આ 12 વસ્તુઓ લોકો ખૂબ મોડેથી શીખે છે: સમય પહેલા આ વાતો જાણી લો

૧૨ એવી વાતો જે દરેકે આજે જ જાણવા જેવી છે. આજના સમયે આ વાત શીખી લો, સમજી લો ખૂબ કામમાં આવશે.

    06-Jan-2023   
કુલ દૃશ્યો |

successful tips for life

 

આ ૧૨ વાતો લોકો મોટી ઉંમરે સમજે છે તમે આજે જ સમજી લો ખૂબ ઉપયોગી થશે | Successful tips for life

 
Successful tips for life |૧૨ એવી વાતો જે દરેકે આજે જ જાણવા જેવી છે. આજના સમયે આ વાત શીખી લો, સમજી લો ખૂબ કામમાં આવશે. આજના સોશિયલ મીડિયાના ઝડપી જમાનામાં આપણે બધું જ ખબર પડે છે પણ આપણે તેને જીવનમાં ઉતારી શકતા નથી. અહીં મૂકવામાં આવેલી ૧૨ વાતો જાણવા જેવી છે.
 
 
#૧ આ વહેમથી દૂર રહો
 
કોઇ આવશે , તમને બચાવશે, તમારી મદદ કરશે એવા વહેમમાં ન રહો કારણ કે સ્વયંની રક્ષા કરી શકો એટલા સક્ષમ ભગવાને તમને બનાવ્યા છે. એકવાત તો નક્કી જ છે કે સ્વયંની લડાઈ જાતે જ લડવાની અને જીતવાની હોય છે. ઘણીવાર આપણે આ પણા દમ પર નહી પણ અન્યના દમ પર આગળ વધવાની અપેક્ષા રાખતા હોઇએ છીએ. આવી અપેક્ષા ન રાખો. આવા વહેમથી દૂર રહેવું જ યોગ્ય છે.
 
#૨ પડાકારને સ્વીકારો
 
દરેક મુશ્કેલી, પડકાર, ખરાબ સમય, દુઃખ તમને મજબૂત બનાવે છે, સમજો કે તે જીવન માટે આશીર્વાદરૂપ છે. પડકારની વચ્ચે જીવન જીવવાની કોશિશ કરો. ટાસ્ક લો, અગવડતા સ્વીકારો અને આગળ વધો. વેઠેલી અગવડતા તમને જે શીખવે છે તે બીજી કોઇ વસ્તું શીખવી શકશે નહી.
 
#૩ ખોટા લોકોની અપેક્ષા
 
જે સ્વયંને જ છેતરતા હોય તેની પાસેથી પ્રામાણિકતાની અપેક્ષા રાખશો નહી. ખોટા, જુઠ્ઠા લોકોથી દૂર રહો. જે તમારી સામે ખોટું બોલી શકે તે કોઇની પણ સામે ખોટું બોલી શકે છે. આવા લોકોથી અપેક્ષા રાખવી ન જોઇએ. એક સુત્ર છે કે પ્રામાણિકતાની અપેક્ષા બધાથી ન રાખો તે અમૂલ્ય વસ્તું છે.
 

successful tips for life 
 
#૪ જાતે કરો
 
આ દુનિયામાં તમને કોઇ સમજાવવા કે પ્રેરણા આપવા આપશે નહી, જીવનમાં જેટલું જાતે કરશો એટલા જ આનંદમાં રહેશો. બીજાના ભરોશે બેસી રહેશો તો ત્યાંને ત્યાં જ રહી જશો. આ વાસ્તવિકતા છે. ક્યાંક પહોંચવા માટે તમારે જ ચાલવું પડશે.
 
#૫ ચર્ચામાં ન પડો
 
જે લોકો તમને સમજવા તૈયાર ન હોય તેની સાથે ચર્ચા ન કરો, તેમની સામે મૌન જ રહો. કેમ કે ચર્ચાથી તમે તેને સારા તર્ક આપી શકશો પણ તેને સમજાવી કે તમારા મતથી સહમત નહી કરાવી શકો. આવા લોકો સામે મૌન જ ધારદાર હથિયાર છે. ચૂપ રહો અને કામ કરો.
 
#૬ સમયની કદર કરો
 
જીવન ખૂબ ટૂંકુ છે માટે દરેક પળમાં જીવતા શીખો, યાદ રાખો સમય રોકાતો નથી અને ગયેલો સમય પાછો આવતો નથી. સમયની કદર કરો, સમય તમારી કદર કરશે.
 

successful tips for life 
 
#૭ શાંતિથી કામ કરો
 
મોટી જાહેરાતો કરવાની જરૂર નથી, જ્યાં સુધી લક્ષ્ય સુધી પહોંચી ન જાવ ત્યાં સુધી શાંતિથી કામ કરતા રહો. ઘણીવાર આપણે મોટી મોટી વાતો કરીએ છીએ અને પણી તેના જ તણાવમાં આવી જઈએ છીએ. આવું ન કરો. બોલો નહી કરીને બતાવો આ સૂત્ર પર આગળ વધો.
 
#૮ બહાનાથી દૂર રહો
 
બહાના તમારી આજને સરળ બનાવે છે, પણ તે આવતીકાલને મુશ્કેલ બનાવે છે. શિસ્ત આજે દુઃખ આપશે પરંતુ તે આવતીકાલને આનંદમય બનાવશે. જેટલા બહાના કાઢશો એટલું તમારું લક્ષ્ય તમારાથી દૂર થતું જશે. કોઇ પણ કામ કરવામાં બહાના ન કઢો. કામ કરાવા લાગો એટલે એ કામ આરામથી પૂર્ણ થશે. કાલે, કાલે કરશો તો યાદ રાખો કોઇની કાલ આવતી જ નથી. જે કરવાનું હોય છે તે આજે અને અત્યારે જ કરવાનું હોય છે. જીવનમાં આવો જ સ્વભાવ રાખો.
 
#૯ તૈયારી કરો
 
સફળ થવું હોય તો પહેલા તે માટે પૂરતી તૈયારી કરો. જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે તૈયાર ન હોવ ત્યાં સુધી રાહ જુવો અને તૈયાર થઈ જાવ પછી તન-મન-ધનથી કુદી પડો. આ જ છે સફળતાની ચાવી.
 

successful tips for life 
 
#૧૦ શ્રેષ્ઠ બનો
 
શ્રેષ્ઠ બનો, એવી જગ્યાએ પહોંચી જાવ કે જ્યાં પછી તમને બદલાવ લાવવાની જરૂર ન પડે. યાદ રાખો શિખર પર ભીડ નથી હોતી પણ તળેટી પર જ ભીડ હોય છે. સફળ થઈને એવી જગ્યાએ પહોંચી જાવ જ્યાં તમને બદલવાની જરૂર જ ન પડે. આ સમય તમારા માટે શ્રેષ્ઠ હશે.
 
#૧૧ દરેકની પ્રતિક્રિયા ન હોય
 
દરેક વ્યક્તિ સામે અને દરેક સમયે પ્રતિક્રિયા આપવાનું બંધ કરો, બોલેલા શબ્દો પાછા ફરતા નથી. મૌન ધારદાર રાખો. જવાબ આપવો જ હોય તો રાહ જુવો, યોગ્ય સમયે જવાબ આપો. તમારા કામને બોલવા દો. જ્યા સુધી તમે કંઇક બની ન જાવ ત્યાં સુધી તમારું કોઇ નહી સાંભળે. માટે પહેલા મૌન રહો અને કંઇક બની જાવ પછી પણ વધારે મૌન જ રહો. પ્રતિક્રિયા ઉતાવળા લોકો આપે છે સમજદાર લોકો નહી. માટે સમજદાર બનો.
 
#૧૨ બધું તમારા હાથમાં નહી
 
બધું નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરો કેમ કે તમે એ કરી શકવાના નથી. તમારાથી થાય એટલો પ્રયત્ન કરવાનું રાખો અને બાકીનું સમય, ભગવાન પર છોડી દો. બધું નિયંત્રણમાં રાખવું કોઇના માટે શક્ય નથી માટે આ સંદર્ભે વધારે અપેક્ષા ન રાખો.
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...