ભારતમાં હિન્દુઓની ઘટતી જનસંખ્યા - બટેંગે તો કટેંગે જ નહીં... - ઘટેંગે તો ભી કટેંગે...
અડધોઅડધ ભારત હિન્દુઓની ઘટેલી જનસંખ્યાને કારણે આપણે ગુમાવી ચૂક્યા છીએ. અને હાલ ત્યાં હિન્દુઓની શી સ્થિતિ છે? પાકિસ્તાનમાં હિન્દુ વહુ-દીકરીઓનાં અપહરણ, મતાંતરણ અને બળજબરીપૂર્વકના નિકાહ દરરોજની ઘટનાઓ બની ગયા છે.
વર્તમાનમાં ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. છેલ્લા કેટલાક દાયકાઓથી એવી ચર્ચા ચાલી રહી છે કે, વસ્તી ઓછી હોવી જોઈએ, કારણ કે વધારે વસ્તીને કારણે સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ હિન્દુના કેસમાં ખરેખર વસ્તી વધુ હોય એ સમસ્યા નથી, વસ્તી ઓછી હોય એમાંથી સમસ્યા ઊભી થાય છે.
આ સંદર્ભમાં ગત તારીખ ૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ.પૂ.સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતે એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપતાં જણાવ્યું છે કે, `અત્યારે સર્વત્ર જનસંખ્યા અસંતુલનની ચર્ચા અને ચિંતા થઈ રહી છે. આપણી જનસંખ્યાનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. આધુનિક જનસંખ્યાશાસ્ત્ર અનુસાર ૨.૧%થી ઓછો વૃદ્ધિદર ધરાવતા પરિવાર- સમાજનો કાળક્રમે ક્ષય થાય છે. એ સમાજને કોઈ મારશે નહી, એનાં પર કોઈ સંકટ પણ નહીં હોય છતાં એ આગળ નહીં વધે. આ રીતે અનેક ભાષાઓ અને સમાજો નષ્ટ થઈ ગયા છે. આથી જનસંખ્યા વૃદ્ધિદર ૨.૧થી નીચો ન જવો જોઈએ. હવે ૦.૧ બાળક તો પેદા ન થઈ શકે, અને બેથી વધુ ત્રણ થાય. કમ સે કમ વિજ્ઞાન તો એ જ કહે છે, આથી જીવતા રહેવા કે ન રહેવા માટે આ સંખ્યા મહત્ત્વપૂર્ણ છે. આપણને સૌને લાગે છે કે આ ટકવું જોઈએ.'
મા. શ્રી. ભાગવતજીના આ નિવેદને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો. અસદુદ્દીન ઔવેસી, સમાજવાદી પાર્ટીના નેતાઓ, કોંગ્રેસીઓ બધાએ તેમના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો. પરંતુ ખરેખર પ. પૂ. સરસંઘચાલકજીએ તો દેશની ચિંતા વ્યક્ત કરી છે અને આ ચિંતા વાજબી છે તેની ખરાઈ અને પુષ્ટિ ભારત સરકારના આંકડાઓ પણ આપે છે.
આજથી વીસ વર્ષ પહેલાં ૨૦૦૫માં રા.સ્વ.સંઘના તત્કાલીન સરસંઘચાલક શ્રી સુદર્શનજીએ પણ આ જ વાત હિન્દુ સમાજ આગળ મૂકતાં કહ્યું હતું કે, `સામાજિક સંતુલન જાળવી રાખવા માટે હિન્દુઓએ ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરવાં જોઈએ, ત્રણથી ઓછાં નહીં, એ ઉપરાંત જેટલાં વધું બાળકો હોય એટલું સારું છે.' તેઓ ત્યારે એવું પણ ઉમેરતાં કે, ત્રણમાંથી એક બાળક સાધુ-સંન્યાસી, સૈન્યમાં કે સંઘના પ્રચારક તરીકે પ્રવૃત્ત થાય એટલે સમાજનું અસ્તિત્વ ટકે અને સમાજમાં સંસ્કાર-સુરક્ષા-સંગઠન પણ ટકે!
એ વખતે પણ કોંગ્રેસીઓ, કોમ્યુનિસ્ટો વગેરેએ શ્રી સુદર્શનજીના નિવેદનની ટીકા કરી હતી. પણ આ ટીકાપાત્ર નિવેદન નથી, ટકોર છે. હિન્દુ સમાજ જો આને ગંભીરતાથી નહીં લે તો નેસ્તનાબૂદ થઈ જશે. કારણ, આગળ કહ્યુંં એમ જે સમાજનો ફર્ટિલિટી રેટ ૨.૧થી ઓછો હોય છે, એ સમાજ ટકતો નથી. વળી આપણા હિન્દુઓનું મતાંતરણ કરીને, તેમને મારીને, તેમની વચ્ચે ભાગલા પાડીને આપણી સંખ્યા ઘટાડવાના તો અનેક વરસોથી પેંતરા થઈ જ રહ્યા છે. એટલે ઓછાં બાળકો પેદા કરીને આપણે સ્વાભાવિક રીતે જ ઘટી રહ્યા છીએ અને ઉપરથી આપણને ઘટાડવાનાં ષડયંત્રો પણ ચાલી રહ્યાં છે. માટે હવે આપણે ચેતી જવાની જરૂર છે અને વધુ સંતાનો થકી આપણા હિન્દુ સમાજને અડીખમ રાખવાની જરૂર છે.
આ મુદ્દો જેટલો ગંભીર છે તેટલો ગૂઢ પણ છે. કેટલાક લોકોના મનમાં હજુ પ્રશ્નો હોય પણ ખરા કે વસ્તી વધારીને ફાયદો શું? જોખમો કયા છે? આપણો ધર્મ શું કહે છે? આપણી પરંપરા શું કહે છે? અને આપણું સામાજિક, આર્થિક માળખું આ અંગે શું કહે છે? પ્રશ્નો વાજબી છે અને એના જવાબો પણ તર્કબદ્ધ છે. હવે આપણે સૌથી પહેલાં એ જોઈએ કે, આપણો હિન્દુ ધર્મ, આપણો પૌરાણિક વિચાર સંતાનપ્રાપ્તિ અંગે શું કહે છે?
બે સંતાનો વિના પિતૃૠણ ચુકવાતું નથી
આપણો પૌરાણિક વારસો આ અંગે બહુ ઉત્તમ વાત કરે છે. આ ભૂમિ પર જે પણ વ્યક્તિ જન્મે છે એના પર ૠષિૠણ, દેવૠણ અને પિતૃૠણ હોય છે. વ્યક્તિ સંસ્કારી બને તો ૠષિૠણ ઊતરે છે, તેનાં કર્તવ્યોનું યથાયોગ્ય પાલન કરે તો દેવૠણ ઊતરે છે અને જો એ પોતાના વંશને, પોતાની પેઢીને સારી રીતે આગળ વધારે તો એનું પિતૃૠણ ઊતરે છે. આમાં પિતૃૠણ ચૂકવવા માટે ઓછામાં ઓછાં બે સંતાનોની જરૂર પડે છે. એટલે કમ સે કમ `અમે બે અને અમારા બે'નું દરેક હિન્દુએ ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આ બે સંતાનોની સંખ્યા ઓછામાં ઓછી છે, એ માત્ર ૠણ ચૂકવવા માટેની સંતાનસંખ્યા છે, બાકી સારી રીતે પોતાના સમાજને જીવતો રાખવો હોય, ઉદાત્ત વ્યક્તિત્વોથી ભરપૂર રાખવો હોય તો ઓછામાં ઓછાં ત્રણ સંતાનો એક દંપતીએ પેદા કરવાં જોઈએ.
સામાજિક તાણાવાણા
આપણે હવે સામાજિક તાણાવાણાની વાત કરીએ. એક વાત સ્પષ્ટ છે કે, સંયુક્ત કુટુંબનું મહત્ત્વ વધારે છે. સંયુક્ત કુટુંબમાં રહેતો હોય એ પરિવાર મોટામાં મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે, વિભક્ત કુટુંબ કરતાં વધારે આનંદથી અને ખુશીથી રહી શકે છે. એ માટે દરેક દંપતીને ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવાં જરૂરી છે. એ સંતાનો મોટાં થઈને, બે ભાઈઓ કે એક બહેન, કાકા-બાપાનાં ભાઈ-બહેનો બધાં જ ભેગાં મળીને સાથે જીવે, તહેવારો ઊજવે અને પરિવારનું એક અલૌકિક વાતાવરણ પેદા થાય. આપણે ત્યાં તો એક પરિવારમાં ત્રણ-ચાર નહીં પણ દાદા-દાદી, કાકા, મામા, ફોઈ, ભાઈ-બહેનો વગેરે મળીને ચાલીસ-ચાલીસ લોકો એક જ રસોડે જમતાં હોય એવાંય અનેક ઉદાહરણો છે. વાત ભલે સંયુક્ત કુટુંબની હોય પણ `એક દંપતી એક બાળકવાળી' ફોર્મ્યુલાવાળા કુટુંબમાં આવું શક્ય જ ના બને. કલ્પના કરો કે, પેઢી દર પેઢી એક બાળક જ જન્મે તો બાળકોને કાકા-કાકી, ફોઈ-ફુવા, મામા-મામી, ભાઈ-બહેન જેવું કશું હશે જ નહિ. આવા સંબંધો પર પૂર્ણવિરામ લાગી જશે. એટલે સામાજિક રીતે, જીવન અને પર્યાપ્ત પરિવારનો ખરો આનંદ લેવા માટે પણ હિન્દુઓએ ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરવાં જોઈએ.
હિન્દુ જનસંખ્યા ઘટાડવાના કાવાદાવા
આપણે વાત કરી કે, આપણો ધર્મ પણ બે સંતાનોની વાત કરે છે, આપણું સમાજિક માળખું પણ સંયુક્ત કુટુંબની તરફેણ કરે છે, એટલે કે વધારે સંતાનોની - તો પછી એવું તે શું થયું કે, આપણે આજે હિન્દુઓને સૂચન કરવાં પડે છે કે એક નહીં, બે નહીં પણ ઓછામાં ઓછાં ત્રણ સંતાનો પેદા કરો.
આ બાબતને બહું ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. ખરેખર હિન્દુઓની જનસંખ્યા સ્વાભાવિક રીતે ઘટી નથી, પણ એને ઘટાડવાનાં રીતસરનાં ષડ્યંત્રો થયાં છે અને એ પણ મુસ્લિમો અને ઈસાઈઓ દ્વારા તેનો પ્રારંભ થયો સદીઓ પહેલાંનાં મુસ્લિમ આક્રમણથી. મુસ્લિમ બાદશાહોએ ભારત પર આક્રમણ કરી લાખો હિન્દુઓની કતલ કરી અને લાખોનું ધર્માંતર કરીને મુસ્લિમ બનાવ્યા. આ રીતે હિન્દુઓની સંખ્યા ઘટી.
ત્યારબાદ બ્રિટિશ શાસન આવ્યું. અંગ્રેજો આવ્યા બાદ અહીં પાદરીઓનાં ધાડેધાડાં ઊતરી આવ્યાં, તેમણે પણ હિન્દુઓનું મતાંતરણ કરી તેમને ઈસાઈ બનાવ્યા, ગુલામ બનાવી કત્લેઆમ કરી અને હિન્દુઓની સંખ્યા ઘટી.
પછી સ્વતંત્રતા મળી. એ પછી પણ આ ષડ્યંત્રો ના અટક્યાં. નવા સ્વરૂપે સામે આવ્યાં. ઘૂસણખોરી વગેરે શરૂ થયાં. `લડ કે લિયા થા પાકિસ્તાન, અબ ઘૂસ કે લેંગે હિન્દુસ્તાન'ના નારા સાથે ભારતનાં અનેક રાજ્યોમાં કટ્ટર મુસ્લિમો ઘૂસી ગયા અને ત્યાંથી હિન્દુઓને ભગાડ્યા અથવા મારી નાંખ્યા. (એવું ક્યાં ક્યાં બન્યું એનાં ઉદાહરણો આપણે આગળ જોઈશું.)
પછી બીજું જે થયું એ રાજકીય કહી શકાય એવું ષડ્યંત્ર હતું, જેમાં કટ્ટર મુસ્લિમ, મુસ્લિમ તરફી કે વામપંથી શાસકો અને અગ્રણીઓએ ભોળા હિન્દુઓને એક ભ્રમમાં રાખી ઓછા બાળકો પેદા કરાવવા માટે આધુનિકતા અને સુવિધાના નામે મનાવી લીધા. દંપતીઓ પણ પોતાને આધુનિક કહેવડાવવાના ચક્કરમાં એક જ બાળકની તરફેણ કરવા લાગ્યા છે. કેટલાંક તત્ત્વો દ્વારા આપણી વસ્તીને ઘટાડવા માટે બહુ જ સિફતપૂર્વક હિન્દુ દંપતીઓને ડરાવી દેવામાં આવ્યાં કે, જો તમે વધારે બાળકો પેદા કરશો તો તમારી જિંદગી નર્ક બની જશે. જો તમે એકથી વધારે બાળકો પેદા કરશો તો આટલી - આટલી મુસીબતો તમારા પર હાવી થઈ પડશે. તમારા ખર્ચાઓ વધશે, સામાજિક રીતે તમે પછાત રહી જશો. આમ એકથી વધુ બાળક હોવાથી ઊભી થનારી જાત-ભાતની પળોજણોનો કાલ્પનિક ભય દંપતીને બતાવવામાં આવ્યો અને આખા સમાજને ખબર પણ ના પડી કે એ `વન કપલ વન ચાઇલ્ડ' - `એક દંપતી અને એક જ સંતાન'ના ખોટા રવાડે ચડી ગયો. અને હવે તો તેમાંથી ય ફારેગ થઈ રહ્યો છે.
આમ ખરી રીતે જુઓ તો એક ચોક્કસ વર્ગ દ્વારા, જેઓ હિન્દુ અને હિન્દુસ્થાનનું અહિત જ ઇચ્છે છે એવા લોકો દ્વારા હિન્દુઓની વસ્તી ઘટ઼ાડવાના રીતસરના પેંતરા થયા અને હિન્દુ એમાં ફસાઈ પણ ગયો. હિન્દુસમાજને વસ્તીવધારાની સમસ્યાના નામે ડરાવી દેવામાં આવ્યો અને આજે સ્થિતિ એ છે કે, આપણી સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે, આપણા અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે. આપણા દેશમાં હિન્દુઓનો TRF ૨.૧થી પણ નીચે આવી ગયો છે અને આશ્ચર્યની વાત એ છે કે આપણા દેશમાં માત્ર અને માત્ર મુસ્લિમોનો TRF ૨.૧થી વધારે એટલે કે ૨.૩૬ છે. આ આંકડાની ગંભીરતા યાદ રહે, આપણી હિન્દુ સંખ્યા ઘટી રહી છે અને મુસ્લિમો વધી રહ્યા છે. અને જ્યાં મૂળ સમાજની જનસંખ્યા ઓછી થાય છે એ સમાજના બહુ બૂરા હાલ થાય છે. જ્યાં કોઈ એક સમાજની વસ્તી ઘટે છે ત્યાં અન્ય ધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ઈસાઈઓ એમના પર ચડી બેસે છે. આ ગંભીર સમસ્યા આપણા દેશનાં જ કેટલાંક રાજ્યોમાં છે. જ્યાં હિન્દુ સંખ્યા ઘટી અને મુસ્લિમ સંખ્યા વધી હોય ત્યાં રીતસર એના પર અત્યાચારો થાય છે! થોડાં સમય પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટે પણ ધર્માંતરણ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, `જો ધર્માંતરણનો ખેલ આમ જ ચાલતો રહેશે તો હિન્દુઓની બહુસંખ્યક વસ્તી અલ્પસંખ્યક થઈ જશે.' અર્થાત્ હિન્દુઓ ઘટી જશે તો એ બહુ મોટી ગંભીર સમસ્યા ઊભી થશે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થઈ રહેલા અત્યાચારો તેનું વરવું ઉદાહરણ છે.
આવો જોઈએ, હિન્દુ જનસંખ્યા ઘટતાં, એટલે કે જનસાંખ્યિકી અસંતુલન વધતાં કેવી ભયંકર સ્થિતિઓ પેદા થાય છે અને હિન્દુઓની હાલત કેટલી ખરાબ થાય છે.
હિન્દુઓની જનસંખ્યા ઘટી છે ત્યાં શું થાય છે?
જનસાંખ્યિકી પરિવર્તનથી કેવાં દુષ્પરિણામો આવે છે તે હિન્દુઓથી વધારે બીજું કોણ જાણી શકે? પાકિસ્તાન રૂપે ભારતનો ૮ લાખ વર્ગ કિલોમીટર વિસ્તાર અને બાંગ્લાદેશ નામે દોઢ લાખ વર્ગ કિ.મી. વિસ્તાર પડાવી લેવામાં આવ્યો. તેના મૂળમાં પણ જનસાંખ્યિકી અસંતુલન જ છે. અફઘાનિસ્તાન પણ એક સમયે ભારતનો ભાગ હતું. આજે ત્યાં સાડા છ લાખ વર્ગ કિલોમીટરમાં શરિયા ચાલે છે. એટલે કે આપણે આપણા અખંડ ભારતનો ૧૬ લાખ વર્ગ કિમીનો વિસ્તાર ખોઈ બેઠા છીએ અને આ વિસ્તાર વર્તમાન ભારતનો લગભગ અડધા જેટલો થાય છે. એટલે કે અડધોઅડધ ભારત હિન્દુઓની ઘટેલી જનસંખ્યાને કારણે આપણે ગુમાવી ચૂક્યા છીએ. અને હાલ ત્યાં હિન્દુઓની શી સ્થિતિ છે? પાકિસ્તાનમાં હિન્દુ વહુ-દીકરીઓનાં અપહરણ, મતાંતરણ અને બળજબરીપૂર્વકના નિકાહ દરરોજની ઘટનાઓ બની ગયા છે. બાંગ્લાદેશમાં એક નાનીઅમથી અફવા ફેલાવી હિન્દુઓની વસ્તીઓની વસ્તીઓ બાળીને રાખ કરી દેવામાં આવે છે.
આજે પણ પાકિસ્તાનથી માંડી, બાંગ્લાદેશ સહિતના ઇસ્લામિક દેશોમાં તો છોડો, ભારતના જ અનેક વિસ્તારોમાં ગઝવા-એ-હિન્દના નારા લાગે છે. ઉલ્લેખનીય છે કે, દેશના ભાગલા પડ્યા ત્યારથી બાંગ્લાદેશ (ત્યારનું પૂર્વી પાકિસ્તાન)થી લઈ પશ્ચિમી પાકિસ્તાન સુધી એક મુસ્લિમ પટ્ટી (ગલિયારા)ની માંગણી કરવામાં આવી હતી. એટલે કે ભારતની વચ્ચોવચ્ચ મુસ્લિમ બાહુલ્ય પટ્ટો બનાવી ભારતને બે ભાગમાં વિભાજિત કરવું. તે વખતે સરદાર પટેલ જેવા દૂરંદેશી નેતાઓને કારણે ગઝવા-એ-હિન્દ ગેંગનું આ ષડયંત્ર સફળ ન થઈ શક્યું. પરંતુ આ ષડયંત્ર આજે પણ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશથી પાકિસ્તાન સુધી એક મુસ્લિમ પટ્ટો બનાવવો તેના માટે જરૂરી છે. તે વિસ્તારોના તમામે તમામ જિલ્લાને મુસ્લિમ બહુલ બનાવીને પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથે જોડવાના આ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો, જે મુજબ હવે આ વિસ્તારમાં મુઝફ્ફરનગર (૫૦.૧૪), મુરાદાબાદ (૪૬.૭૭), બરેલી (૫૦.૧૩%), સીતાપુર (૨૯.૬૬%), હરદોઈ (૪૦.૧૪%), બહરાઈચ (૪૯.૧૦%) અને ગોંડા (૪૨.૨૦%) મુસ્લિમ જનસંખ્યાવાળા બની ગયા છે. કૈરેનાથી માંડી પશ્ચિમ બંગાળમાં પણ જનસંખ્યા જેહાદથી હિન્દુઓને મારી ભગાડવાનું આ જ ષડયંત્ર ચાલી રહ્યું છે.
એક સમયે દેવભૂમિ ગણાતા કેરળની વાત કરીએ તો ૧૯૧૧માં ત્યાં હિન્દુઓની જનસંખ્યા ૬૬.૫૭ ટકા હતી, જેની સામે મુસ્લિમોની જનસંખ્યા માંડ ૬.૬૧ ટકા જેટલી હતી, પરંતુ ૨૦૧૧ આવતાં અહીં હિન્દુઓ ઘટીને માત્ર ૫૪.૭૨ ટકા જેટલા જ રહી ગયા છે. જ્યારે મુસ્લિમો ૨૬.૫૬ ટકા જેટલા થઈ ગયા છે. ત્યાં મુસ્લિમો જાહેરમાં `હિન્દુઓ તમારી અંતિમક્રિયાનો સામાન તૈયાર રાખો. તમને તમારાં મંદિરોની સામે જ ફાંસીએ લટકાવી દઈશું.'ના નારા લગાવવા માંડ્યા છે.
આ બધામાં આપણે જમ્મુ-કાશ્મીરને કેવી રીતે ભૂલી શકીએ? ત્યાંથી લગભગ ૮ લાખ હિન્દુઓએ પલાયન કરવું પડ્યું તેની પાછળ પણ આ જ `જનસંખ્યા-જેહાદ' છે. ૮૦ના દાયકા સુધી ઘાટીમાં લાખોની સંખ્યામાં હિન્દુ પંડિતો રહેતા હતા. ડાલ ઝીલ પંડિતોના મંત્રોચ્ચારથી ગુંજાયમાન રહેતી. અહીંનાં મંદિરોમાં પવિત્ર ઘંટારવ ગુંજતો રહેતો હતો. પરંતુ તે તમામને રાતો-રાત ઘર સંપત્તિ છોડવા મજબૂર બનવું પડ્યું હતું. સેંકડોની સંખ્યામાં તેમની બહેન-દીકરીઓ સાથે પાશવી બળાત્કારો ગુજારવામાં આવ્યા અને સામૂહિક નરસંહાર થયા. આજે પણ કાશ્મીરી પંડિતોને પોતાના જ દેશમાં શરણાર્થી બની જીવન જીવવા મજબૂર બનવું પડ્યું છે. ભલે આ બધાની પાછળ પાક. પ્રેરિત આતંકવાદ હોય, પરંતુ તેના મૂળમાં તો જનસંખ્યા અસંતુલન જ છે.
દેશના અનેક જિલ્લા અને તાલુકાઓમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે - અશ્વિનીકુમાર ઉપાધ્યાય
સુપ્રિમ કોર્ટનાં વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયજીએ દેશના વિવિધ રાજ્યોમાં હિન્દુ જનસંખ્યાનાં આંકડાઓ રજૂ કર્યા છે. તે લાલબત્તી સમાન છે. અશ્વિનીકુમાર મુજબ દેશનાં મહત્ત્વનાં ૯ રાજ્યોનાં અનેક જિલ્લા તાલુકાઓમાં ભયજનક રીતે હિન્દુઓ ઘટી રહ્યા છે અને મુસ્લિમો વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૬, અસમના ૯, પશ્ચિમ બંગાળના ૧૪, બિહારના ૬, ઝારખંડના ૪, ઉત્તરપ્રદેશના ૧૮, હરિયાણાના ૩, પંજાબના ૩, રાજસ્થાનના ૬ જિલ્લાઓમાં મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે. એટલું જ નહિ, દેશના ૨૦૦ જેટલા જિલ્લાઓમાં મુસ્લિમ ડેમોગ્રાફી બદલાવાનું સંકટ ઊભું થયું છે. દેશની સરહદના ૩૦૦ વિધાનસભામાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે તો ૧૫૦૦ તાલુકામાં જનસંખ્યા અસંતુલન ઊભું થયું છે. જો આ સ્થિતિને કાબૂમાં લાવવા યોગ્ય પગલાં નહિ ભરાય તો ભારત બરબાદ થઈ જશે.
હિન્દુઓનું પલાયન, તહેવારો પર પ્રતિબંધ, જ્યાં ચાલે છે શરિયા કાયદો
પશ્ચિમ બંગાળમાં ૨૦૦૧માં મુસ્લિમ જનસંખ્યા ૨૫ ટકા હતી તે ૨૦૧૧માં વધી ૨૭ ટકા થઈ ગઈ. આજે અહીંના અનેક વિસ્તારો વિશેષ કરીને ભારત-બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાંથી હિન્દુ પલાયનની ઘટનાઓના અહેવાલો આવવા માંડ્યા છે. હાલ, પરિસ્થિતિ એ છે કે, પશ્ચિમ બંગાળનાં ૩૮૦૦૦ ગામોનાં ૮૦૦૦ ગામોમાં તો એક પણ હિન્દુ બચ્યો નથી.
તમિલનાડુ પેરુમ્બલુર જિલ્લાના મુસ્લિમ બહુમતીવાળાવિસ્તાર કલાથુર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર બની ગયો હોવાથી મુસ્લિમો હિન્દુ ધાર્મિક યાત્રાઓને પ્રતિબંધિત કરવા છેક કોર્ટમાં પહોંચી ગયા હતા. જેને લઈ મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, માત્ર એટલા માટે એક ધાર્મિક સમૂહ વિશેષ તે વિસ્તારમાં બહુસંખ્યક છે માટે ત્યાં અન્ય ધાર્મિક સમુદાયના તહેવારો મનાવવા અને તે વિસ્તારોના રસ્તાઓ પર ધાર્મિક શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધની માગણીઓ થવી તે ધર્મનિરપેક્ષ દેશ માટે ઘાતક છે. બિહારના મુસ્લિમ બાહુલ્ય સીમાંચલમાં પણ આવી જ હાલત છે. ત્યાં પણ મુસ્લિમોએ શાસન-પ્રશાસનના નિયમ ઇસ્લામને હિસાબે જ ચલાવવા માંડ્યા છે. અહીં પણ દેશના અન્ય અનેક વિસ્તારોની જેમ શાળાઓમાં સરસ્વતીપૂજા, પ્રાર્થના બંધ થઈ ગઈ છે. મસ્જિદની સામેથી હિન્દુ શોભાયાત્રા કે વરઘોડા પસાર થઈ શકતો નથી. તેમના વિસ્તારો હિન્દુ તહેવારો આવતાં જ પથ્થરના ઢગલામાં ફેરવાઈ જાય છે. શૌર્ય માટે પ્રખ્યાત જાટ સમુદાયના પ્રભુત્વવાળા રાજ્ય હરિયાણાના મેવાત જિલ્લાની પણ આ જ દુર્દશા છે. મેવાત જિલ્લાના ૧૦૩ જેટલાં ગામો હવે હિન્દુવિહીન બની ગયાં છે. એક સમયે મેવાતમાં ૩૦ ટકા હિન્દુ જનસંખ્યા હતી, જે આજે ઘટીને માત્ર ૮ ટકા જ રહી ગઈ છે. પરિણામ એ આવ્યું છે કે, જે ગામમાં હિન્દુઓ લઘુમતીમાં હોય ત્યાં તેમનો સામાજિક બહિષ્કાર કરી જીવવું હરામ કરી નાંખવામાં આવે છે.
દેશમાં જે વિસ્તારોમાં મુસ્લિમોની જનસંખ્યા વધી છે ત્યાં બળજબરીપૂર્વક ઇસ્લામના નીતિનિયમો લાગુ કરાવવામાં આવે છે. ત્યાં સુધી કે સરકારી શાળા-કૉલેજો પણ પોતાના હિસાબેથી જ ચલાવવાની જીદ થવા માંડી છે. આમ જે તે વિસ્તારમાં શરિયા કાયદો લાગુ પાડી દેવામાં આવે છે. ઉદા. તાજેતરની ગુજરાતના નવસારીની ઘટના. નવસારીના હિન્દુ લોકોને વિસ્તાર છોડીને ભાગી જવા ધમકી આપવામાં આવી. આવી જ બીજી ઘટના... થોડા સમય પહેલાં જ ઝારખંડના જામતાડા જિલ્લામાંની સરકારી શાળાઓ સાથે આવી જ ઇસ્લામિક શરારત કર્યા હોવાના સમાચારો વહેતા થયા હતા. અહીંની કેટલીક સરકારી શાળાઓમાં નિયમોને તાક પર રાખી રવિવારને બદલે શુક્રવારના દિવસે રજા આપવામાં આવે છે, કારણ કે તે વિસ્તારોનાં ગામડાંમાં મુસ્લિમો બહુમતીમાં હતા. અને શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ ૭૦ ટકા હતા. ઝારખંડમાં આવી એકાદ નહિ લગભગ ૧૦૦ શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારના રોજ રજા આપવામાં આવી છે. એટલું જ નહી અહીં મુસ્લિમોએ શાળાઓમાં હાથ જોડીને ગવાતી પ્રાર્થનાને પણ પોતાના હિસાબે બદલવા શાળા પ્રશાસનને મજબૂર કર્યું હતું. અહીં શાળાઓમાં પણ હવે શાકાહારીને બદલે ઇંડા જેવી માંસાહારી વાનગીઓ પીરસવાના સમાચાર આવતાં રહે છે. અને તેથી હિન્દુ બાળકો ભોજનથી વંચિત રહી રહ્યાં છે.
ભયજનક ચિકનનેક
યાદ કરો સીએએ વિરુદ્ધ દેશભરનાં જેહાદીઓ જ્યારે તોફાને ચડ્યા હતા ત્યારે આતંકી શરજીલ ઇસ્લામે ભારતના પૂર્વોતરને ભારતથી અલગ કરી દેવા માટે ચિકનનેક પર કબજો કરવા સ્થાનિક મુસ્લિમોને ભડકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીમાંચલથી પૂર્ણિયા થઈ કલકત્તાથી સિલિગુડી સુધીના વિસ્તારને ચિકનનેક કહેવામાં આવે છે તેની એક તરફ નેપાળ તો બીજી તરફ બાંગ્લાદેશ છે. વચ્ચે પશ્ચિમ બંગાળનાં દાલકોલાથી લઈ બિહારનું કિસનગંજ, ઇસલામપુર અને પાંજીપાડા આવે છે. આ તમામ વિસ્તારો એવા છે જ્યાં હિન્દુઓની સંખ્યા નહિવત્ છે અને મુસ્લિમોની વધુ. કહેવાનું તાત્પર્ય એ છે કે, ચિકનનેકમાં હિન્દુઓની સંખ્યા ખૂબ ઓછી છે જેના કારણે મુસ્લિમો ભારતના બે ટુકડા કરવાના પેંતરા કરી રહ્યા છે, અર્થાત્ હિન્દુ જનસંખ્યા ઘટે છે ત્યાં દેશના ટુકડા પણ થઈ શકે છે.
વિશ્વના દેશો પણ આ સમસ્યાથી ત્રસ્ત
માત્ર રા.સ્વ.સંઘના સરસંઘચાલક જ નહિ, ઈસાઈ પંથના વડા પોપ ફ્રાન્સિસે પણ ચિંતા વ્યક્ત કરી છે અને ઈસાઈઓને વધુ બાળકો પેદા કરવાનો આગ્રહ કરી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટરૂપે કહ્યુ હતું કે, `બાળકો અને યુવાઓ વગર એક રાષ્ટ્રનું કોઈ જ ભવિષ્ય હોતું નથી.' ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ તો દેશમાં ઘટતા જન્મદરને રાષ્ટીય કટોકટી ગણાવી છે. ગત વર્ષે ફ્રાન્સમાં માત્ર ૬ લાખ ૭૮ હજાર જ બાળકોનો જન્મ થયો હતો. જે બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ઓછો છે. ફિનલેન્ડનાં પોપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શોધ નિર્દેશક એના રીથકેર યુરોપના ઘટતા જતા જન્મદર અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, `યુરોપિયન સંઘનો સરેરાશ પ્રજનન દર ઘટીને ૧૫૩ પર આવી ગયો છે. એમાંય પણ ફિનલેન્ડનો પ્રજનન દર ૨૦૨૩માં ઘટીને ૧૩થી પણ નીચે આવી ગયો છે.' અને ૨૦૧૦ બાદ ફિનલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને ડેન્માર્કમાં પ્રજનન દરમાં ૩૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટેસ્ટિક મુજબ અમેરિકામાં ૧૫થી ૪૪ વર્ષની વયજૂથની મહિલાઓનો પ્રજનન દર ૧૦૦૦ મહિલાઓએ ૫૫થી પણ નીચે ઉતરી ગયો છે. એક સમયે અમેરિકામાં પ્રજનન દર ૨.૧ ટકા એટલે કે આદર્શ હતો. પરંતુ ૨૦૨૩માં આ રેશિયો ઘટીને ૧.૬ ટકા થઈ ગયો છે.
સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષમાં અર્થશાસ્ત્ર અને જનસાંખ્યિકી એટલે કે ડેમોગ્રાફિના વરિષ્ઠ સલાહકાર માઈકલ હર્મન પણ ઘટતી જનસંખ્યાના દર અંગે ચેતવણી આપતાં કહે છે કે, `જેમ હાલ યુરોપમાં થઈ રહ્યું છે તેમ કોઈ રાષ્ટ્રમાં પ્રજનન દર નીચે આવી જાય તો તેને ફરી વખત વધારવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.' છેલ્લાં અઢી વરસથી રશિયા સાથે યુદ્ધમાં ફસાયેલ યુક્રેનમાં તો ઘટતા જન્મદરે હાહાકાર મચાવી મૂક્યો છે. અહીં તો પ્રતિ યુગલ બાળકનો જન્મદર ઘટીને એક પર આવી ગયો છે.
માત્ર યુક્રેન જ નહિ તેના પર આક્રમણ કરનાર રશિયાની સ્થિતિ પણ વર્ષ-પ્રતિવર્ષ કથળી રહી છે. રુસી રાષ્ટ્રપતિ ખુદ પોતાના દેશના નાગરિકોને રશિયાનું અસ્તિત્વ બચાવવા માટે વધારેમાં વધારે બાળકો પેદા કરવાની વારંવાર અપીલ કરી રહ્યા છે.
ઘટતો TFR હાલમાં જાપાન, દ. કોરિયા, ચીન સહિત તમામ પશ્ચિમી દેશોની મોટી સમસ્યા છે. જાપાન અને કોરિયામાં આ સમસ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. દ. કોરિયામાં TFR હાલમાં ૦.૭ છે. એટલે કે સરેરાશ સ્ત્રી એક પણ બાળકને જન્મ આપતી નથી. તે વિશ્વમાં સૌથી ઓછો આંકડો છે. દ. કોરિયાએ આ સમસ્યા સામે લડવા માટે પુરુષોના પેઈડ લીવ્સમાં વધારો કર્યો છે.
આ ઉપરાંત આ રજાનો સમયગાળો ૯૦ દિવસથી વધારીને ૧૨૦ દિવસ કરવામાં આવ્યો છે. સરકારે એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ધરાવતા પરિવારોને દર મહિને ૬૩,૫૦૦ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઘરે ૪૨,૦૦૦થી વધુ આપવાની પણ જાહેરાત કરી છે. ઓછા TFRના કારણે દ. કોરિયાની વસ્તીમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. ૨૦૧૮માં તેની વસ્તી ૫.૧૮ કરોડ હતી, જે હવે ઘટીને લગભગ ૫.૧૬ કરોડ થઈ ગઈ છે. કોરિયાને એ વાતની ચિંતા છે કે જો આ રીતે તેની વસ્તી ઘટતી રહેશે તો તેને રાષ્ટીય સુરક્ષાથી માંડીને કામ કરતા લોકો સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડશે. કોરિયા જેવી જ સ્થિતિ હાલ જાપાનની છે. ઉલ્લેખનીય છે કે, આજથી લગભગ બે દાયકા પહેલાં જ સિંગાપુર જેવા દેશમાં જનસંખ્યા વિસ્ફોટ છતાં પણ જનસંખ્યા નિયંત્રણને લગતી યોજનાઓ ખતમ કરી દેવાઈ હતી.
ઘટેંગે તો ભી કટેંગે...
આમ સમગ્રતયા પ.પૂ. સરસંઘચાલકજીની ચિંતા વાજબી જ છે. ડેમોગ્રાફિક ચેન્જ એટલે કે જનસાંખ્યિકી અસંતુલન આપણા દેશ માટે ભવિષ્યમાં ખૂબ મોટો ખતરો ઊભો કરી શકે છે. એક તરફ દેશમાં હિન્દુ મહિલાઓમાં બાળકને જન્મ આપવાનો દર ૨%થી પણ નીચે પહોંચી ગયો છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ મહિલાઓમાં આજે પણ આ દર ૨.૩૬ ટકા છે. પરિણામે એક તરફ દેશમાં હિન્દુ જનસંખ્યા ઘટી રહી છે તો બીજી તરફ મુસ્લિમ જનસંખ્યા વિસ્ફોટક રીતે વધી રહી છે અને જ્યાં મુસ્લિમ સંખ્યા વધે અને હિન્દુઓની સંખ્યા ઘટે ત્યાં હિન્દુઓની કેવી દયનીય સ્થિતિ થાય છે તે આપણે જોયું. ભારતમાં જે રાજ્યોમાં હિન્દુઓ ઓછા છે ત્યાં તેમના પર અત્યાચારો થાય છે અને વિશ્વમાં પણ જ્યાં કોઈ સમાજની વસ્તી ઘટે છે ત્યાં તે સમાજની સ્થિતિ બગડી છે. આજે બાંગ્લાદેશમાં ઘટીને કપાઈ રહેલાં નિર્દોષ હિન્દુઓ આપણી નજર સામે જ છે. માટે હિન્દુઓને યાદ રહે કે, માત્ર `બટેંગે તો કટેંગે' એ એકમાત્ર જોખમ નથી... `ઘટેંગે તો ભી કટેંગે' એ પણ એક મોટું જોખમ છે.