વિજયનગર - દક્ષિણ ભારતમાં આવેલું હિન્દુસામ્રાજ્ય જેના ભગ્ન અવશેષો તેની જાહોજલાલીની સાક્ષી પૂરે છે.

મધ્યયુગમાં માત્ર આ એવું સામ્રાજ્ય હતું જેની જાહોજલાલી વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. આજે પણ આ હિન્દુસામ્રાજ્યના ભગ્ન અવશેષો તેની જાહોજલાલીની સાક્ષી પૂરે છે.

    ૧૮-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Vijayanagar Empire gujarati
# આપણા ભારતના વૈભવશાળી વિજયનગર ( Vijayanagar Empire ) ના હિન્દુ સામ્રાજ્યની ભવ્યતાનો ટૂંકો પરિચય

# વિજયનગરના સામ્રાજ્ય ( Vijayanagar Samrajya )નો ઇતિહાસ ભવ્ય છે, તેની ભવ્યતાનો વારસો અદ્ભુત છે. એનાં જર્જરિત સ્થાપત્યો હજુ આજેય એની ભવ્યતા અને શૂરવીરતાની સાક્ષી પૂરે છે. એના ઇતિહાસ પર એક નજર કરીએ.

# મધ્યયુગમાં માત્ર આ એવું સામ્રાજ્ય હતું જેની જાહોજલાલી વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. આજે પણ આ હિન્દુસામ્રાજ્યના ભગ્ન અવશેષો તેની જાહોજલાલીની સાક્ષી પૂરે છે.
Vijayanagar Empire | કોઈપણ દેશની સંસ્કૃતિ તે દેશના ઇતિહાસમાં સમાવિષ્ટ હોય છે. આથી તે દેશની સભ્યતા અને સંસ્કૃતિ જાણવા માટે તે દેશનો ઇતિહાસ જાણવો આવશ્યક છે. જે દેશની પ્રજાએ પોતાના ભવ્ય અતીતને વિસારી દીધો છે, તે દેશની પ્રજા ગુલામ બની છે. આપણા ભારત દેશનો પણ ભવ્ય ઇતિહાસ છે. આપણા ભારતના વૈભવશાળી વિજયનગરના હિન્દુ સામ્રાજ્યની ભવ્યતાનો ટૂંકો પરિચય મેળવીએ.
 

Vijayanagar Empire gujarati 
 
 
વિજયનગરના હિન્દુ સામ્રાજ્યનો પાયો સંગમ વંશના પ્રથમ રાજવી હરિહર દ્વારા નંખાયો 
 
વિજયનગરના સામ્રાજ્ય ( Vijayanagar Empire ) નો ઇતિહાસ ભવ્ય છે, તેની ભવ્યતાનો વારસો અદ્ભુત છે. એનાં જર્જરિત સ્થાપત્યો હજુ આજેય એની ભવ્યતા અને શૂરવીરતાની સાક્ષી પૂરે છે. એના ઇતિહાસ પર એક નજર કરીએ. તાજેતરનું સંશોધન અને શિલાલેખોના અર્થઘટન દ્વારા પ્રમાણિત થયું છે કે વિજયનગરના સ્થાપકો હરિહર અને બુક્કારાય બંને હોયસલના હિન્દુ રાજા બલ્લાલ ત્રીજો કે જે કર્ણાટકમાં શાસન કરતો હતો, તેની આગેવાની નીચે કર્ણાટક રાજ્યની ઉત્તરી સીમાનું મુગલ આક્રમણખોરો સામે રક્ષણ કરવાની જવાબદારી નિભાવતા હતા. ઈ. સ. 1320નો એક શિલાલેખ નોંધે છે કે હિન્દુ શાસક રાજા બલ્લાલ ત્રીજાએ વિજયવિરુપાક્ષ હોશપટ્ટન નગરની સ્થાપ્ના કરેલી, જે વિજયનગર હિન્દુ સામ્રાજ્ય સ્વરૂપે વિકસિત થયું હતું. બલ્લાલ ત્રીજા અને બલ્લાલ ચોથાના મૃત્યુ બાદ બલ્લાલ ત્રીજાની વિધવા રાણીએ હરિહર અને બુક્કારાયને કાયદેસરના વારસ જાહેર કર્યા. આમ ઈ. સ. 1346માં સર્વપ્રથમ વિજયનગરના હિન્દુ સામ્રાજ્યનો પાયો સંગમ વંશના પ્રથમ રાજવી હરિહર દ્વારા નંખાયો.
 

Vijayanagar Empire gujarati 
 
 
અને નવીન રાજતંત્ર સ્થાપવાની પ્રેરણા આપી...
 
 
આ અગાઉ મહંમદ તુઘલકના સમયમાં ઈ. સ. 1336માં આ બંને ભાઈઓને (હરિહર અને બુક્કારાય) મહંમદ તુઘલકના આક્રમણ સમયે યુદ્ધબંદી તરીકે રાખવામાં આવ્યા અને બળજબરીપૂર્વક તેઓને મુસ્લિમ બનાવવામાં આવ્યા. મહંમદ તુઘલકના અધિકારીઓની ચુંગાલમાંથી તેઓ કુનેહપૂર્વક છૂટી શક્યા હતા. તેમના ગુરુ વિદ્યારણ્યે તેમને પુન: હિન્દુ ધર્મમાં પ્રવેશ આપ્યો અને નવીન રાજતંત્ર સ્થાપવાની પ્રેરણા આપી.
 
આ અગાઉ પણ ચાલુક્ય, યાદવ અને હોયસલ વંશના હિન્દુ શાસકોએ હિન્દુ ધર્મની રક્ષાર્થે મુગલો સામે અનેક સંઘર્ષો કર્યા હતા. વિજયનગર હિન્દુ સામ્રાજ્ય પર મુખ્યત્વે ચાર વંશોના શાસકોએ શાસન કર્યુ હતું, તેમાં સંગમ, સાલુવ, તુળુવ અને અરવિડુ વંશના હિન્દુ રાજાઓનો સમાવેશ થાય છે.
 
સર્વ શાસકોમાં સૌથી વધુ પ્રભાવશાળી શાસન તુલુવવંશના હિન્દુ રાજા કૃષ્ણદેવરાય (1509, 29)નું રહ્યું. રાજા કૃષ્ણદેવરાય એક સફળ વ્યવસ્થાપક અને યુદ્ધવિશારદ હતા. આ ઉપરાંત તે એક મોટા સ્થપતિ પણ હતા. દક્ષિણનાં લગભગ તમામ મંદિરોના કેટલાય સ્તંભ તેમના સમયમાં ઊભા કરાયા હતા.
 
આ સંઘર્ષમાં વિજયનગરના 16,000 સૈનિકો શહીદ થયા હતા...
 
કૃષ્ણદેવરાયે પોતાના શાસનકાળ દરમિયાન 13 જેટલાં યુદ્ધો કર્યાં હતાં. તે તમામમાં તેઓ વિજયી બન્યા હતા. જેવા કે ઈ. સ. 1509-10માં બીડરના સુલતાન મહમૂદશાહને અદોની પાસે હાર આપી. 1510માં ઉમ્માતુરના વિદ્રોહી સામન્તને પરાસ્ત કર્યો.
કૃષ્ણદેવ રાય ( Krishnadevaraya ) નું અંતિમ સૈન્ય અભિયાન ઈ. સ. 1520માં બીજાપુર સામેનું રહ્યું, જેમાં કૃષ્ણદેવરાયે ( Krishnadevaraya ) સુલતાન ઈસ્માઈલ આદિલશાહને પરાસ્ત કરી ગુલબર્ગાના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો અને હિન્દુ ધર્મ રાજ્યનું સ્થાપ્ન કર્યુ. આ રાયચૂરના સંગ્રામમાં કૃષ્ણદેવરાયે 7,03,000 પાયદળ, 32,600 ઘોડેસવારો અને 551 ગજસેના સાથે ઈસ્માઈલ આદિલશાહ પર આક્રમણ કર્યુ હતું. આ સંઘર્ષમાં વિજયનગરના 16,000 સૈનિકો શહીદ થયા હતા.
 

Vijayanagar Empire gujarati 
 
સમ્રાટ કૃષ્ણદેવરાય ( Krishnadevaraya ) કુશળ સંગઠક હતા. છૂટાછવાયા હિન્દુ શાસકોને સંગઠિત કરી મુસ્લિમ સલ્તનતની છાતી પર વિશાળ હિન્દુ સામ્રાજ્યની (Hindu Samrajya ) સ્થાપ્ના કરી હતી.
 
મુગલોના અત્યાચારોથી દક્ષિણ ભારતની ત્રાસેલી પ્રજામાં સ્વાભિમાનની ભાવના જગાવવામાં સમ્રાટ કૃષ્ણદેવરાયનું નામ મોખરે છે.
 
કૃષ્ણદેવરાયના દરબારમાં વેદોના ભાષ્યકાર સાયણ અને તેમના ભાઈ માધવ વિદ્યારણ્ય જેવા વિદ્વાનો બિરાજમાન રહેતા અને માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવતા.
 
વિજયનગર હિન્દુ સામ્રાજ્ય ( Vijayanagar Hindu Empire )એ દિલ્હીની મોગલ સલ્તનતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ-સમાજ સામે ઊભા કરેલા પડકારની સામે પડકાર હતો.
 
હિન્દુસામ્રાજ્ય વિજયનગરની સીમાઓ... 
 
વિજયનગર હિંદુસામ્રાજ્યની સ્થાપ્ના કરનાર હરિહર અને બુક્કારાયના પિતાનું નામ સંગમ હતું તેથી તેના નામ ઉપરથી વિજયનગર ( Vijayanagar Empire ) ના પહેલા રાજવંશનું નામ સંગમવંશ પડ્યું. આ હિન્દુસામ્રાજ્ય વિજયનગરની સીમાઓ ઉત્તરે કૃષ્ણા નદીથી દક્ષિણે કાવેરી નદી સુધી અને પૂર્વ તથા પશ્ર્ચિમે સમુદ્રો સુધી ફેલાઈ હતી. આ સામ્રાજ્યની વિજયનગરની મુલાકાતે આવેલા મુસાફર અને એલચીઓ જેમકે નિકોલો કોન્ટી, ડોમીગોંસ પાએઝ, ડૂઆર્ટ બાબોર્સ (પોર્ટુગીઝ યાત્રી) અને અબ્દુલ રઝઝાકે મુક્તકંઠે પ્રશંસા કરેલ છે.
 

Vijayanagar Empire gujarati 
 
વિજયનગરના હિંદુસામ્રાજ્યના શાસકો સાહિત્ય અને કલાના ઉપાસક હતા. તે વિદ્વાનોના આશ્રયદાતા હતા. રાજ્યની સ્થાપ્ના સમયે જ વેદોના ભાષ્યકાર સાયણ અને તેમના ભાઈ માધવ વિદ્યારણ્ય જેવા વિદ્વાનો થઈ ગયા. ભક્તિ આંદોલનના જાણીતા સંતો વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ પણ આ હિન્દુ વિજયનગરના સામ્રાજ્યના દરબારમાં પધાર્યા હતા. સમ્રાટ કૃષ્ણદેવરાયે વલ્લભચાર્યનું સુવર્ણમુદ્રા વર્ષા દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.
 
સંગીત-મંદિરનું નિર્માણ... 
 
વિજયનગરના હિન્દુસામ્રાજ્યના ( Vijayanagar Hindu Samrajya ) શાસકો સ્થાપત્યના વિકાસમાં ઊંડો રસ લેતા, અનેક કિલ્લાઓ, રાજમહેલો, મંદિરો, જળાશયો બંધાવ્યાં હતાં. હમ્પીના અવશેષો આજે પણ આ હિન્દુ સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. સમ્રાટ કૃષ્ણદેવરાયે બંધાવેલા વિઠ્ઠલમંદિર, હજારા સ્વામી મંદિર અને વિરુપાક્ષ નામે સુંદર મંદિર બંધાવ્યાં હતાં. આ મંદિરોની સ્તંભરચના અદ્ભુત હતી. તેઓ ચિત્ર-સંગીત, નૃત્ય વગેરે કલાના પણ રસીક હતા. તેમણે સંગીત-મંદિરનું નિર્માણ કર્યું હતું તેના સ્થંભો પર વિભિન્ન વાદ્યો કોતરવામાં આવ્યાં હતાં, જે આજે પણ ઉપલબ્ધ છે.
 
વિજયનગર ( Vijayanagar Empire ) ના હિન્દુસામ્રાજ્યમાં ચિકિત્સાલય, પશુચિકિત્સા, ખગોળશાસ્ત્ર વગેરે અનેક સાહિત્યકૃતિઓની રચના થઈ હતી. ચિકિત્સાશાસ્ત્રના ક્ષેત્રે શ્રીધરનું ‘વૈદ્યામુત’ અને સાલવનું ‘વૈદ્યસંગત્ય’ નામે બે કૃતિઓમાં માનવરોગોના ઉપચારો સૂચવવામાં આવેલા છે.
 
આમ મધ્યયુગમાં માત્ર આ એવું સામ્રાજ્ય હતું જેની જાહોજલાલી વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. આજે પણ આ હિન્દુસામ્રાજ્યના ભગ્ન અવશેષો તેની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. આ હિન્દુસામ્રાજ્યના ભગ્ન અવશેષોને ફરીથી પુન:જીવિત કરીને એક ઐતિહાસિક હિન્દુ પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવે તેવી આજના દેશના શાસકો પાસે હિન્દુ સમાજની અપેક્ષા છે.
 
 
કેવી રીતે પહોંચશો ? How To Reach?
 
 
રાજ્ય : કર્ણાટક | Karnataka
શહેર : હમ્પી, વિજયનગર, બેલારી |  Hampi | Vijayanagar
 
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લામાં આ વિજયનગર ( Vijayanagar Empire ) હાલ આવેલું છે. એક જમાનામાં વિજયનગરની રાજધાની ‘હમ્પી’ ગણાતી. હમ્પીથી 13 કિ.મી. દૂર હોસપેટ રેલવે જંક્શન આવેલું છે. વિમાન દ્વારા જવું હોય તો આ સ્થળથી 143 કિ.મી. દૂર હુબલી એરપોર્ટ જવું પડે. અહીં કર્ણાટક સરકારની બસ-સર્વિસનો પણ તમે ઉપયોગ કરી શકો...
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...