યૂક્રેનની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ત્યારે આ ભાઈ સેટેલાઈટથી યૂક્રેનમાં ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

ધરતીની નજીનની કક્ષામાં અત્યાર સુધી એલન મસ્કની કંપની ૨૦૦૦ કરતા વધારે સેટેલાઈટ સેટ કરી ચૂક્યા છે અને આ માટે આખી દુનિયાને આ સેવા આપવા તેઓ ૪૦,૦૦૦ કરતા વધારે સેટેલાઇટ છોડવાના છે.

    28-Feb-2022   
કુલ દૃશ્યો |

starlink internet

 
યૂક્રેનની મદદે વિશ્વનો ધનવાન વ્યક્તિ આ રીતે આગળ આવ્યો!

 
રશિયાના હુમલા સામે રક્ષણ મેળવવા યૂક્રેને હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પાસેથી મદદ માંગી છે. અને ઉલ્લેખનીય વાત એ છે કે યૂક્રેનની મદદ કરવા એલન મસ્ક આગળ પણ આવ્યા છે. યૂક્રેનના ઉપ-મુખ્યમંત્રી મયખૈલો ફેદોરોવએ મસ્કને અપીલ કરી હતી કે તેઓ તાત્કાલિક ધોરણે યૂક્રેનને સેટેલાઇટ ઇન્ટરનેટ આપવાનું શરૂ કરે. યૂક્રેનના આ નેતાએ એલન મસ્કને ટ્વિટ કરીને જણાવ્યું કે રશિયા તરફથી સતત સાઇબર હુમલાઓ થઈ રહ્યા છે અમને તમારી મદદની જરૂર છે. યૂક્રેનના આ નેતા લખે છે કે એલન મસ્ક તમે મંગળ પર શહેર વસાવવા માંગો છો અને અહીં રશિયા યૂક્રેન પર કબ્જો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
 
યૂક્રેનના નેતા ફેદોરોવ આગળ લખે છે કે એલન મસ્ક તમારા રોકેટ સફળતાપૂર્વક અંતરિક્ષમાંથી ધરતી પર લેન્ડ કરી રહ્યા છે ત્યારે રશિયાના રોકેટ યૂક્રેનના સામાન્ય નાગરિક પર હુમલો કરી રહ્યા છે. મસ્ક અમે તમને અપીલ કરીએ છીએ કે અમને સ્ટારલિંક સ્ટેશનની સગવડ આપવામાં આવે…આના જવાબમાં થોડા સમય પછી એલન મસ્ક ટ્વિટ કરે છે કે સ્ટારલિંક (ઈન્ટરનેટ) સર્વિસ હવે યૂક્રેનમાં એક્ટિવ છે અને બીજા અનેક ટર્મિનલ રસ્તામાં છે….
 
 
 
તમને જણાવી દઈએ કે એલન મસ્ક અતંરીક્ષમાં ધરતીની નજીકની કક્ષામાં સેટેલાઈટ સેટ કરી સૌથી ઝડપી ઇન્ટરનેટની સેવા દુનિયાના દેશોને હાલ આપી રહ્યા છે. એટલે કે કોઇ વાયર વગર ડાયરેક્ટ સેટેલાઈટ દ્વારા લોકોના ઘર સુધી ઇન્ટરનેટ હાલ તેઓ પહોંચાડી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે ધરતીની નજીનની કક્ષામાં અત્યાર સુધી એલન મસ્કની કંપની ૨૦૦૦ કરતા વધારે સેટેલાઈટ સેટ કરી ચૂક્યા છે અને આ માટે આખી દુનિયાને આ સેવા આપવા તેઓ ૪૦,૦૦૦ કરતા વધારે સેટેલાઇટ છોડવાના છે.
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...