશો. જેના કારણે તમને સરળતાથી ઊંઘ આવી જશે. શું છે 'બ્રીથિંગ ટેક્નિક'? આવો જાણીએ…
 
'બ્રીથિંગ ટેક્નિક' Breathing technique
 
૪-૭-૮ બ્રીથિંગ ટેક્નિકનો અર્થ થાય છે કે તમે પહેલા ચાર સેકન્ડ માટે શ્વાસ અંદર લો પછી તેને ૭ સેકન્ડ માટે શ્વાસને અંદર રોકી રાખો અને પછી ૮ સેકન્ડમાં તે શ્વાસને છોડો. આવું ઊંઘ ન આવે ત્યાં સુધી કરો. આ ટેક્નિકને 'બ્રીથિંગ ટેક્નિક' કહેવામાં આવે છે. આનાથી મન શાંત થાય છે. વિચારો ઓછા આવે છે. શ્વાસની ગતિમાં મન પરોવાય છે અને તમને ઊંઘ આવી જાય છે. જો તમે બરાબર ધ્યાનથી આ કામ કરો તો માત્ર ૬૦ સેકન્ડ એટલે કે માત્ર એક મિનિટમાં તમને ઊંઘ આવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ટેકનિકને ૫ થી ૬ અઠવાડિયા સુધી નિયમિત કરવામાં આવે તો તેની હકારાત્મક અસર નક્કી જોવા મળશે. બસ ધીરજ રાખી નિયમિતતા જાળવવી જરૂરી છે. આનાથી તણાવ પણ ઓછો થશે અને તમારું આરોગ્ય પણ નક્કી સુધરશે. કરી જુવો નક્કી ફાયદો થશે…
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...