રશિયન મિસાઇલ સ્ટ્રાઇક ( Russian Missile Strike ) માં ઇજાગ્રસ્ત થયેલી આ મહિલાની તસવીર દુનિયાભરમાં વાઈરલ થઈ છે. આખી દુનિયાનું ધ્યાન આ મહિલાની તસવીરે પોતાના તરફ ખેચ્યું છે. તસવીરમાં ડરેલી, લોહીથી લથપથ ચહેરો અને બ્લુ આખોવાળી આ મહિલા દેખાય છે,
Russia-Ukraine Crisis: રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં સેંકડો લોકોએ જીવ ખોયો છે. અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. યૂક્રેનની હાલાત ખૂબ ખરાબ છે. રશિયા દ્વારા થયેલ હુમલાથી યૂક્રેનના કેટલાક શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા છે. આવા સમયે યૂક્રેનની આ મહિલાના ચહેરાએ આખી દુનિયાનું ધ્યાન યૂક્રેનની સ્થિતિ તરફ ખેંચ્યું છે. હવે આ મહિલાની અન્ય તસવીરો પણ સામે આવી છે
ડેલી મેલના રીપોર્ટ પ્રમાણે રશિયાના મિસાઈલ અટેકમાં ઘાયલ થયેલી આ મહિલાનું નામ ઓલેના કુરિલ (Olena Kurilo) છે. તે ૫૩ વર્ષની છે. તે એક શાળામાં શિક્ષક છે. અને યૂક્રેનના ખાર્વીક (Kharkiv)ના એક વિસ્તારમાં રહે છે. અહીં જ રશિયાએ હુમલો કર્યો અને ઓલેના ઘાયલ થઈ છે. ઘાયલ ઓલેનાના ફોટા વાઈરલ થયા અને હવે તેની દુનિયા જ બદલાઈ ગઈ છે. આખી દુનિયા હવે તેને ઓળખે છે.
ઉલ્લેખનીય વાત એ છે કે રશિયાએ યૂક્રેનમાં જ્યાં એર સ્ટ્રાઈક કરી છે તેમાં ખાર્કીવ વિસ્તાર પણ આવે છે અને આ વિસ્તારમાં જ આ મહિલા રહે છે. અહીં જ તેનું ઘર પણ છે. આ હુમલામાં ઓલેનાનું ઘર હવે ખંડેર બની ગયું છે. આ હુમલામાં તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે પણ યોગ્ય સમયે સારવાર મળતા તેનો જીવ બચી ગયો છે.
ઉલ્લેખનીય વાત એ છે કે ઓલેનાની ઇજાગ્રસ્ત તસવીર વાઈરલ થઈ પછી દુનિયા આખી તેના વિશે જાણવા તેના વિશે ગૂગલ પર સર્ચ કરી રહી છે. હવે તેની હુમલા પહેલાની તસવીરો પણ સામે આવી છે. આ સુદર તસવીરો જોતા એવું લાગે છે કે તેને પર્યાવરણ પ્રત્યે સ્નેહ છે. તે નેચર લવર છે.