શું કુતબમિનાર ૨૭ હિન્દુ-જૈન મંદિરોને તોડીને બનાવાયો છે? કુતબમિનાર કે વિષ્ણુ સ્તંભ? જાણો સાચી હકીકત

આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાથી લઈને વિવિધ ઇતિહાસવિદો અને અનેક પુસ્તકોમાં આ સંદર્ભે ઉલ્લેખ કરાયો છે. અહીંના ૨૭ મંદિરો અને હિન્દુ-જૈન દેવી-દેવતાઓની પ્રતિમાની નોંધ લેવાઈ છે. આ નોંધને સમજવા જેવી છે. આવો સમજીએ.

    10-May-2022   
કુલ દૃશ્યો |

Qutub Minar Vishnu Stambh
 
 

કુતબુદ્દીન અને ૨૭ મંદિરો | કુતબમિનાર પાસેનું અપવિત્રીકરણ | Qutub Minar is actually Vishnu Stambh

 
કુતબમિનાર પરિસરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ યૂનાઈટેડ હિન્દુ ફ્રન્ટના કાર્યકર્તાઓની પોલિસે ધરપકડ કરી છે અને કુતબમિનાર ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે કુવ્વત ઇસ્લામ મસ્જિદમાં તીર્થંકર ઋષભદેવ, ભગવાન વિષ્ણુ, ગણેશજી, શિવ-ગૌરી, સૂર્યદેવતા સહિત હિન્દુ દેવીદેવતાઓની પ્રતિમાઓ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ સ્વીકાર્યું છે કે આ મસ્જિદ ૨૭ હિન્દુ જૈન મંદિરો તોડી તેના અવશેષોમાંથી બનાવવામાં આવી છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાથી લઈને વિવિધ ઇતિહાસવિદો અને અનેક પુસ્તકોમાં આ સંદર્ભે ઉલ્લેખ કરાયો છે. અહીંના ૨૭ મંદિરો અને હિન્દુ-જૈન દેવી-દેવતાઓની પ્રતિમાની નોંધ લેવાઈ છે. આ નોંધને સમજવા જેવી છે. આવો સમજીએ.
 
તો જ ખ્યાલ આવશે કે ત્યાં એક ભવ્ય મંદિર હતું કે નહીં
.
આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના જે. ડી. બેગલરે દિલ્હીના ઐતિહાસિક સ્મારકો વિશે ૧૮૭૧માં લખતી વખતે કુતબમિનારની નજીકમાં ઇસ્લામ મસ્જિદ અંગે એક રસપ્રદ થિયરી ખોળી કાઢી હતી ઊભેલી કુવ્વતુલ (ASI રિપોર્ટ ૧૮૭૧-૭૨). તેમના જ શબ્દોમાં જોઈએ તો : અહીં માત્ર એટલો સુઝાવ જ આપવાનો કે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા પથ્થરો પરથી જો ગંદો થર હટાવવામાં આવશે તો જ ખ્યાલ આવશે કે ત્યાં એક ભવ્ય મંદિર હતું કે નહીં. અન્ય સ્થળોએ મળી આવેલ દાખલાઓ મુજબ, જો અહીં કાળજીપૂર્વકની તપાસ કરવામાં આવશે, તો અહીં એક અગ્રિમ મંદિર મળી આવવા અંગે હું આશાવાદી છું.
 
અહીં બુતખાના અથવા મૂર્તિઘર હતું….
 
વિશ્ર્વનાં વિવિધ પૌરાણિક સ્થળોમાં રસ ધરાવનાર એવા વિશ્ર્વપ્રવાસી ઇબ્ન બતુતાએ કુવ્વતુલ ઇસ્લામ અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મંદિરોના સમૂહને તોડીને આ મસ્જિદ બનાવવામાં આવી છે. એ મસ્જિદના સ્થળે ઊભા રહીને તેણે લખ્યું હતું કે અહીં બુતખાના અથવા મૂર્તિઘર હતું. દિલ્હીની જીત થયા પછી તેને મસ્જિદમાં ફેરવી નંખાયું હતું. આજે પણ જો ધ્યાનથી જોવામાં આવે, તો અહીં મસ્જિદની પાછળની ઓટલી પર ગણેશની કંડારેલી પથ્થરની આકૃતિ સ્પષ્ટપણે દેખાય છે.
 

Qutub Minar Vishnu Stambh 
 
તકતી પરથી આ મસ્જિદની ઘટનાત્મક વાત જાણી શકાય…..
 
અસંખ્ય લોકો, દર વર્ષે કુતુબમિનારની મુલાકાતે આવે છે. પરંતુ, તેની પાડોશમાં જ ઊભેલી ઇસ્લામ મસ્જિદની મુલાકાત લીધાનું તેમાંથી કેટલાને યાદ છે ? આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા લગાડવામાં આવેલી તકતી પરથી આ મસ્જિદની ઘટનાત્મક વાત જાણી શકાય છે. ૨૭ મંદિરોને કઈ રીતે તોડીને, તથા તેના કાટમાળમાંથી પછી કેવી રીતે મસ્જિદ બનાવવામાં આવી હતી, તેની આખી વાત આ તકતીમાં લખેલી છે. મંદિરોની તોડફોડ દ્વારા એ વિસ્તારમાં તથા આસપાસનાં ગામોમાં રહેતા લોકોને એ સંદેશો આપવામાં આવ્યો હતો કે, હવે રાજાનું રાજ પૂરું થયું છે અને તેની જગાએ સુલતાનનું શાસન સ્થપાઈ ગયું છે.
 
મૂર્તિને કેવી રીતે તોડવામાં આવતી હતી અને …
 
આ તોડફોડ અંગે કલ્પના કરી શકાય એવી એક બીજી બાજુ પણ છે, કારણ કે તોડફોડ દરમ્યાન, દેવની મૂર્તિને એ મંદિરમાંથી ખસેડીને, તેની સ્થાપના બીજા મંદિરમાં કરવા માટે પૂજારીને આપવામાં આવી હોય, એવું દર્શાવતો કોઈ જ રેકર્ડ ક્યાંય જોવા મળતો નથી. એને બદલે ઘણા કિસ્સાઓમાં તો હર્ષપૂર્વક લખાયેલી એવી નોંધો જોવા મળે છે કે જેમાં મૂર્તિને કેવી રીતે તોડવામાં આવતી હતી અને પછી કઈ રીતે તેને મસ્જિદના પગથિયા તરીકે જડવામાં આવતી હતી !! જેથી મસ્જિદમાં ઇબાદત માટે આવતા લોકોના પગ નીચે એ મૂર્તિ કચડાતી રહે !!
 
આ મસ્જિદનું નામ, તેના નિર્માતા કુતબુદ્દીન ઐબકના નામ પરથી…
 
મેહરૌલી ખાતેની સૌ પ્રથમ તોડફોડ કદાચ મહંમદ ઘોરી દ્વારા કરવામાં આવી હતી. આ સ્થળ પ્રખ્યાત કુતબમિનારની નજીકમાં આવેલું છે. આ મસ્જિદનું નામ, તેના નિર્માતા કુતબુદ્દીન ઐબકના નામ પરથી પાડવામાં આવેલું છે. કુવ્વતુલ ઇસ્લામનો મતલબ અત્યંત શક્તિશાળી ઇસ્લામ એવો થાય છે. એ નામની અંદર જ ગુમાનનાં દર્શન થાય છે. તેમાં પણ જ્યારે કોઈ પ્રાર્થના અથવા ઇબાદત માટેના સ્થળનું નામ હોય, ત્યારે તો ખાસ.
 

Qutub Minar Vishnu Stambh 
 
કિલા-એ-રાઇપિઠોડાના નામે જાણીતા રાજગઢ ખાતે આ મસ્જિદ બાંધવામાં આવેલી, ૧૧૯૨ ADમાં મહંમદ ઘોરીએ જ્યારે તરાઈનના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને મારી નાખ્યો, ત્યાર પછી આ મસ્જિદનો પાયો ચણવાનું કામ શરૂ થયું હતું. અત્રે યાદ રહે કે, તરાઈનના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજે મહંમદ ઘોરીને હરાવ્યો હતો, પરંતુ તેણે તેને હણી નાંખ્યો ન હતો. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ એટલે કે ક્ષમા આપવી એ તો વીરનું આભૂષણ છે, એ મંત્રને ત્યારના દિલ્હીના શાસક પૃથ્વીરાજે યાદ કર્યો હશે.
 
અગાઉ જ્યાં મંદિર ઊભું હતું, તેને તોડીને એ જ જગાએ….
 
Oxford History of Islamમાં નોંધવામાં આવેલ વૃત્તાંત મુજબ, દિલ્હીમાં આવેલ કુવ્વતુલ ઇસ્લામ (શક્તિશાળી ઇસ્લામ) મસ્જિદ એ તો એક વિશાળ મસ્જિદ સંકુલ છે. ભારતમાં શરૂઆતમાં જે મસ્જિદો બનાવવામાં આવેલી, તેમાંની આ એક છે. અગાઉ જ્યાં મંદિર ઊભું હતું, તેને તોડીને એ જ જગાએ તેના કાટમાળમાંથી ૧૧૯૧ ADમાં અહીં મસ્જિદનું કામકાજ શરૂ કરવામાં આવેલ. આંગણમાં ઊભેલ અને ૪૦૦ ADમાં ભગવાન વિષ્ણુને સમર્પિત એવા લોખંડના થાંભલાને અહીં ફરીથી ઊભો કરવામાં આવ્યો હતો. હિન્દુઇઝમ પર ઇસ્લામના વિજયની ઉજવણી માટે ટ્રોફી સ્વરૂપે આવું કરવામાં આવેલું.
૨૭ હિન્દુ અને જૈન મંદિરોને તોડી તેના જ કાટમાળમાંથી કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ બનાવવામાં આવી
આ ઘટનાની ઘણી સદીઓ પહેલાં મેસેડોનાના એલેકઝાન્ડરે ૩૨૬ BCમાં જેલમ નદીને કાંઠે રાજા પોરસને હરાવ્યો હતો. પછી તાબડતોબ એની સાથે સંધિ પણ કરી લીધી હતી. પરંતુ મહંમદ ઘોરીમાં તો મરું અથવા મારુંનું ઝનૂન હતું. કોઈ પણ યુદ્ધમાં વિજય મેળવવા માટે એવું ઝનૂન આવશ્યક ગણાય છે. જો કે યુદ્ધમાં હારી ગયેલાનો વધ કરવો કે નહીં, એ નક્કી કરવાનો અધિકાર તો વિજેતાનો છે, પરંતુ પૌરાણિક ઇમારતની માનહાનિ કરવાનો અધિકાર તો માત્ર કાયરનો જ હોઈ શકે.
 
૨૭ જેટલા હિન્દુ અને જૈન મંદિરોને તોડી નાંખીને પછી તેના જ કાટમાળમાંથી કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સમાજનો માનભંગ કરનારી એ એક પૌરાણિક ઇમારત છે. એવું ન હોત તો મસ્જિદ બાંધવા માટે જે થાંભલાઓનો ઉપયોગ થયો છે, તેમાં કોતરવામાં આવેલી મૂર્તિઓને ગૌરવપૂર્ણ રીતે હજી સુધી પ્રદર્શિત થવા દીધી ન હોત. આજે ૮૦૦ વર્ષ વીતી ગયાં પછી પણ આક્રમણખોરોની ચાડી ખાતા મૂક પથ્થરો તેમના તેમ જ છે. એટલું જ નહીં, એ પછીથી આવેલા શાસકો કે જેમણે પણ આ મસ્જિદની મુલાકાત ક્યારેક તો લીધી જ હશે, તેમણે પણ આ મૂર્તિઓને ત્યાંથી હટાવવાની કે ઢાંકવાની કોશિશ કરી ન હતી. જેમાં પણ પ્રતિમા કે મૂર્તિ હોય, તેવી બાબત ગૈર-ઇસ્લામિક ગણાય છે. પૂતળાંઓ અને મૂર્તિઓ હરામ હોવા છતાં કુવ્વતુલ ઇસ્લામે તેમને પ્રદર્શિત કર્યાં છે. જેની ઉ૫૨ જીત મેળવવામાં આવી હતી, તેવા હિન્દુઓની લાગણીઓનો વિચાર જીતના નશામાં ઐબકે ન કર્યો હોય તે સમજી શકાય એમ છે. પરંતુ પોતાના ધર્મ પ્રત્યેની લાગણીનો તેણે વિચાર નહીં કર્યો હોય ? પોતાના ધર્મ પ્રત્યે જો એ વફાદાર રહ્યો હોત તો, પોતાના ધર્મના આદેશ અનુસાર બીજું કાંઈ નહીં તો એ મૂર્તિઓને ચૂનો તથા રેતીથી ઢંકાવી દેવાની તસ્દી તો તેણે લીધી જ હોત !
 

Qutub Minar Vishnu Stambh 
 
મૂર્તિને મંદિરમાંથી બહાર કાઢવામાં આવી હતી….
 
તેમ છતાં અલીગઢના પ્રખ્યાત એવા સર સૈયદ ગર્વથી લખાયેલી આ ૨૭ મંદિરોની તોડફોડ એહમદ ખાન દ્વારા વિશેની વાત જો કોઈ વાંચે, તો મને ચોક્કસ ખાતરી છે કે, તેના મનમાં ઇસ્લામ વિશે જે ચિત્ર હશે, તે જરૂરથી ડોલી જશે. તેમનું લખાણ તેમના અસલ શબ્દોમાં જ વાંચવું હોય તો, તેને માટે ઉર્દૂ ભાષા આવડવી જોઈએ. (તેમણે ઉર્દૂમાં લખેલ અસારુ સનાદિનનો પ્રોફેસર ખાલિક અંજૂમે તરજુમો કર્યો હતો અને ૧૯૯૦માં દિલ્હીથી પ્રકાશિત કરેલ Vol. I)માં તેમણે શું લખ્યું હતું તે જુઓ : કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ કે જેને AH ૫૮૭ એટલે કે ૧૯૯૧ AD અથવા ૧૨૪૮ વિક્રમીમાં મુઇઝુદ્દીન સામ ઉર્ફે શાહબુદ્દીન ઘોરીના સર સેનાપતિ કુતબુદીને આ મૂર્તિઘરને (રાઇપિઠોડાના મૂર્તિઘ૨ને) મસ્જિદમાં પરિવર્તિત કર્યું હતું. મૂર્તિને મંદિરમાંથી બહાર કાઢવામાં આવી હતી. મંદિરની દીવાલો, થાંભલા તથા દરવાજાઓમાં કોતરીને ઉપસાવવામાં આવેલ આકૃતિઓને વિકૃત કરી નાંખવામાં આવેલ. પરંતુ મૂર્તિઘરની ઇમારતને જેમની તેમ જ રહેવા દેવાઈ હતી.
 
પથ્થરોની કિંમત પાંચ કરોડ અને ચાલીસ લાખ…
 
૨૭ મંદિરોને તોડી લાવવામાં આવેલ પથ્થરોની કિંમત પાંચ કરોડ અને ચાલીસ લાખ દિલવાલ જેટલી થતી હતી. વળી આ ઇમારતના પૂર્વ દરવાજા આગળ કુતબુદ્દીનના વિજયને દર્શાવતી તારીખ સાથેની તકતી પણ લગાડવામાં આવી હતી. સુલતાન સમશુદ્દીને AH ૬૩૧ એટલે કે ૧૨૨૩ ADમાં જ્યારે માલવા અને ઉજ્જૈનને જીતી લીધા ત્યારે ત્યાંના મહાકાળના મંદિરને તોડીને તેની મૂર્તિ તથા રાજા વિક્રમાદિત્યના પૂતળાને દિલ્હી લાવીને મસ્જિદના દરવાજા આગળ ફગાવી દેવામાં આવ્યા હતા.
 
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપકે જે લિજ્જતથી આ ઘટનાઓનો ચિતાર આપ્યો છે, તે ખરેખર આશ્ર્ચર્યજનક છે. એ સમયે ભારતની રાજધાની કોલકાતામાં જ હતી. જો તેને દિલ્હી લઈ જવાઈ હોત તો કદાચ એમનો આનંદ ખૂબ જ વધી ગયો હોત. હાલમાં ભારતનું શાસન જે રાઈસીના હીલ પરથી ચાલી રહ્યું છે, તે મેહરૌલીથી થોડાક માઈલ જ દૂર છે. એ મેહરૌલી કે જ્યાં હિન્દુ માનભંગની એ ઇમારત હજી પણ ઊભી છે. | Qutub Minar is actually Vishnu Stambh
 
***
 
(લેખકશ્રી પ્રફુલ્લ ગોરડિયા ના પુસ્તકનાં આધારે)

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...