૩૦ વર્ષના કે તેનાથી વધુ ઉંમરના યુવાનોએ આ વાતો અચૂક યાદ રાખવા જેવી છે...!!

Life Advice For Youth in gujarati | ૩૦ વર્ષના થયા છો આટલું તો સમજી જ લો. અહીં આપેલી ૧૫ વાતો દરેક યુવાનોએ એકવાર જરૂર સમજવા જેવી છે. આ ઉંમર સમય બગાડવા કરતા કંઇક કરવાની છે. આ ૧૫ વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે..વાંચો

    ૦૫-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Life Advice For Youth in gujarati
 

By age 30, you should be smart enough to never do this in your life...!

Life Advice For Youth in gujarati | ૩૦ વર્ષના થયા છો આટલું તો સમજી જ લો. અહીં આપેલી ૧૫ વાતો દરેક યુવાનોએ એકવાર જરૂર સમજવા જેવી છે. આ ઉંમર સમય બગાડવા કરતા કંઇક કરવાની છે. આ ૧૫ વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે..વાંચો...
 
 
#૧ શું તમારા વિશે બધા બધુ જ જાણે છે?
 
શું તમે એક ખુલ્લી પુસ્તક જેવા છો? તમારા વિશે બધા બધું જ જાણે છે? બધા નહીં તો એક કે બે તમારા ખાસ મિત્રો તમારા વિશે બધું જ એટલે બધુ જ જાણે છે? જવાબ હા હોય તો થોડા ચતુર બનવાની જરૂર છે. તમારા ગમે તેવા ખાસ મિત્રો હોય બધું જ કહેવાની ભૂલ ન કરો...તમારા વિશે બધુ જ જાણતા હોય તેવો કોઇ વ્યક્તિ આ દુનિયામાં ન હોવો જોઇએ...બધી જ નહી પણ થોડી વાતો એવી હોય છે જે કોઇને ન કહેવી જોઇએ...!
 
#૨  ૯ થી ૫ ની એક નોકરી પર નિર્ભર છો?
 
૩૦ની ઉંમર છે. ખૂબ યંગ છો. ધારો એ કરી શકો છો? માત્ર ૯ થી ૫ની નોકરી કરીને સંતોષ ન મેળવો. નોકરી કરવી હોય તો કરો પણ અન્ય ટાસ્ક પણ લો. આવકના અન્ય માધ્યમો પણ ઉભા કરો. જીવનમાં આવકના એક કરતા વધારે સાધનો હોવા જરૂરી છે અને આ કાર્ય કરવા ૩૦ની ઉંમર શ્રેષ્ઠ છે...!
 
#૩ આરોગ્યને જાળવો
 
શરીરનું ખૂબ ધ્યાન રાખો. ગમે તે ન ખાવ, યોગ્ય આહાર લો. ૭ કલાકની પૂરતી ઊંઘ લો. થોડી કસરત કરો. તમારી પાસે એક જ શરીર છે તેનું ધ્યાન રાખો. જીવનની અમૂલ્ય મિલકત તમારું શરીર છે. ખૂબ સાચવો.
 
#૪ ખોટી આદતોથી દૂર રહો
 
આ ઉંમરમાં મિત્રો સાથે રજાઓમાં વ્યશન કરી મજા કરવી ગમે...?! તમે આવું કરતા હોવ તો ફરી વિચારવાની જરૂર છે. શરીરને સાચવવું હોય તો વ્યસનથી દૂર રહો. મિત્રો કરતા હોય તો તેના જેવું કરવાની જરૂર નથી. ભલે તમારી મજાક ઉડાવાય. તમે તમારા આરોગ્ય, તમે જોયેલા સપનાઓને જ મહત્વ આપો. એકવાર સફળ થઈ જશો પછી કોઇ તમારી મજાન નહીં ઉડાવે…
 
#૫ માતા-પિતા નહી તમે જવાબદાર છો?
 
બધી વાતો, સમસ્યા માટે માતા-પિતાને જવાબદાર ગણવાનું બંધ કરી દો. દોષનો ટોપલો બીજાઓ પર ઢોળવાનું બંધ કરી દો. તમારે પોતે જવાબદારી લેવાનો આ સમય અને ઉંમર છે. જવાબદારી લો અને આગળ વધો.
 
#૬ યોગ્ય સમયની રાહ ન જુવો
 
તમારે જે મેળવવું છે તેને મેળવવા કામ શરૂ કરી દો. યોગ્ય સમયની રાહ ન જુવો. જેને કંઇક કરવું છે તેના માટે દરેક સમય યોગ્ય જ હોય છે. હકીકત એ છે કે આ બધા કામ ન કરવાના બહાના હોય છે. આળસ હોય છે. ઝડપથી કામે લાગી જાવ. આ ઉંમર સપના પૂરા કરવા સખત મહેનત કરવાની છે. આ સમય ગયો તો તમારું સપનુ સપનુ જ બની રહેશે. યાદ રાખો પસાર થયેલો સમય પાછો નથી આવતો…!
 
#૭ ટીકાને ધ્યાનથી સાંભળો
 
કોઇ તમારી ટીકા કરે તો નિરાશ ન થાવ. તેના પર ધ્યાન આપો. શું આ ટીકા સાચી છે? સાચી હોય તો વિચારો, સુધાર લાવો. ખોટી હોય તો ભૂલી જાવ. શીખતા રહો. તમારું પણ એક ઓબ્જરવેશન હોવું જોઇએ. યાદ રાખો સ્વસ્થ માનસિક સ્થિતિ તમારું શ્રેષ્ઠ હથિયાર છે. માનસિક સ્વાસ્થ પર હંમેશાં ધ્યાન આપો...
 
#૮ બધા જોડે સલાહ લેવાની જરૂર નથી
 
બધા જોડે સલાહ ન લેવી જોઇએ. જેટલી સલાહ લેશો એટલા જ કન્ફ્યુઝ રહેશો. એક ઉદાહરણ ધ્યાનમાં રાખો. અર્જૂને માત્ર એક વ્યક્તિની જ સલાહ લીધી હતી અને દુર્યોધને બધા પાસેથી સલાહ લીધી હતી. હવે તમે જ નક્કી કરો…!!
 
#૯ પુસ્તકોને મિત્ર બનાવો
 
પુસ્તકને તમારો સૌથી શ્રેષ્ઠ મિત્ર બનાવો. તે તમને બધું જ આપશે. જીવનના અનેક શ્રેષ્ઠ પાઠ તમને પુસ્તક ભણાવશે.
 
#૧૦ લોકોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ન કરો
 
આ ઉંમર છે ઇમ્પ્રેસ કરવાની પણ તેનાથી તમને શું મળશે? તમારી એક નકલી ઇમેજ લોકો સામે બનશે અને પછી તેને જાળવી રાખવા તમે બનાવટી વ્યવહારો કરતા રહેશો. આવું ન કરો. ધનવાન બનો પણ ધનવાન છો એવો દેખાડો ન કરો. ઇમ્પ્રેસ કરવા જ હોય તો સ્વયંને કરો.
 
#૧૧ કોઇના સહારે ન રહો
 
કોઇ આવશે અને તમારી મદદ કરશે, કોઇ આવીને તમને બચાવશે, કોઇ આવીને તમારી સમસ્યા દૂર કરી દે છે...આવા સપનામાં ન રહો. પરિસ્થિતિઓનો સામનો કરો અને કોઇના ભરોશે ક્યારેય ન રહો. યાદ રાખો તમારી લડાઈ તમારે જ લડવાની છે અને તમારે જ જીતવાની છે...!
 
#૧૨ સ્વયંને ન છેતરો..!
 
પોતાની જાતને છેતરશો નહી! કદાચ લોકો તમારા બહાના કે તર્ક સાચા માનશે પણ ખોટા હશો તો સ્વયંને કેવી રીતે મનાવી શકશો? સ્વયંને ન છેતરો...સ્વયં સાથે પ્રામાણિક રહો...
 
#૧૩ તકની રાહ ન જુવો
 
૩૦ની ઉંમરે તકની રાહ જોઇને બેસી રહેવું યુવાનીનું અપમાન કર્યા બરાબર છે. તક ન મળે તો ઊભી કરો.
 
#૧૪ લોકો સાથે ચર્ચામાં સમય ન બગાડો
 
ચર્ચા વ્યર્થ છે. લોકો સાથે ચર્ચામાં ન પડો. તમે કોઇને તમારા વિચારોથી સહમત નહીં કરી શકો. ચર્ચામાં જીતી જવાથી પણ તમને કોઇ ફાયદો થવાનો નથી. તમારે લોકો સામે કશું સાબિત કરવાની જરૂર નથી. તમે હોશિયાર છો. ચર્ચા કરી તેને સાબિત કરવાની જરૂર નથી. આટલું સમજો…!
 
#૧૫ ડર કરો દૂર
 
ડરને દૂર કરો. ના પાડતા શીખો. પ્રયત્ન કરો, પ્રયત્નો પહેલા હારનો ડર ન રાખો. ૩૦ની જ ઉંમર છે...નિષ્ફળ જશો તો પણ શું? શીખવા મળશે. ફરી ઊભા થાવ અને આગળ વધો.
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...