પાથેય । ચાણક્યની ત્રિગુણી પરીક્ષા જાણવા જેવી છે

    ૨૯-જૂન-૨૦૨૩   
કુલ દૃશ્યો |

chankya_1  H x
 
એક દિવસ ચાણક્યના કોઈ પરિચિત તેમની પાસે આવ્યા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કહેવા લાગ્યા, `તમે જાણો છો મેં હાલમાં જ તમારા મિત્ર વિશે શું સાંભળ્યું છે ?'
 
આ સાંભળી ચાણક્યે કહ્યું, `તમારી વાત હું ચોક્કસ સાંભળીશ, પરંતુ તે પહેલાં તમારે મારી ત્રિગુણી પરીક્ષામાંથી પસાર થવું પડશે.' પેલી વ્યક્તિએ કહ્યું, `ત્રિગુણી પરીક્ષા એ વળી શું છે ?'
 
ચાણક્યે જવાબ આપ્યો, `તમે મારા મિત્ર અંગે મને કંઈ કહો તે પહેલાં તમારી વાતમાં કેટલું સત્ય છે એ જાણવું મારા માટે જરૂરી છે અને આ પરીક્ષાને હું ત્રિગુણી પરીક્ષા કહું છું અને આની પહેલી પરીક્ષા સત્ય છે. તમે મને જણાવશો તમે મને જે કહેવા માંગો છો એ સંપૂર્ણ સત્ય છે તેનો તમને પૂર્ણ વિશ્વાસ છે ?'
 
પેલી વ્યક્તિએ કહ્યું, `ના, હકીકતમાં મેં એ કોકના મોંએ સાંભુળ્યું હતું. ખુદ અનુભવ્યું નથી.'
 
ચાણક્યે કહ્યું, `ઠીક છે, હવે મારી બીજી પરીક્ષા જે અચ્છાઈ છે. શું તમે મને મારા મિત્રની કોઈ અચ્છાઈ જણાવવા માગો છો ?'
 
`બિલકુલ નહીં,' પેલી વ્યક્તિએ કહ્યું.
 
ચાણક્યે કહ્યું, `તો પછી તમે જે કહેવા માંગો છો એ મારા માટે ખૂબ જ ઉપયોગી છે ?'
 
પેલી વ્યક્તિએ કહ્યું, `ના, એવું પણ નથી.'
 
આ સાંભળી ચાણક્યે કહ્યું, `તમે મને મારા મિત્ર વિશે જે કહેવા માંગો છો, તે ન તો સંપૂર્ણ સત્ય છે કે ન તો મારા માટે સારું કે નથી મારા માટે ઉપયોગી. તો પછી તમે મને એ વાત જણાવવા કેમ માગો છો ? અને હું શું કામ તમારી એ વાત સાંભળું ?'

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...