સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત…જાણો આ ટુરની વિશેષતા…

આ સફરમાં નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા(ગાઈડ) નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

    ૦૭-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Kesuda Tour - Statue Of Unity

Kesuda Tour - Statue Of Unity | સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતાનગર ખાતે આજ તા. ૭મી માર્ચથી કેસુડાં ટુરનો શુભારંભ | નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે...

 
ટૂરનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધીનો રહેશે
 
મુલાકાતીઓ ઓનલાઇન બુકિંગ કરી તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકશે
 

Kesuda Tour - Statue Of Unity 
 
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. એકતાનગરની આજુ-બાજુનો વિસ્તાર કેસુડાના ૬૫ હજારથી પણ વધુ વૃક્ષથી સમૃધ્ધ છે. વસંતઋતુના આગમન સાથે જ આ વિસ્તારમાં કેસુડાના ફૂલોની ચાદર છવાઇ ગઈ છે. કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન આજ સુધી સૌએ સાહિત્ય અને કાવ્યોમાં ખુબ જ સાભળ્યું હશે, પણ આ અહ્લાદક નજરાણું સામાન્ય જનતા પણ માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસુડાં ટુરનો તા. ૭મી માર્ચથી શુભારંભ થયો છે. આ સફરમાં નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા(ગાઈડ) નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.
 

Kesuda Tour - Statue Of Unity 
 
કેસુડાં ટુરમાં પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે કેસુડાના ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની પણ મુલાકાત કરાવવામાં આવશે. આ ટૂરનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધીનો રહેશે. મુલાકાતીઓ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.
 

Kesuda Tour - Statue Of Unity 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...