રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે ? સંઘની યોજના દરેક ગામમાં, દરેક ગલીમાં સારા સ્વયંસેવક ઊભા કરવાની છે.

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.

    ૦૫-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Rashtriya Swayamsevak Sangh Ideology  

વ્યાખ્યાનમાળા – ૧ ભવિષ્યનું ભારત – સંઘનો દૃષ્ટિકોણ | ભાગ 3

 
સંઘની યોજના દરેક ગામમાં, દરેક ગલીમાં સારા સ્વયંસેવક ઊભા કરવાની છે. સારા સ્વયંસેવકનો અર્થ છે જેનું પોતાનું ચરિત્ર વિશ્વાસાસ્પદ છે, શુદ્ધ છે. જે સંપૂર્ણ સમાજને, દેશને પોતાનો માનીને કામ કરે છે. કોઈને ભેદભાવથી, શત્રુતાના ભાવથી નથી જોતો અને તેના કારણે જેણે સમાજનો સ્નેહ અને વિશ્વાસ અર્જિત કર્યા છે.
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે ? આ કાર્યપ્રણાલી (Methodology) છે, બીજું કશું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામનું જે સંગઠન છે તે શું કરે છે ? તે વ્યક્તિ નિર્માણનું કામ કરે છે. કારણ કે સમાજના આચરણમાં ઘણા પ્રકારના પરિવર્તન આજે પણ આપણે ઈચ્છીએ છીએ. આપણે ભેદમુક્ત સમાજ જોઈએ છે, સમતાયુક્ત સમાજ જોઈએ, શોષણમુક્ત સમાજ જોઈએ. સમાજમાંથી સ્વાર્થ પણ જવો જોઈએ. પણ આ જવું જોઈએ માત્ર એવું કહેવાથી જશે નહીં. સમાજનું આચરણ ઉદાહરણોની ઉપસ્થિતિમાં બદલાય છે. આપણે ત્યાં આદર્શ મહાપુરુષોની કોઈ ઉણપ નથી. દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આપણી આ ભૂમિમાં આદિકાળથી આ ક્ષણ સુધી ઘણા લોકો છે. પણ આપણા સામાન્ય સમાજની પ્રવૃત્તિ શું છે ? તે તેમની જયંતી, પુણ્યતિથિ મનાવે છે. તેમની પૂજા જરૂર કરશે, તેમના જેવા ભૂલથી પણ નહીં બને. છત્રપતિ શિવાજી મહારાજ ફરીથી થવા જોઈએ પણ મારા ઘરમાં ના થવા જોઈએ, બીજાના ઘરમાં થવા જોઈએ. કેટલાક વર્ષ પહેલા રીડર્સ ડાયજેસ્ટમાં મેં એક અંગ્રેજી વાક્ય વાંચ્યું હતું, The ideals are like stars, which we never reach. આદર્શ દૂર જ રહે છે. તેમની પૂજા થાય છે, તેમનું અનુકરણ નથી થતું. આગળનું વાક્ય છે, But we can plot our chart according to them. તેમા ploting the chartનું કામ નથી હોતું, તે કોના ભરોસે થાય છે ? આપણા નિકટના જે લોકો છે, તેમના આચરણનો પ્રભાવ આપણા આચરણ પર થાય છે. જો દેશના પ્રત્યેક ગામમાં, પ્રત્યેક ગલી, મહોલ્લામાં સ્વતંત્ર ભારતના આજના નાગરિક જેવું આચરણ હોવું જોઈએ, એવું આચરણ કરનારા દરેક પરિસ્થિતિમાં તેને ન છોડનારા, તેના પર અડગ રહેનારા, ચારિત્ર્યસંપન્ન, સંપૂર્ણ સમાજ સાથે પોતાનો આત્મીય સંપર્ક રાખનારા લોકો ઊભા થઈ જશે, તો એ વાતાવરણમાં સમાજનું આચરણ બદલાશે.
 
 

સંઘ બસ આટલો જ છે, આનાથી વધારે કશું નથી….

 
સંઘની યોજના દરેક ગામમાં, દરેક ગલીમાં સારા સ્વયંસેવક ઊભા કરવાની છે. સારા સ્વયંસેવકનો અર્થ છે જેનું પોતાનું ચરિત્ર વિશ્વાસાસ્પદ છે, શુદ્ધ છે. જે સંપૂર્ણ સમાજને, દેશને પોતાનો માનીને કામ કરે છે. કોઈને ભેદભાવથી, શત્રુતાના ભાવથી નથી જોતો અને તેના કારણે જેણે સમાજનો સ્નેહ અને વિશ્વાસ અર્જિત કર્યા છે. આવું આચરણ કરનારા લોકોની ટોળી પ્રત્યેક ગામમાં, પ્રત્યેક મહોલ્લામાં ઊભી થાય. આ યોજના ૧૯૨૫માં સંઘના રૂપમાં પ્રારંભ થઈ. સંઘ બસ આટલો જ છે, આનાથી વધારે કશું નથી.
 

સંપૂર્ણ હિંદુ સમાજને અમારે સંગઠિત ક૨વો છે.

 
ડૉ. હેડગેવારને પૂછવામાં આવ્યું કે આપ શું કરશો ? ૧૯૨૮માં જ્યારે પહેલી વાર સંઘનું પથસંચલન નાગપુરમાં થયું, તેમાં વધારે લોકો ન હોતા. ૨૧-૨૨ જેવી સંખ્યા હતી. પણ આપણા સમાજમાં એ વખતે ૨૧-૨૨ લોકો પણ એક દિશામાં પગલું મેળવીને ચાલી રહ્યા હોય એ દૃશ્ય ઘણું દુર્લભ હતું. તેથી લોકો પ્રભાવિત થઈ ગયા અને ડૉ.હેડગેવારની પાસે ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે આ ક્રાંતિકારી મનોવૃત્તિના માણસ છે. તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું છે. તો તેમને લાગ્યું કે એમની ચોક્કસ કોઈ દૂરની રૂપરેખા (Design) છે. આ લોકોએ ખૂબ વિશ્વાસમાં લઈને પૂછ્યું, ડૉકટર સાહેબ હવે આપણા પચાસ લોકો થઈ ગયા, હવે આપ શું કરશો ? તો ડૉ.સાહેબે કહ્યું કે પચાસ પછી પાંચસો કરીશું. પાંચસો પછી ફરી પાંચ હજાર કરીશું. પાંચ હજાર થયા પછી ? હજુ ક્યાં થયા છે? નથી થયા પણ માની લો કે થઈ ગયા તો શું કરશો ? પચાસ હજાર કરીશું. આમ વધતા-વધતા પાંચ કરોડ સુધી પહોંચ્યો, ત્યારે તેણે કંટાળીને પૂછ્યું કે આપ આનું શું કરશો ? તો ડૉકટર સાહેબે કહ્યું કે સંપૂર્ણ હિંદુ સમાજને અમારે સંગઠિત ક૨વો છે. તેમાં પોતાનું અલગ સંગઠન ઊભું કરવું નથી. બધાને સંગઠિત કરવા છે. આ છોડીને અમારે બીજું કોઈ કામ કરવું નથી કારણ કે આવો સમાજ ઊભો થયા પછી જે થવું જોઈએ તે આપોઆપ થશે. તેના માટે ‘બીજું ’ કશું કરવું નહીં પડે....
 
- ડૉ. મોહનરાવ ભાગવત (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક )
( આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત "ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ" પુસ્તિકામાંથી સાભાર...)
 
 
 
આ શ્રેણીના અન્ય ભાગ વાંચવા અહીં ક્લિક કરો...