વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપ-અમેરિકાને ધોઈ નાખ્યા…

S Jaishankar On India Russian Oil Import: રશિયા પાસેથી તેલ ખરીદવા પર અને ઘંઉની નિકાસ પર પ્રતિબંધ લગાવવા બદલ અમેરિકા અને યુરોપના દેશો ભારતની આલોચના કરી રહ્યા છે ત્યારે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે આ દેશોને જોરદાર જવાબો આપ્યો છે. તેમણે કહ્યું કે માત્ર ભારત જ રશિયા પાસથી તેલ ખરીદી રહ્યું છે યુરોપના અનેક દેશ છે કે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે.

    03-Jun-2022   
કુલ દૃશ્યો |

S Jaishankar  
 
 
 
રશિયા – યૂક્રેન યુદ્ધ વચ્ચે સ્લોવાકિયાના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવા પર અને ઘંઉના નિકાસ પર પ્રતિબંધ લગાવવા બદલ ભારત વિરોધી જે દુષ્પ્રચાર થઈ રહ્યો છે તેના પર યુરોપના દેશોને જોરદાર જવાબ આપ્યો છે. જયશંકરે યુરોપના દેશોની પોલ ખોલતા જણાવ્યું છે કે શું રશિયા પાસેથી તેલ ખરીદવું એ યુદ્ધ માટે પૈસા આપવા જેવું છે? શું ભારતીય પૈસા જ છે જે રશિયાને યુદ્ધ માટે ફંડરૂપે જઈ રહ્યા છે. યુરોપના દેશોમાં જે ગેસ સપ્લાઈ થાય છે તેનાથી યુદ્ધને બળ નથી મળતું? ભારત અને ચીન વચ્ચે જે પડકારરૂપ સંબંધો છે તેના પર કેમ યુરોપના કોઇ દેશો બોલતા નથી.
 
ઘંઉના નિકાસ પર પ્રતિબંધને લઈને જે દુષ્પ્રચાર થઈ રહ્યો છે તેના પર વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે આ વર્ષે ૨૩ જેટલા દેશોમાં ઘંઉની નિકાસ કરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે અમેરિકા અને યુરોપના દેશો કેમ ઇરાનને તેલબજારમાં નથી આવવા દેતા. તેઓ કેમ વેનેજુએલાને તેલ વેચવા દેતા નથી. તેમણે કહ્યું કે અમેરિકા અને યુરોપના દેશોએ આપણી પાસે જેટલું તેલ હતું તેને લઈ લીધું છે અને પછી કહી રહ્યા છે બજારમાં જવાની જરૂર નથી અમારી પાસએ એક સારી ડીલ છે. આ તેમનો વર્તાવ સારો નથી.
 
તેમણે કહ્યું કે આ દેશોએ એશિયાની જે સમસ્યા છે તેના પર મોન ધારણ કરી રાખ્યું છે. ભારત અને ચીનના સંબંધ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા છે પણ આ દેશોએ આના પર એક પણ ટિપ્પણી કરી નથી. યુરોપનો વિકાસ એ રીતે થયો છે કે જાણે યુરોપની સમસ્યા આખી દુનિયાની સમસ્યા છે પણ દુનિયાની સમસ્યાને યુરોપની સમસ્યા માનવામાં આવતી નથી. યુરોપની બહાર પણ ઘણી બધી દુનિયા છે અને ત્યાં ઘણું બધું થઈ રહ્યું છે. દુનિયા બદલાઈ રહી છે, નવા ખેલાડીઓ આવી રહ્યા છે. દુનિયા હવે યુરો ક્રેન્દ્રિત રહી શકે નહી. ચીન સાથે અમારા સંબંધ થોડા ખરાબ છે પણ અમે તે સાચવા સંપૂર્ણ રીતે સક્ષમ છીએ.
 
ભારતીય વિદેશમંત્રીએ આગળ કહ્યું એક રશિયા પાસેથી અમે તેલ ખરીદ્યુ એ માટે પશ્ચિમના દેશો ભારત વિરોધી પ્રચાર કરી રહ્યા છે. પશ્ચિમી મીડિયામાં એવું સાબિત કરવાની કોશિશ થઈ રહી છે કે રાશિયા પાસેથી તેલ ખરીદીને ભારત યૂક્રેન સામેના યુદ્ધમાં રશિયાની આર્થિક મદદ કરી રહ્યું છે. અમે અમારા લોકોને રશિયન તેલ ખરીદવા મોકલતા નથી અમે તેમને માત્ર તેલ ખરીદવા મોકલીએ છીએ. બજારમાંથી સારુ તેલ ખરીદાય અમે બસ એટલું જ ઇચ્છીએ છીએ. અમે રશિયાની આર્થિક મદદ કરી રહ્યા છીએ આ કહેવું સહેલું છે પણ તેનો કોઇ આધાર નથી. અમેરિકાને બહુ ચિંતા થતી હોય તો તે ઇરાન અને વેનેજુએલાને તેલ બજારમાં પ્રવેશવા દે…
 
જયશંકરે એ પણ કહ્યું કે યુરોપ તેલ અને ગેસ બન્ને ખરીદી રહ્યું છે. રશિયાનો યૂક્રેન પર હુમલો ચિંતાનો વિષય છે. દરેકને ચિંતા છે. લોકો મુશ્કેલીમાં છે. આની અસર પેટ્રોલની કિંમત પર પડી રહી છે. ઘંઉની કિંમત પર પણ અસર પડી રહી છે. આની અસર અમારા ખેડૂતો પર પણ પડી રહી છે. આ યુદ્ધ સંપૂર્ણ જીવન પર અસર કરી રહ્યું છે. ચીનમાં જે લોકડાઉન છે તેની અસર પણ દેખાઈ રહી છે. આ બધુ લોકોની મુસિબત વધારી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...