સમગ્ર વિશ્વ સનાતનને સ્વીકારી રહ્યું છે – વિશ્વભરમાં જે રીતે હિન્દુત્વની સ્વીકાર્યતા વધી છે તેની પાછળનું કારણ!

વિશ્વભરમાં જે રીતે હિન્દુત્વની સ્વીકાર્યતા વધી છે તેની પાછળનું મુખ્ય કારણ હાલ ભારતમાં થયેલ હિન્દુત્વનું પુનઃ જાગરણ છે.

    ૧૧-મે-૨૦૨૪   
કુલ દૃશ્યો |

world as a Sanatani
 
# જો બાઈડન હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ યેન-કેન પ્રકારે હિન્દુઓને પોતાના પક્ષે કરવાના પ્રયાસો કરતા રહે છે. જો બાઈડેને પણ તેમના વિઝન ડોક્યુમેન્ટમાં હિન્દુ પેજ સામેલ કરવાની જાહેરાત કરી છે.
 
# બરાક ઓબામાએ અમેરિકન રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસમાં દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી. જે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ચાલુ રહી હતી.
 
# ઇન્ડોનેશિયામાં ૯૮ ટકા મુસ્લિમ જનસંખ્યા છે અને હિન્દુ માત્ર ૨ ટકા જ છે. છતાં અહીં હિન્દુ ધર્મનાં મૂળિયાં ઘણાં જ ઊંડાં છે અને ઠેરઠેર સનાતન ધર્મનો પ્રભાવ જોવા મળે છે.
 
# માત્ર ઇન્ડોનેશિયામાં જ નહીં જાપાન, રશિયા, અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની વગેરે જેવા વિકસિત દેશોમાં પણ સનાતન હિન્દુ ધર્મની બોલબાલા જોવા મળી રહી છે. તાજેતરમાં જ સમાચાર હતા કે હંગેરીના એક સ્થાને કૃષ્ણવેલી નામે આખેઆખું વૈદિક ગામ બનાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ રીતે સનાતન પરંપરાઓ આધારિત ચાલે છે.
 
# વિશ્વભરમાં જે રીતે હિન્દુત્વની સ્વીકાર્યતા વધી છે તેની પાછળનું મુખ્ય કારણ હાલ ભારતમાં થયેલ હિન્દુત્વનું પુનઃ જાગરણ છે. આઝાદીના સાત દાયકા બાદ હાલ સમગ્ર દેશમાં હિન્દુ સનાતન મૂલ્યોનું અભૂતપૂર્વ જોર અને જોશ છે. અહીં સામાન્ય જનતાથી માંડી સરકાર પણ વિશ્વ સમુદાય સમક્ષ હિન્દુત્વ સનાતનના વિશ્વકલ્યાણકારી અને સર્વ સમાવેશી પાસાને સફળતાપૂર્વક રજૂ કરી રહ્યાં છે.
 
 
જો બાઈડેને પણ તેમના વિઝન ડોક્યુમેન્ટમાં હિન્દુ પેજ સામેલ કરવાની જાહેરાત કરી છે
 
પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાનમાં હિન્દુ અમેરિકન મતદારોને રિઝવવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ નહીં. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન પણ અમેરિકન હિન્દુ મતદાતાઓની તાકાતને સારી રીતે જાણે છે, કારણ કે અમેરિકામાં ૫૦ લાખ જેટલા હિન્દુઓ રહે છે. જેમાંથી લગભગ ૩૩ લાખ લોકો મત આપે છે, માટે જ જો બાઈડન હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ યેન-કેન પ્રકારે હિન્દુઓને પોતાના પક્ષે કરવાના પ્રયાસો કરતા રહે છે. જો બાઈડેને પણ તેમના વિઝન ડોક્યુમેન્ટમાં હિન્દુ પેજ સામેલ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તેમના વિઝન ડોક્યુમેન્ટ (જો વિઝન)માં માત્ર મુસ્લિમો અને યદીઓનાં પેજ જ સામેલ હતાં, પરંતુ આ વખતે તેઓએ તેમાં હિન્દુ પેજ પણ સામેલ કર્યું છે. એટલું જ નહીં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હિન્દુઓની વચ્ચે જઈ તેમને ડેમોક્રેટસ તરફ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કમલા હેરિસ સખત હરીફાઈવાળાં રાજ્યોમાં હિન્દુ મંદિરોમાં ફરી ફરી પોતાના પક્ષ માટે મત માગી રહ્યાં છે.
 
એક અનુમાન મુજબ અમેરિકામાં હિન્દુ મતદારો લગભગ એક ટકા જેટલા છે, પરંતુ ૬ ટકા જેટલો ટેક્સ ચૂકવે છે અને આ આંકડો વર્ષ પ્રતિવર્ષ વધતો જઈ રહ્યો છે. ભારતવંશી ધનાઢ્ય હિન્દુ પ્રવાસી સમુદાયનું રાજનૈતિક ફંડગ પણ ત્યાંના રાજનૈતિક પક્ષો માટે જરૂરી બની ગયું છે.
 
તાલિબાન સરકારે હિન્દુ-શીખોની સુરક્ષા કરવાનું પણ વચન આપ્યું
 
આવા જ અન્ય એક સમાચાર હમણાં અફઘાનિસ્તાનથી આવ્યા. અફઘાનિસ્તાનમાં કટ્ટર શરિયા સરકાર ચલાવતા તાલિબાનોએ હિન્દુ અને શીખોની પચાવી પડાયેલી સંપત્તિઓ તેમને ફરી પાછી મળે તે માટે એક આયોગનું ગઠન કરવાની જાહેરાત કરી હતી કે જે હિન્દુઓની-શીખોની પચાવી પાડેલ સંપત્તિઓને ચિન્હિત કરી તેમને તેમની સંપત્તિ પાછી આપશે. એટલું જ નહીં તાલિબાન સરકારે હિન્દુ-શીખોની સુરક્ષા કરવાનું પણ વચન આપ્યું.
 
પાકિસ્તાનમાં ૭૦૦ જેટલા હિન્દુ પરિવારોને માટે સ્પેશિયલ હોલિ પેકેજ
 
ત્રીજા સમાચાર ગત હોળીના તહેવાર દરમિયાન પાકિસ્તાનમાંથી આવ્યા હતા. હિન્દુ માનવ અધિકારોના ભયાનક હનન માટે કુખ્યાત પાકિસ્તાનમાં હોળીના પર્વ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દેશના હિન્દુ સમાજને પ્રથમ વખત ન માત્ર હોળીની શુભકામનાઓ પાઠવી હતી, બલ્કે પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી અને નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાજે ૭૦૦ જેટલા હિન્દુ પરિવારોને માટે સ્પેશિયલ હોલિ પેકેજ અંતર્ગત ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું.
 

world as a Sanatani 
 
વિશ્વ હવે હિન્દુઓ અને હિન્દુત્વને ગંભીરતાથી લઈ રહ્યું છે
 
આમ એક વાત ચોક્કસ કહી શકાય કે વિશ્વ હવે હિન્દુઓ અને હિન્દુત્વને ગંભીરતાથી લઈ રહ્યું છે. એક સમયે જ્યાં વૈશ્વિક ધરી પર માત્ર ઈસાઈ-મુસ્લિમ-યદી અને બૌદ્ધ મતોની જ વાતો થતી સંભળાતી હતી અને વિશ્વના ૧૧૦ દેશોમાં ફેલાયેલા હિન્દુ સનાતન ધર્મની ધરાર અવગણના થતી હતી, પરંતુ છેલ્લા એકાદ દાયકાથી પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. હવે ઇસ્લામોફોબિયાની વાત થતી હોય ત્યારે વિશ્વસમુદાયમાં ફેલાયેલ હિન્દુ સમાજ ખોંખારીને હિન્દુફોબિયાની વાત પણ વિશ્વ સમક્ષ મૂકવા સક્ષમ બન્યો છે.
 
વિશ્વભરમાં હિન્દુત્વની સ્વીકાર્યતા
 
ગત દિવાળી દરમિયાન બે સમાચારોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. એક સમાચારમાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ સંસદમાં બિલ લાવી હિન્દુઓના સૌથી પ્રમુખ તહેવાર દિવાળી નિમિત્તે રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી. ઇતિહાસ પર નજર નાખીએ તો વિશ્વની આ મહાસત્તા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકન રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસમાં દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી. જે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ચાલુ રહી હતી. અમેરિકાના પડોશી દેશ કેનેડામાં પણ હિન્દુઓ સારા એવા પ્રમાણમાં રહે છે. ત્યાં પણ રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો દિવાળીના પાવન અવસરે દીપક પ્રગટાવી હિન્દુઓને શુભકામના પાઠવવાનું ચૂકતા નથી. ઇન્ડોનેશિયાના બાલી દ્વીપ, મોરેશિયસના ટાપુઓ અને કંબોડિયાનાં મંદિરોમાં પણ દિવાળી સહિતના અનેક હિન્દુ તહેવારો ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. ફીજી અને મલેશિયામાં તો દિવાળીના દિવસે અમેરિકાની જેમ જ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. તો આયરલેન્ડમાં ભારતીય મૂળના લિયો વરાડકરની સરકાર ચાલે છે.
 
અહીંનો મુસ્લિમ સમુદાય પણ ગર્વભેર પોતાના સનાતન મૂળને સ્વીકારે છે.
 
થોડા સમય પહેલાં અન્ય એક સમાચારે વિશ્વમાં ચર્ચા જગાવી હતી. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ જનસંખ્યા ધરાવતા દેશ ઇન્ડોનેશિયાની રાજકુમારી દિયા મુટિયારા સુકમાવતી સુકર્ણોપુત્રીએ મુસ્લિમ મતનો ત્યાગ કરી સનાતન હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી હતી. રાજકુમારી દિયા ઇન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી છે. ઘરવાપસી કર્યા બાદ તેણે કહ્યું હતું કે તેના પૂર્વજો હિન્દુ જ હતા. મજાની વાત એ હતી કે તેના ઘરવાપસીના જાહેર કાર્યક્રમમાં તેનો સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. આ અગાઉ જીવાની રાજકુમારી કંજેગ રાદેન અયુ મહિદ્રની કુસ્વિદ્યાતી પરમાસીએ પણ ઇસ્લામ મત ત્યજીને હિન્દુધર્મમાં ઘરવાપસી કરી હતી. તો તાજેતરમાં ઇન્ડોનેશિયાના મુખ્ય ન્યાયાધીશ ઇફા સુદેવીએ પણ ઇસ્લામ મતને ત્યજી સનાતનમાં ઘરવાપસી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં ૯૮ ટકા મુસ્લિમ જનસંખ્યા છે અને હિન્દુ માત્ર ૨ ટકા જ છે. છતાં અહીં હિન્દુ ધર્મનાં મૂળિયાં ઘણાં જ ઊંડાં છે અને ઠેરઠેર સનાતન ધર્મનો પ્રભાવ જોવા મળે છે. અહીંના રાષ્ટ્રીય ચલણ પર શ્રી ગણેશની છાપ હોય કે રાષ્ટ્રીય એરલાઇનનું નામ ગરુડ હોય કે શ્રીરામ લીલાનું મંચન, તમામ હિન્દુ સનાતન સભ્યતાનાં પ્રતીકો છે અને અહીંનો મુસ્લિમ સમુદાય પણ ગર્વભેર પોતાના સનાતન મૂળને સ્વીકારે છે.
 
માત્ર ઇન્ડોનેશિયામાં જ નહીં જાપાન, રશિયા, અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની વગેરે જેવા વિકસિત દેશોમાં પણ સનાતન હિન્દુ ધર્મની બોલબાલા જોવા મળી રહી છે. તાજેતરમાં જ સમાચાર હતા કે હંગેરીના એક સ્થાને કૃષ્ણવેલી નામે આખેઆખું વૈદિક ગામ બનાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ રીતે સનાતન પરંપરાઓ આધારિત ચાલે છે.
 
અનેક મોટા મહાનુભાવોએ સનાતન હિન્દુ ધર્મને સ્વીકારી કર્યો છે
 
તાજેતરમાં વિશ્વના અનેક મોટા મહાનુભાવોએ પોતાના મતને ત્યજીને સનાતન હિન્દુ ધર્મને સ્વીકારી લીધો છે અને તેના પ્રત્યેની આસ્થાનો જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે. ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ક, એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ, હોલિવૂડ ફિલ્મ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન, રશેલ બ્રાન્ડ હ્યુ જેકમેન પોપસ્ટાર મેડોના, મિલી સાયરસ, હોંગકોંગના પ્રસિદ્ધ કલાકાર જેકી હેંગ, હોલીવૂડની જાણીતી અભિનેત્રી જૂલિયા રોબટસ પ્રવાસ દરમિયાન સનાતન ધર્મથી એટલાં તો પ્રભાવિત થયાં કે સંપૂર્ણ રીતે સનાતન હિન્દુ ધર્મના રંગે રંગાઈ ગયાં છે. આજે પણ તે પોતાનું જીવન સનાતન મૂલ્યોને અનુરૂપ જ જીવે છે. આ તો માત્ર કેટલાંક ઉદાહરણો છે. જે રીતે વિશ્વભરમાં સનાતન હિન્દુધર્મીઓ કાઠું કાઢી રહ્યા છે અને સનાતન ધર્મનાં મૂલ્યોનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે તેનાથી હજારો લોકો સનાતન ધર્મ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે અને સનાતન હિન્દુ ધર્મ સ્વીકારી રહ્યા છે.
 
આગળ જણાવ્યું તેમ વિશ્વભરમાં જે રીતે હિન્દુત્વની સ્વીકાર્યતા વધી છે તેની પાછળનું મુખ્ય કારણ હાલ ભારતમાં થયેલ હિન્દુત્વનું પુનઃ જાગરણ છે. આઝાદીના સાત દાયકા બાદ હાલ સમગ્ર દેશમાં હિન્દુ સનાતન મૂલ્યોનું અભૂતપૂર્વ જોર અને જોશ છે. અહીં સામાન્ય જનતાથી માંડી સરકાર પણ વિશ્વ સમુદાય સમક્ષ હિન્દુત્વ સનાતનના વિશ્વકલ્યાણકારી અને સર્વ સમાવેશી પાસાને સફળતાપૂર્વક રજૂ કરી રહ્યાં છે. તે જ કારણ છે કે હાલ અબુધાબી જેવા કટ્ટર ઇસ્લામિક દેશોમાં વિશાળ હિન્દુ મંદિરોના વાવટા ફરકી રહ્યા છે અને શ્રીરામકથાઓ યોજાય છે, જેમાં અરબો જય શ્રીરામના નારા લગાવે છે. બ્રિટનથી માંડી આયર્લેન્ડ જેવા દેશોમાં ભારતીય મૂળનાં લોકો નેતૃત્વ કરે છે. મહાસત્તા અમેરિકામાં રાજનૈતિક પક્ષો પણ હિન્દુત્વ સમક્ષ નતમસ્તક બન્યા છે. ખરેખર આ પણ વૈશ્વિક સ્તરે હિન્દુ-સનાતન ધર્મના નવજાગરણનો યુગ કહી શકાય.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...