હ્રદયને સ્વસ્થ રાખવાની સાવ સામાન્ય આ ૭ રીત આજે દરેકે જાણવી જોઇએ! Heart Care Tips in gujarati

Heart Care Tips in gujarati | આજે આપણને આપણી જે જીવનશૈલી, આહારશૌલીમાંથી જ મળી શકે છે. પણ આજના આધુનિક જમાનામાં તેને અનુસરવી ખૂબ મુશ્કેલ બાબત છે છતાં અહીં જણાવેલી થોડી સરળ વાતો પર ધ્યાન આપીએ તો આપણે આપણા હ્રદયને સ્વસ્થ રાખી શકીએ છીએ...!!

    ૩૧-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Heart Care Tips in gujarati

 

Heart Care Tips in gujarati | આજે બધાના મનમાં એક ડર જરૂર છે કે આજે હાર્ટઅટેકના કેસ ખૂબ વધી ગયા છે. પહેલા ખૂબ મોટી ઉમરે હાર્ટ અટેક આવતો પણ હવે નાની ઉમંરના યુવાનોને પણ આ રોગ થઈ રહ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય કે આવું કેમ થયું? આનો કોઇ ઉપાય ખરો?

 
ઉપાય છે તો છે પણ આપણે આપણી જૂની જીવનશૈલી, કલ્ચરથી દૂર થઈ રહ્યા છીએ અને આનો ઉપાય આજે આપણને આપણી જે જીવનશૈલી, આહારશૌલીમાંથી જ મળી શકે છે. પણ આજના આધુનિક જમાનામાં તેને અનુસરવી ખૂબ મુશ્કેલ બાબત છે છતાં અહીં જણાવેલી થોડી સરળ વાતો પર ધ્યાન આપીએ તો આપણે આપણા હ્રદયને સ્વસ્થ રાખી શકીએ છીએ...!!
 
આ માટે સૌથી પહેલા વ્યસનથી દૂર રહેવાનું છે. ધુમ્રપાન કે તંબાકુ, આલ્કોહોલના વ્યસનથી દૂર રહેશો તો જ આ સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. બધામાં થોડું ચાલી શકે પણ શરીર - હ્ર્દય ચુસ્ત અને મસ્ત રાખવું હોય તો વ્યસનમુક્ત થવું જ પડશે…
 
#૧ થોડું ઓછુ ખાવ
 
આ માત્ર હ્રદય માટે જ નહી પણ સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક સાબિત થાય એમ છે. હંમેશાં ભૂખ કરતા થોડું ઓછું ખાવાનું રાખો. વધારે ખાવાથી આપણી પાચનશક્તિ મંદ પડે છે અને પેટના અનેક રોગો થાય છે. શરીરને ભોજન પચાવવામાં વધારે શક્તિનો ખર્ચ કરવો પડે છે. વધારે ખાવાથી, ભોજનને પચાવવા હ્ર્દયને વધારે કામ કરવું પડે છે. જેની અસર દેખાય છે.
 
#૨ જે ખાવું હોય તે ખાવ પણ પ્રમાણમાં
 
શરીરને મસ્ત રાખવા તીખું નહી ખાવાનું , તળેલું નહી ખાવાનું...મેદાવાળું નહી ખાવાનું...આવી વાતો કહેવાય છે. વાત પણ સાચી છે પણ આજે આવું કરવું શક્ય નથી. માટે આ બધુ ખાવાનું રાખો પણ પ્રમાણમાં. અતિરેક ન થાય તેનું ધ્યાન રાખો.
 

Heart Care Tips in gujarati 
  
 
#૩ કસરત જરૂરી છે
 
તમારે મન થાય એ ખાવું હોય અને શરીર પણ મસ્ત રાખવું હોય તો કસરત કરવી ખૂબ જરૂરી છે. કસરતને શ્રમ કરવો એવું પણ કહી શકાય. સરળ ભાષામાં કહીએ એ તો ખાવાની સાથે પચાવવાની પણ તાકાત રાખવી પડે. આ તાકાત કસરત કરવાથી આવશે. શરીર અને હ્રદયને ફીટ રાખવા વધારે નહી પણ જરૂર પૂરતી કસરત ખૂબ જરૂરી છે. સાયકલ ચાલાવો, ચાલો, દોડો, રમત રમો,...બસ શરીરને શ્રમ થવો જોઇએ.
 
#૪ પોષણયુક્ત શુદ્ધ આહાર
 
આપણા શરીરને ચુસ્ત રાખવામાં આહાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આગળ કહ્યું તેમ ઓછો અને પોષણ્યુક્ત આહાર લેવાનું રાખો. રોજ આ શક્ય ન હોય તો શક્ય હોય ત્યારે આવા આહારનો આગ્રહ રાખો, લીલાશાકભાજી, ફળ, જ્યુસ લેવાનું રાખો. વિટામિન યુક્ત આહાર લો. શરીર અને હ્રદય બન્ને સ્વસ્થ રહેશે.
 
#૫ બહારનું ખાવાનું ઓછુ કરી દો
 
બહારનું ભોજન બંધ કારી દો તો શ્રેષ્ઠ જ છે પણ શક્ય ન હોય તો પ્રમાણમાં ખાવ અને કોઇ દિવસ જ ખાવ. પેકેટ ફૂડ વાસી હોય છે વળી તે બગડે નહી એટલે તેમાં અનેક ખાદ્ય કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. આ બધુ આપણા શરીર માટે લાંબાગાળે હાનિકારક છે. બહારનું ખાવાનું ટાળો અને હ્રદયને સ્વસ્થ રાખવું હોય તો ખાંડ અને મીઠા વાળી વસ્તુંથી તો દૂર રહો. બહારના આહારમાં આ વધારે હોય છે. જેમ કે સોફ્ટ - કોલ્ડ ડ્રીંક...
 

Heart Care Tips in gujarati 
 
#૬ ડોક્ટરની સલાહ લો
 
આપણે સોશિયલ મીડિયાને આધારે ઘણા નિર્ણયો લેતા થઈ ગયા છીએ જે ખતરનાક સાબિત થઈ શકે છે. ડાઈટ હોય કે પ્રોટિન હોય ડોક્ટરની સલાહ મુજબ જ લો. શરીરમાં તકલીફ હોય તો જાતે દવા ન લો, ડૉક્ટરને મળો, તેમની સહાલ મૂજબ જ આગળ વધો. અહીં આ વાત પણ તમને જાગૃત કરવા અમે માત્ર માહિતી આપવા જ લખાઈ છે.
 
#૭ આનંદમાં રહો
 
જીવનની મજા લો, તણાવ ન રાખો. તમારા શરીરને ઓળખો, તે મુજબ આગળ વધો. બધાનું શરીર, તાસિર અલગ અલગ હોય છે. તમારું શરીર કેવું છે એ માત્ર તમને જ ખબર પડે. બીજા બધા તો માત્ર અનુમાન લગાવશે. માટે તમારા શરીરને ઓળખો અને તે મુજબ પોતાની જીવનશૈલી, આહારશૈલી વિકસાવો અને મોજથી જીવો. તમારા હ્રદયને કઈ નહી થાય…
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...