સંબંધ સાચવતા શીખવું હોય તો ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવેલી આ ૫ વાતો સમજી લો

ભગવદ ગીતામાં જણાવેલી આ પાંચ વાતો પર ધ્યાન આપો. સંબંધ સંદર્ભની તમારી બધી મુશ્કેલી દૂર થઈ જશે..!!

    ૦૪-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

bhagavat gita
 
 
 
તમારા સંબંધ બધા સાથે સારા રહેતા નથી? એક નાનકડી ભૂલના કારણે સંબંધો બગડી જાય છે? જો આવું હોય તો ભગવદ ગીતનો સહારો લો અને તેમા જણાવેલી આ પાંચ વાતો પર ધ્યાન આપો. સંબંધ સંદર્ભની તમારી બધી મુશ્કેલી દૂર થઈ જશે..!!
 
૧ -  આત્મબોધ
 
ભગવદ ગીતામાં લખ્યું છે કે સાચુ જ્ઞાન આત્મજ્ઞાન છે, એટલે જરૂરી છે કે પહેલા દરેક વ્યક્તિ સ્વયંને બરાબર સમજે. આપણા સંબંધ બધા જોડે ત્યારે જ સારા રહી શકે જ્યારે આપણે સ્વયંને ઓળખતા હોઈએ, આપણી ઇચ્છા, ભય, શક્તિને અને કમજોરીને જાણતા હોઈએ. માટે પહેલા સ્વયંને સમજો...!
 
૨ -  આશક્તિ અને વૈરાગ્ય
 
ભગવદ ગીતા વૈરાગ્ય સમજાવતા કહે છે કે જે વૈરાગી છે એજ સુખને ભોગવી શકે છે. વૈરાગી એટલે બધુ ત્યજીને જીવવું એવું નથી. વૈરાગી એટલે કોઇનો મોહ રાખવાનો નથી. મોહ છોડીએ તો તેની હકારાત્મક અસર આપણા સંબંધો પર પડે છે.
 
૩ -  ધર્મ અને કર્તવ્ય
 
વ્યક્તિનું કર્તવ્ય ખૂબ મહત્વનું છે. માતા-પિતા, ભાઇ-બહેન, મિત્ર માટે આપણી જવાબદારી શું છે તે સમજવી ખૂબ જરૂરી છે. આ જવાબદારી નીભાવવી આપણું કર્તવ્ય છે. જ્યારે વ્યક્તિ પોતાના ધર્મ અનુસાર કાર્ય કરે છે તો તેના સંબંધોમાં સકારાત્મકતા વધી જાય છે. બધા સાથે તેનું સંતુલન જળવાઈ રહે છે.
 
૪ - કર્મયોગ
 
ભગવદ ગીતા કહે છે કે આપણું કર્મ ખૂબ મહત્વનું છે. ફળની ઇચ્છા રાખ્યા વગર કાર્ય કરવાનું છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી કામ કરીએ છીએ તો આપણા સંબંધો જરૂર સુધરે છે. મજબૂત બને છે.
 
૫ -  સમ્માન
 
ભગવદ ગીતામાં જણાવાયું છે કે સમ્માન મેળવવું હોય તો સમ્માન આપવું પણ પડે. આપણે બધાને કોઇ પણ ભેદભાવ વગર સમ્માન આપવું જોઇએ. આ સમજ સંબંધોમાં સહાનુભૂતિ, લાગણી અને સહનશીલતાને જન્મ આપે છે જેથી સંબંધો મજબૂત બને છે...
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...