કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડથી પલાયન કરી સાયકલના સહારે ઉત્તરપ્રદેશ – બિહારના મજૂરો ઘરે જવા નીકળ્યા હતા. આવા સમયે તેમને હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ પર આવેલ સહારનપુરમાં રોકવામાં આવ્યા હતા તેમને અહી કોરન્ટાઈન કરવામાં આવ્યા અને પછી તેમના માટે બસની વ્યવસ્થા કરી તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. બસમાં ઘરે જતી વખતે આ ૨૫૦૦૦ મજૂરોએ પોતાની સયકલ સહારનપુરમાં જ મૂકવી પડી હતી.
આ સમયે આ મજૂરોને સાયકલ નંબરનો એક ટોકન આપવામાં આવ્યો હતો અને તેમનો મોબાઇલ નંબર પણ લેવામાં આવ્યો હતો. આ વાતના આજે ૨ વર્ષ થઈ ગયા છે અને માત્ર ૫૪૦૦ જેટલા જ મજૂરો પોતાની સાયકલ લઈ ગયા છે. આથી સ્થાનિક સરકારે આ બાકી બચેલી સાયકલને લાવારિસ જાહેર કરી તેની નીલામી કરી હતી, નીલામીમાં આ ભંગાર થઈ ગયેલી સાયકલો ૨૧.૨૦ લાખમાં વેંચાઈ હતી. આ પૈસા સરકારી તિજોરીમાં જમાં કરવામાં આવશે.