અખંડ ભારત સત્ય છે, મતાંતરણ અટકવું જોઇએ, આક્રાંતાઓના નામ ન હોવા જોઇએ – મોહનજી ભાગવત

"સંઘ યાત્રાના 100 વર્ષ: નવા ક્ષિતિજ" વ્યાખ્યાનમાળા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહન ભાગવતે ૨૯ ઑગસ્ટે જિજ્ઞાસા સમાધાન સત્રમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. અહી તેમાંથી કેટલાંક અંશો રજૂ કરવામાં આવ્યા છે.

    ૩૦-ઓગસ્ટ-૨૦૨૫   
કુલ દૃશ્યો |

100-years-of-the-sanghs-journey-new-horizons-
 
મતાંતરણનું સ્થાન કોઇ ધર્મમાં નથી છતાં આ થઈ રહ્યું છે!
 
મતાંતરણ – કન્વર્શન ભારતીય પરંપરાનો હિસ્સો નથી, ક્રિશ્ચિયનીટી અને ઇસ્લામમાં પણ આને સ્થાન નથી. માટે આ થવું ન જોઇએ. રિલિજન પોતાની ચોઈસ છે. જેને જે રિલિજનમાં જવું હોય, જોરજબરદસ્તીથી ગયા હોય તો પાછું આવવું હોય, મનથી આવો, લોભ, લાલચ જબરદસ્તી નથી. પણ આવું થઈ રહ્યું છે જે રોકવું પડશે.
 
ઘૂસણખોરી રોકવી જોઇએ…
 
આપણું ડીએનએ એક છે. પણ દરેક દેશની એક વ્યવસ્થા પણ હોય છે. તેની કેટલીક સીમાઓ પણ હોય છે. તમે પૂછો છો એક ઘૂસણખોરોને રોકવા શું યોગ્ય છે? હું કહીશ કે ડીએનએ એક છે તો પરમિશન લઈને આવવું શું ખોટી વાત છે? પરમિશન લઈને આવવું જોઇએ. પરમિશન ન મળે તો ન આવવું જોઇએ. વિધિ-વિધાન બાજુ પર મૂકી ઘૂસી જવું ખોટી વાત છે. માટે ઘૂસણખોરી રોકવી જોઇએ.
 
ત્રણથી ઓછો જન્મદર ન હોવો જોઇએ
 
દુનિયાના બધાં જ શાસ્ત્ર – વિજ્ઞાન એવું કહે છે કે જેનો ત્રણથી ઓછો જન્મદર હોય તે ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે. તો ત્રણથી ઉપરનો આ દર મેન્ટેન કરવો જોઇએ. બધા દેશો, સમાજમાં આવું થાય છે.
 
ત્રણથી વધારે નહીં…
 
જનસંખ્યા નિયંત્રિત રહે અને જનસંખ્યા પર્યાપ્ત રહે તે માટ્રે ઘરમાં ત્રણ (બાળકો) હોવા જોઇએ. ત્રણથી આગળ વધવું જોઇએ નહી. પરવરિશની દ્રષ્ટિએ આ વાતનો બધાએ સ્વીકાર કરવો જોઇએ.
 
અંખડ ભારત એક સત્ય
 
અંખડ ભારત છે. આ એક સત્ય છે. ફેક્ટ ઑફ લાઈફ છે. …ઉપાય એક જ છે. સંસ્કૃતિથી, પૂર્વજોથી અને માતૃભૂમિથી આપણે બધા એક છીએ, આવું આપણે સમજીએ અને વ્યવહાર શરૂ કરીએ.
 
અંખડ ભારત એક સત્ય
 
...અખંડ ભારત ધ્યાનમાં રાખવું એ માત્ર પોલિટિકલ નથી. કેમ કે અખંડ ભારત જ્યારે અંખડ ભારત હતું ત્યારે પણ તેને રાજા, રાજ્ય, સીમાઓ હતી. આવવા-જવા પર પરમિશન લેવી પડતી હતી. પુરાતનકાળમાં અંદરો-અંદર કેટલીક લડાઈઓ પણ થઈ હતી પણ અહીંના લોકો ઉત્તરથી દક્ષિણ સુધી ગમે ત્યાં જઈ શકતા હતા. રોકાઈ શકતા હતા કમાઈ શકતા હતા. તેઓ આ દેશને એકાકાર માનતા હતા.
 
આ બધાથી ઉપર આપણું રાષ્ટ્ર છે…
 
ગેરસમજ દૂર થવી હોઇએ. ઇસ્લામ ભારતમાં આવ્યો ત્યારથી આજ સુધી ભારતમાં જ રહ્યો છે. આજે પણ છે. ઇસ્લામ નહી રહે એવું વિચારનારો હિન્દુ વિચારનો નથી. હિન્દુ વિચાર આવો નથી. બન્ને બાજુ આવો કોન્ફિડેન્સ બને ત્યારે સંઘર્ષ ખતમ થશે. પહેલા એ માનવું પડશે કે આપણે બધા એક છીએ. ભાષા અલગ છે, જાતિ અલગ છે, પૂજા અલગ છે. આ બધું છે, આ વિશેષતાઓ છે આપણી. પણ આ બધાથી ઉપર આપણું રાષ્ટ્ર છે.
 
આક્રાંતાઓના નામ ન હોવા જોઇએ!
 
ભારતના શહેરો અને માર્ગોના નામ આક્રાંતાઓના નામે ન હોવા જોઇએ. આનો અર્થ એ નથી કે મુસલમાનોના નામ ન હોવા જોઇએ. આક્રાંતાઓના નામ ન રાખો. શહીદ હવાલદાર અબ્દુલ હમીદ, ડૉ. અબ્દુલ કલામ આઝાદના નામ હોવા જોઇએ. પ્રશ્ન રિલિજન - ધર્મનો નથી પ્રશ્ન કોણ દેશભક્ત છે તેનો છે. આપણને પ્રેરણા કોનામાંથી મળે? જેટલી પ્રેરણા રામ પ્રસાદ બિસ્મિલમાંથી મળે છે એટલી જ પ્રેરણા અશફાક-ઉલ્લા-ખાનથી પણ મળે છે. મળવી જોઇએ.
 
સંઘનો સ્વયંસેવક કોઇ અત્યાચાર પર વિશ્વાસ રાખતો નથી અને કોઇ અત્યાચારનું સમર્થન પણ કરતો નથી.
 
હિંદુ સમાજ મનથી રાહ જોઇ રહ્યો છે.
 
અમારી પૂજા અલગ છે માટે સમાજ અલગ છે. સંસ્કૃતિ અલગ છે. અમે મુસલમાન છીએ, અમે ઈસાઈ છીએ. પણ આપણે યૂરોપિયન નથી. આપણે અરબ તુર્કના નથી. આપણે ભારતના છીએ. આપણા પૂર્વજ ભારતીય છે. આવી ભાષા જ્યારે એ લોકોના નેતૃત્વની થશે, આ વાત ત્યાં શીખવવામાં આવશે ત્યારે બધુ સારું થઈ જશે. હિંદુ સમાજ મનથી આતુરતા સાથે તેની રાહ જોઇ રહ્યો છે.
સંવિધાનના આ ચાર પ્રકરણ ભણાવવા જોઇએ
 
સંવિધાનનું આમુખ, નાગરિક કર્તવ્ય, નાગરિક અધિકાર અને માર્ગદર્શક તત્વ…સંવિધાનના આ ચાર પ્રકરણ પ્રાથમિક શાળાઓમાં ભણાવવા જોઇએ. બધા વિદ્યાર્થીઓને તેની જાણકારી હોવી જોઇએ. આપણને પણ તેની જાણકારી હોવી જોઇએ અને તેનું પાલન કરવું જોઇએ. તો જ નવી પેઢી શીખશે. જાગરણ આ રીતે જ થાય છે.
 
બધી જ ભાષા આપણી છે
 
ભાષામાં વિવાદ કેમ? સ્વભાવિક રીતે આપણી માતૃભાષા આપણને આવડવી જોઇએ. આપણે જે પ્રદેશમાં રહીએ છીએ તે પ્રદેશની ભાષા આપણને સારી રીતે બોલતા આવડવી જોઇએ અને એક જે વ્યવહારની ભાષા છે તે શીખવી જોઇએ. આ ત્રણ કામ થવા જોઇએ. માટે આમાં ઝગડો નથી કરવાનો. બધી જ ભાષા આપણી છે. આવો વ્યવહાર કરવાનો છે

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...