પાંચ કડવા સત્ય આજે જ સમજી લો । આ દુનિયામાં સર્વશક્તિમાન એક જ વ્યક્તિ છે અને છે તમે સ્વયં!

આ પાંચ મુદ્દાના આધારે કહેવાનો અર્થ એ જ છે કે કોઇ કોઇને કંઇ બનાવી શકે નહી, હા એ બનવા માટે સહાલ જરૂર આપે, અંતેઓ કંઇક બનવા તમારે જ કંઇક કરવું પડે.

    ૨૩-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

truth life
 
 
આપણને બધું જ ખબર હોય છે પણ થોડા ફાયદા માટે આપણે જાણતા – અજાણ બનીએ છીએ. બસ આ અજાણ્યા બનવાથી આપણે મુક્ત થવાની જરૂર છે અને સત્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. આવો આવ કેટલાંક કડવા લાગે તેવા સત્ય જાણીએ…
 
#1 કોઇ ડોક્ટર તમને સારું સ્વાસ્થ નહી આપી શકે
 
ડોક્ટર શું કરી શકે? આપણે માદા પડીએ તો સાજા કરી શકે, પણ આપણને હંમેશાં સ્વસ્થ રાખી શકે? ના…આપણે માદા પડીએ પછી જ ડોક્ટર પાસે જઈએ છીએ. કહેવાનો અર્થ એ જ છે કે સ્વસ્થ રહેવું હોય તો આપણે જાતે જ ધ્યાન રાખવું પડે. આપણા શરીરને ઓળખવું પડે અને તે મુજબ આહારશૈલી, જેવનશૈલી વિકસાવવી પડે. અહીં આયુર્વેદ એટલે યાદ આવે છે કેમ કે આયુર્વેદ જીવનશૈલી છે તેને અપનાવો અને માદા જ ન પડો.
 
#૨ કોઇ ફિટનેસ ટ્રેનર તમને પાતળા નહીં બનાવી શકે
 
ફિટનેસ ટ્રેનર તમને સલાહ આપી શકે પણ એ સલાહ પર તમારે જ કામ કરવું પડશે. એક અજ્ઞાત વિચારકે કહ્યું છે કે જગતની કોઇ પુસ્તકમાં અવું કશું નથી લખ્યું જે તમને ખબર ન હોય. પુસ્તક તો તે બધુ તમારી સામે મુકે છે બસ, એમ અહીં કહેવાનો અર્થ એ જ છે કે પાતળા કેમ થવું ? ક્યાં કેટલો પરિશ્રમ કરવો અને આહારમાં કેટલો કંટ્રોલ કરવો એ તમને ખબર જ હોય છે માત્ર મન બનાવીને તમારે તેને અપનાવવાની જરૂર છે…
 
#૩ કોઇ શિક્ષક તમને હોંશિયાર નહીં બનાવી શકે
 
સ્વયંનો શિક્ષક સ્વયં બની સ્વયંને જ્ઞાન આપવું એજ આજે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. જગતનો કોઇ શિક્ષક તમને હોંશિયાર નહીં બનાવી શકે, શિક્ષક તમને જ્ઞાન આપશે, માર્ગદર્શન આપશે તેના પર તો તમારે જ મહેનત કરી આગળ વધવું પડશે.
 
#૪ કોઇ અમીર તમને અમીર નહીં બનાવી શકે
 
આપણને મહેનત કર્યા વગર કંઇક મેળવવાની આશા હોય છે. આ માનવ સ્વભાવ છે પણ આવું થતું નથી. અપવાદ હોય શકે. આપણને પૈસાદાર વ્યક્તિ ગમતા હોય છે. તેની જીવનશૈલી આપણે ફોલો કરતા હોઇએ છીએ પણ યાદ રાખો આવું કરવાથી આપણે અમીર થઈ જવાન નથી. અમીર થવું હોય તો તમારે કામ જ કરવું પડશે. મહેનત કરવી પડશે. એટલે કોઇ અમીર તમને અમીર નહીં બનાવી શકે. અમીર તેના અનુભવના આધારે તમને સલાહ આપશે પણ સલાહ મુજબ કામ તો તમારે જ કરવું પડશે…!
 
# ૫ કોઇ કોચ તમારી બોડી નહીં બનાવી શકે
 
બોડી બનાવવી હોય તો કોચની જરૂર પડે પણ કોચ કરે છે શું? માત્ર માર્ગ દરર્શન આપે. શું ખાવું , કેટલું ખાવું, ક્યારે ખાવું, ક્યારે ઊંઘવું, કેવી રીતે અને કેટલી કસરત કરવી…આ તમને કોચ જણાવશે પણ આ બધું કરવાનું કોણે? તમારે! કોચ સહાલ આપી શકે પણ તમારી બોડી બનાવી શકે નહી…!
 
ટૂંકમાં…
 
આ પાંચ મુદ્દાના આધારે કહેવાનો અર્થ એ જ છે કે કોઇ કોઇને કંઇ બનાવી શકે નહી, હા એ બનવા માટે સહાલ જરૂર આપે, અંતેઓ કંઇક બનવા તમારે જ કંઇક કરવું પડે. તો આગળ વધવા આ કડવા સત્યોને સ્વીકારો અને આગળ વધો, કોઇ પાસેથી વધારે અપેક્ષા ન રાખો, યાદ રાખો બંધુ તમારે જ કરવાનું છે…
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...