ભારતનો સૌથી જૂનો ડેમ આજે પણ અડીખમ છે..૧૦ લાખ એકડ જમીનને રાખે છે પાણીદાર ..!! Kallanai Dam

કલ્લનૈ બંધ - આ ભારતનો પહેલો અને દુનિયાનો સૌથી જૂનો બંધ છે જે આજે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આજે પણ ૧૦ લાખ એકડ જમીનને પાણીદાર રાખે છે આ બંધ...

    ૧૩-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

kallanai dam
 
 
કલ્લનૈ બંધ - આ ભારતનો પહેલો અને દુનિયાનો સૌથી જૂનો બંધ છે જે આજે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આજે પણ ૧૦ લાખ એકડ જમીનને પાણીદાર રાખે છે આ બંધ...
 
તમિલનાડુના તંજાવુર જિલ્લાના ચોલ સ્રમાટ કરિકાલે 2,000 વર્ષ પહેલા શ્રીલંકા વિજ્ય પછી 12,00 યુદ્ધબંધકો પાસે કાવેરી નદી પર કલ્લનૈ બંધ બંધાવ્યો હતો. જે આજે પણ સારી સ્થિતિમાં છે. આ ભારતનો પહેલો અને દુનિયાનો સૌથી જૂનો બંધ છે. તેનો હેતુ નદીનો પ્રવાહ જિલ્લાઓ તરફ વાળી સિંચાઈ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો. મહત્વની વાત એ છે કે તેને કાવેરી નદીના કાંઠા પર જોવા મળતા નાના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો છે. આ બંધ 329 મીટર લાંબો, 20 મીટર એટલે કે 66 ફૂટ પહોળોઅને 5.4 મીટર એટલે કે 18 ફૂટ ઊંચો છે.

kallanai dam 
 
વીકીપીડિયા પ્રમાણે આ વિશ્વનો ચોથો સૌથી જૂનો બંધ છે. આ પુલ આજે પણ કાર્યરત છે. તેની ભવ્ય વાસ્તુકલાના કારણે તે આજે પણ અહીંના પ્રવાસન સ્થળોમાં સૌથી આગળ છે. એવું કહેવાય છે કે આ પુલ ચોલ રાજા કરિકાલન દ્વારા ૨૦૦૦ વર્ષ પહેલા બનાવાયો હતો. તમિલનાડુમાં આજે પણ સિંચાઈ માટે આ બંધ ઉપયોગી છે. તેની નિર્માણ શૈલીના કારણે તેને આર્કિટેક્ચર અને ઇન્જિનિયરિંગનું અદ્‌ભુત કૌશલ્યના રૂપે જોવામાં આવે છે. આખી દુનિયા માટે તે પ્રેરણાસ્ત્રોત છે.
 
અંગ્રેજોના સમયે ૧૮૦૪માં કેપ્ટન કાલ્ડવેલ નામના એન્જિનિયરને આ બંધનું નિરિક્ષણ કરવાની સૂચના મળી. તેમને લાગ્યુ કે જો આ બંધની ઊંચાઈ વધારી દેવામાં આવે તો વધારે લોકો સુધી પાણી પહોંચી શકે છે. આથી ચોક્કસ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરી આ બંધની ઊંચાઈ ૦.૬૯ મીટર વધારવામાં આવી. આજે આ બંધ ૧૦૦૦ ફૂટ લાંબો અને ૬૦ ફૂટ પહોંળો છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે તે સમયે આ બંધ થકી ૬૯ હજાર એકડ જમીનની સિંચાઈ થતી હતી આજે ૧૦ લાખ એકડ જમની સુધી સિંચાઈ થકી પાણી પહોંચે છે. અંગ્રેજોએ આ બંધને ગ્રૈન્ડ એનીકટ નામ આપ્યું છે અને વંડર્સ ઓફ એન્જિનિયરિંગ કહ્યો છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...