પાથેય | જેવું આપશો તેવું મેળવશો | વાંચો એક સમજવા જેવો પ્રસંગ

ગોવાળનો જવાબ સાંભળી પેલો દુકાનદાર ભોંઠો પડી ગયો.

    04-Jun-2022
કુલ દૃશ્યો |

prasang
 
 
એક ગોવાળ દરરોજ એક કિલો માખણ દુકાનદારને વેચતો. એક દિવસ પેલા દુકાનદારને વિચાર આવ્યો. હું હંમેશા આ ગોવાળ પર વિશ્ર્વાસ કરી વજન કર્યા વગર જ માખણ ખરીદી લઉં છું માટે એક વખત માખણ તોલી ખરાઈ કરી લેવી જોઈએ. દુકાનદારે માખણનું વજન કર્યું તો કિલોમાં સહેજ ઓછું નીકુળ્યું.
 
દુકાનદાર ગુસ્સે થયો અને સમગ્ર મામલો રાજદરબારમાં પહોંચ્યો. રાજાએ ગોવાળને પૂછ્યું, તું માખણનું વજન કરવા માટે કયા તોલનો ઉપોયગ કરે છે ? ત્યારે ગોવાળે જવાબ આપ્યો, મહારાજ મારી પાસે તો વજન કરવા માટે તોલ જ નથી એ તો હું એક કિલો માખણના બદલામાં દરરોજ એક કિલો કોઈની કોઈ વસ્તુ ખરીદી લઉં છું અને તેનું વજન કરી તેના વજનનું જ માખણ દુકાનદારને આપું છું. ગોવાળનો જવાબ સાંભળી પેલો દુકાનદાર ભોંઠો પડી ગયો.
 
દુકાનદારની જેમ આપણે પણ આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે જ સામે મેળવીએ છીએ. માટે આપણે વિચારવું જોઈએ કે આપણે બીજાને શું આપીએ છીએ. દુઃખ કે સુખ, પ્રામાણિકતા કે કપટ, જૂઠ કે વફાદારી.
 
 

મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

Twitter - https://twitter.com/sadhanaweekly