ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો

આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.

    ૨૪-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Girnar Lili Parikrama
 
 

Girnar lili Parikrama Vishe Mahiti

 
જય ગિરનારીના નાદથી ગૂંજી ઉઠશે ગિરનાર
ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ
લીલી પરિક્રમામાં જોડાવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારમાં
 
આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણી જગ્યાએ જે તે સ્થળની પ્રદક્ષિણા કરી હોય તેવો ઉલ્લેખ વાંચેલો છે. તે ઉપરાંત ઘણા પ્રસંગોમાં કે ધાર્મિક કાર્યોમાં આપણે પ્રદક્ષિણા કે પરિક્રમા કરતા હોઈએ છીએ. આજે આપણે આવી જ ધાર્મિક પરિક્રમા વિશે વાત કરશું. આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. દર વર્ષે કરાતી આ પરિક્રમા દિવાળી પછી શરૂ થાય છે. તો ચાલો જાણીએ ગિરનારની લીલી પરિક્રમા અંગે. ગિરનારની લીલી પરિક્રમા અંગે જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે પરિક્રમા એટલે શું ?
 
પ્રદક્ષિણા કે પરિક્રમા એટલે શું | Girnar Lili Parikrama
 
ભારતમાં ધામર્કિ સ્થળ ની પરિક્રમા કે પ્રદક્ષિણાનું ખૂબ જ મહત્વ છે. તીર્થ સ્થળની જમણી તરફથી ડાબી તરફ ગોળાકાર દિશામાં પગપાળા ચાલવાની પ્રક્રિયા એટલે પરિક્રમા કે પ્રદક્ષિણા કહેવાય છે. પ્રદક્ષિણા કે પરિક્રમા દ્વારા શ્રદ્ધાળુઓ જે તે સ્થળ કે મંદિરમાં રહેલી શ્રદ્ધા અને વિશ્વાસને સન્માન આપે છે.પરિક્રમા સદીઓથી ચાલી આવતી પ્રથા છે. હિંદુ અને જૈન ધર્મમાં તેનું આગવું મહત્વ છે.
 
ગિરનારની લીલી પરિક્રમા | Lili Parikrama
 
હિન્દુ અને જૈન ધર્મમાં સૌથી પવિત્ર પર્વત તરીકે ગિરનારની તુલના થાય છે.હિમાલય કરતા પણ પહેલા ગિરનારના અસ્તિત્વનો હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોઈ શકાય છે. આ પર્વત પર હિન્દુ અને જૈન ધર્મના અનેક મંદિરો આવેલા છે. તે સાથે જ ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે. ગિરનારની લીલી પરિક્રમા પ્રાચીનકાળથી ચાલી આવે છે. સ્કંદ પુરાણમાં શ્રીકૃષ્ણએ પણ આ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ મળે છે.
 
ગિરનારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી લીલી પરિક્રમાનું આયોજન થાય છે. આ પરિક્રમમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. લીલી પરિક્રમા અંદેજા 36 કિમી લાંબી છે. જે ગિરનારના ગાઢ જંગલોમાંથી પગપાળા ચાલી પૂર્ણ કરવાની હોય છે. કહેવાય છે કે ગિરનારમાં 33 કરોડ દેવી-દેવતા,52 વીર,64 જોગણીયો નવનાથ વસેલા છે.લીલી પરિક્રમા કરી શ્રદ્ધાળુઓ તેમના આર્શીવાદ અને આશિષ મેળવે છે. લીલી પરિક્રમા દરમમ્યાન ગિરનારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. તેમજ જય ગિરનારીના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.
 
લીલી પરિક્રમાંનુ આયોજન
 
ગિરનારમાં આયોજીત લીલી પરિક્રમમાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જુનાગઢ નગરપાલિકા, રાજ્ય સરકાર અને આસપાસના મંદિરો અને આશ્રમો દ્વારા ખાવા પીવાની અને રહેવાની સગવડ કરવામાં આવે છે. તે ઉપરાંત ઘણા યાત્રાળુઓ પોતાની સાથે કાચી ખાદ્યસામગ્રી લાવીને જાતે જ જંગલમાં ભોજન બનાવે છે અને તેનો આનંદ માણે છે. પરિક્રમા સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહે છે.
 

Girnar Lili Parikrama 
લીલી પરિક્રમા દરમ્યાન આવતા પડાવ અને તેમનું અંતર
 
# લીલી પરિક્રમા દરમ્યાન 4 પડાવ આવે છે.
# પ્રથમ પડાવ ઝીણા બાવા મઢી 12 કિમી
# બીજો પડાવ માલવેલા 8 કિમી
# ત્રીજો પડાવ બોરદેવી મંદિર 8 કિમી
# ચોથો અને અંતિમ પડાવ ભવનાથ મંદિર 8.કિમી
 
# આ બધા પડાવ દરમિયાન શ્રદ્ધાળુઓ ત્યાં રોકાઈ આરામ અને ભોજન કરી શકે છે. આ બધા જ સ્થળોએ યાત્રાઓ માટે બધી જ સુવિધાઓ હોય છે. જેથી યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય.
 
 
આટલું ધ્યાન રાખવું | Lili Parikrama
 
લીલી પરિક્રમા ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થઈ કરવાની હોવાથી કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
 
પરિક્રમામાં જોડાતા શ્રદ્ધાળુઓને સરકાર દ્વારા અને ત્યાં રહેતા સાધુ સંતો દ્વારા હિંસક જંગલી જાનવરોથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવે છે. તે સાથે જ લોકોને સમૂહમાં ચાલવાનું કહેવામાં આવે છે.
 
# જંગલ વિસ્તાર છે માટે ઠંડી વધારે હશે. ઓઢવાનું સાથે રાખવું. શક્ય હોય તો સામાન થોડો ઓછો રાખવો જેથી પરિક્રમાનો આનંદ લઈ શકાય.
 
# પરિક્રમા દરમિયાન સેવાભાવી સંસ્થાઓના કેમ્પ હોય છે ચા-પાણી ભોજનની વ્યવસ્થા અહી થઈ જાય છે.
 
# પરિક્રમા દરમિયાન રસ્તો ચડાવ-ઉતારવાળો હોય છે. ખૂબ સરળ નથી માટે માનસિક રીતે મજબૂત બનીને પરિક્રમા કરવા જવું.
 
# ભીડ વધારે હોય છે માટે થોડા સાવચેત રહેવું જરૂરી છે. કિમતી સામાન જોડી ન રાખવો.
 
# કોઇ પ્રકારનો કચરો તમારા દ્વારા ત્યાં જંગલમાં ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવું. અહીં અનેક સેવાભાવી સંસ્થાઓ મદદ માટે હાજર હોય છે. કોઇ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ સંસ્થાઓનો સંપર્ક કરવો.
 
# આ પરિક્રમમાં ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં જોડાય છે. તે માટે રાજ્ય પરિવહન દ્વારા પણ ગિરનારની વધારાની બસો મૂકવામાં આવે છે. તે ઉપરાંત લોકો પ્રાઈવેટ વાહન કરીને પણ અહીં પહોંચી શકાય છે.
 
# પ્રસાસન દ્વારા સૂચવવામાં આવેલ દરેક સૂચનાઓનું પાલન કરવું... 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...