એક માતાની શક્તિ તમને ખબર છે…તે મંદબુદ્ધિના બાળકને મહાન વ્યક્તિ બનાવી શકે છે

આ પ્રસંગ આઈન્સ્ટાઇ …( Albert Einstein ) ને તેની આત્મકથામાં લખ્યો છે. એક માતા ઇચ્છે તો શું કરી શકે? પોતાના બાળકને માત્ર ત્રણ – ચાર વાક્યો કહ્યા અને તે બાળક મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન બની ગયો.

    08-Mar-2022   
કુલ દૃશ્યો |

albert einstein 
 
 
એક દિવસ એક આઠ વર્ષનો નાનકડો છોકરો તેની શાળામાંથી તેના પ્રિન્સિપાલએ આપેલ એક પત્ર લઈને તેની માતા પાસે આવ્યો અને બોલ્યો આ આચાર્યએ તમારા માટે અ પત્ર આપ્યો છે. માતા એ પત્ર પર નજર ફેરવે છે અને થોડી વાર પછી મોટેથી દિકરા સામે જ તે પત્ર વાંચવા લાગે છે.
 
શાળાના પ્રિન્સિપાલએ લખેલ એ પત્રમાં જોઇ માતા રડતા રડતા વાંચે છે કે “તમારો આ દિકરો વિષેશ છે. તેની બુદ્ધિ અદભુત છે. તે એટલો બધો હોંશિયાર છે કે તેને ભણાવી શકે એવો કોઇ શિક્ષક અમારી શાળામાં નથી. બની શકે તો તેને ઘરે તમે જ શિક્ષણ આપો….”
 
માતા આ પત્ર વાંચતી હતી અને દિકરો સાંભળતો હતો. પોતાના વખાણ જોઇને દિકરો તો ખુશ ખુશ થઈ ગયો. તેને પ્રેરણા મળી. તેને અહેસાસ થયો કે મારામાં આટલી બધી ખૂબી છે. મારું મગજ આટલું જોરદાર છે. આ છોકરો એટલે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન…( Albert Einstein )
 
તેની માતા અવસાન પછી એક દિવસ તેણે પોતાનું ઘર બદલવાનું નક્કી કર્યુ. ઘર બદલતી વખતે જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેની શાળાના આચાર્યએ જે પત્ર લખ્યો હતો તે પત્ર તેને એક કબાટમાંથી મળ્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનએ પત્ર ખોલે છે અને વાંચે છે. એ પત્રમાં પ્રિન્સિપાલએ લખેલું હતું કે તમારો આ દિકરો મંદબુદ્ધિનો છે. અમારી પાસે તેને ભણાવવાનો સમય નથી. તેમને તેને તમારી પાસે રાખો. શાળાએ મોકલવાની જરૂર નથી. તમેજ તેને શિક્ષણ આપો….
 
આ પ્રસંગ આઈન્સ્ટાઇ …( Albert Einstein ) ને તેની આત્મકથામાં લખ્યો છે. એક માતા ઇચ્છે તો શું કરી શકે? પોતાના બાળકને માત્ર ત્રણ – ચાર વાક્યો કહ્યા અને તે બાળક મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન બની ગયો.
 
નારીશક્તિમાં અપાર શક્તિ છે. તે ગમે તે, ધારે એ કરી શકે છે. મહિલા દિવસની શુભકામના…
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...