દુનિયાની નજર ભારત પર અને ભારતની નજર આકાશ તરફ...વાંચો હકીકત

આજ સુધી આટલા બધા લોકોએ જીવંત પ્રસારણ ક્યારેય જોયું નથી. આજે આખી દુનિયાની નજર ભારત છે અને ભારતની નજર ચંન્દ્ર-સૂર્ય-અંતરીક્ષ પર છે...

    ૨૪-ઓગસ્ટ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

isro record
 
 
છેલ્લા ૧૮ કલાકમાં ઇસરોની સત્તાવાર યૂટ્યુબ ચેનલ પર ૭ કરોડ લોકોએ ચન્દ્રયાન - ૩ નું ચન્દ્ર પરનું સફળ લેન્ડિંગનો વીડિઓ જોયો છે. ચન્દ્રયાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે ૮૩ લાખ લોકો લાઇવ (જીવંત પ્રસારણ) જોઇ રહ્યા હતા. આ પણ એક રેકોર્ડ છે.
 
આજ સુધી આટલા બધા લોકોએ જીવંત પ્રસારણ ક્યારેય જોયું નથી. આ પહેલા આ રેકોર્ડ સ્પેનિશ સ્ટ્રીમર Ibai ના નામે હતો, જેણે એક live કર્યું હતું ત્યારે એક સાથે 3.4 મિલિયન લોકોએ Live નિહાળ્યું હતું.
 
આજે આખી દુનિયાની નજર ભારત છે અને ભારતની નજર ચંન્દ્ર-સૂર્ય-અંતરીક્ષ પર છે....
 
 
 આપ પણ આ વીડિઓ જુવો....
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...