ગૂગલ-ચેટજીપીટી ભૂલી જશો! ભારતનું પોતાનું 'સર્વમ AI' આવી ગયું છે,ભારતની 'સર્વમ AI' ક્રાંતિ: વિદેશી કંપનીઓની દાદાગીરીનો અંત?

"ઇન્ડિયા AI મિશન" હેઠળ પસંદ કરાયેલી ૧૨ સંસ્થાઓમાં "સર્વમ AI" સ્થાન પામ્યું છે અને સરકાર દ્વારા તેને ₹246.72 કરોડની મોટી મદદ મળી છે, જે દર્શાવે છે કે ભારત આ ક્ષેત્રે કેટલું ગંભીર છે.

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Sarvam AI gujarati
 
 
આજે જ્યારે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના રંગે રંગાઈ રહી છે, ત્યારે ભારત પણ આ રેસમાં માત્ર એક 'ગ્રાહક' બનીને રહેવા નથી માંગતું. 21 ફેબ્રુઆરી 2026 ના અહેવાલો સાક્ષી પૂરે છે કે ભારત હવે પોતાની ટેકનોલોજીકલ ઓળખ અને સાર્વભૌમત્વને મજબૂત કરવા એક નવી ઊંચાઈ તરફ ડગ માંડી રહ્યું છે. હવે આપણે માત્ર વિદેશી ટેકનોલોજી પર નિર્ભર નથી, પણ 'મેડ-ઈન-ઈન્ડિયા' AI મોડલ્સ દ્વારા દુનિયાને આપણી તાકાત બતાવી રહ્યા છીએ. આ પરિવર્તનના મૂળમાં 'સર્વમ AI' જેવી સંસ્થાઓ છે, જે ભારતની અનેક ભાષાઓ અને અહીંની જરૂરિયાતોને સમજીને ખાસ આપણા માટે જ AI સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ માત્ર આર્થિક પ્રગતિની વાત નથી, પણ ટેકનોલોજીના માધ્યમથી દેશના છેવાડાના માનવીને સશક્ત બનાવવાનો એક સાચો અને પ્રયાસ છે.
 
સંપૂર્ણ સ્વદેશી...
 
ભારતની ડિજિટલ તાકાત હવે એવા વંળાક પર આવી પહોંચી છે કે જ્યાં આપણી પાસે પોતાની ટેકનોલોજી હોવી બહુ જરૂરી છે. આજે જ્યારે સરકારી કામકાજથી લઈને રોજિંદા ઉદ્યોગોમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે એ પણ એટલું જ જરૂરી છે કે આ સિસ્ટમ આપણી પોતાની ભાષાઓ અને આપણા ડેટાને સમજે. 'સર્વમ AI' એ આ દિશામાં એક મોટું અને પ્રશંસનીય પગલું ભર્યું છે. તેમણે એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે સંપૂર્ણરીતે ભારતમાં જ બન્યું છે અને તે ભરતમાંથી જ ચાલે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે ભાષાના કારણે ટેકનોલોજી વાપરવામાં કોઈ અડચણ નહીં આવે અને આપણે વિદેશી કંપનીઓ પર નિર્ભર નહીં રહેવું પડે. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે પણ 'ઇન્ડિયાAI ઇમ્પેક્ટ સમિટ 2026'માં સાચું જ કહ્યું છે કે સર્વમ AI જેવા પ્રયાસો ભારતને 'વિકસિત ભારત' બનાવવામાં સાચા સાથીદાર બનશે, કારણ કે તે ટેકનોલોજીને સામાન્ય માણસના હાથ સુધી પહોંચાડવાનું કામ કરે છે.
 
આ સંસ્થાએ બનાવેલા મોડલ્સ ખરેખર અદભૂત છે 
 
ભારત સ્વદેશી ટેકનોલોજી વિકસાવે અને આગળ વધે તે આજના સમયની માંગ છે. 'ઇન્ડિયા AI મિશન' હેઠળ પસંદ કરાયેલી ૧૨ સંસ્થાઓમાં 'સર્વમ AI' સ્થાન પામ્યું છે અને સરકાર દ્વારા તેને ₹246.72 કરોડની મોટી મદદ મળી છે, જે દર્શાવે છે કે ભારત આ ક્ષેત્રે કેટલું ગંભીર છે. આ સંસ્થાએ બનાવેલા મોડલ્સ ખરેખર અદભૂત છે. જેમ કે, તેમનું 'બુલબુલ' મોડલ ૧૧ ભારતીય ભાષાઓમાં બોલી શકે છે, તો 'સારસ' મોડલ આપણી ૨૨ સત્તાવાર ભાષાઓને સાંભળીને સમજી શકે છે. એટલું જ નહીં, તેમનું 'વિઝન' મોડલ તો હાથે લખેલા અક્ષરો અને ભેગી લખેલી ભાષાઓને પણ ઉકેલી શકે છે. આપણા જેવા વિવિધતાવાળા દેશ માટે આ માત્ર ટેકનોલોજી નથી, પણ એકબીજાને સમજવાનો એક નવો રસ્તો છે.
  
સર્વમ AIની દુનિયા માત્ર ટેકનિકલ મોડલ્સ પૂરતી સીમિત નથી, પણ તે સરકાર, વેપારીઓ અને સોફ્ટવેર બનાવનારાઓને એકસાથે જોડતું એક મોટું માળખું છે. તેમનું 'સર્વમ ફોર કન્વર્સેશન' પ્લેટફોર્મ એટલું અદભૂત છે કે તેમાં થતી વાતચીત એકદમ સહજ અને આપણી સંસ્કૃતિને અનુરૂપ લાગે છે, અને તે પણ જરાય અટક્યા વગર. આનાથી કંપનીઓને ખૂબ જ ઓછા સમયમાં મોટો ફાયદો થાય છે. બીજી તરફ, 'સર્વમ ફોર વર્ક' અને 'કન્ટેન્ટ' જેવા સાધનોની મદદથી વીડિયો ડબિંગ કે દસ્તાવેજોના અનુવાદ કરવા હવે રમત વાત બની ગઈ છે
 
ભારત હવે ડેટા અને કમ્પ્યુટિંગમાં પણ સ્વનિર્ભર થઈ રહ્યું છે 
આ ટેકનોલોજીનો આનંદ ત્યારે વધારે આવશે જ્યારે તે સામાન્ય લોકોની સુવિધા સાથે જોડાશે. જેમ કે, આધાર (UIDAI) સાથે મળીને હવે અવાજ દ્વારા સેવાઓ આપવી અને છેતરપિંડી પકડવી સરળ બનશે. એટલું જ નહીં, ઓડિશા સરકાર સાથે મળીને મોટું AI હબ બનાવવું હોય કે તમિલનાડુમાં 'ડિજિટલ સંગમ' જેવો રિસર્ચ પાર્ક સ્થાપવો હોય, ભારત હવે ડેટા અને કમ્પ્યુટિંગમાં પણ સ્વનિર્ભર થઈ રહ્યું છે. ખાણકામ હોય, ફેક્ટરીની સુરક્ષા હોય કે નવી ભાષાઓ શીખવાની વાત હોય, આ ભાગીદારીથી આખું વહીવટી તંત્ર વધુ ઝડપી અને સ્માર્ટ બની રહ્યું છે.
 
'મેડ-ઈન-ઈન્ડિયા' ક્રાંતિ... 
 
છેલ્લે એટલું જ કહી શકાય કે, સર્વમ AI એ માત્ર એક નવી કંપની નથી, પણ ભારતની આત્મનિર્ભર બનવાની જિદ્દનું બીજું નામ છે. ભારત સરકારના 'ઈન્ડિયા AI મિશન' સાથે ખભેખભો મિલાવીને તે એક એવું વાતાવરણ બનાવી રહ્યું છે જ્યાં નવી ટેકનોલોજીનો ફાયદો સમાજના દરેક વ્યક્તિને મળે. વિદેશી સિસ્ટમ્સ પરનો ભરોસો ઓછો કરીને અને આપણી પોતાની ભાષાઓની શક્તિનો ઉપયોગ કરીને, સર્વમ AI સાચા અર્થમાં 'મેડ-ઈન-ઈન્ડિયા' ક્રાંતિની મશાલ તેજ કરી રહ્યું છે. આ સફર માત્ર ભારતને દુનિયાના નકશા પર ચમકાવશે એટલું જ નહીં, પણ એક એવા ભવિષ્યનો પાયો નાખશે જ્યાં ટેકનોલોજી સુરક્ષિત હશે અને દરેક ભારતીયના ભલા માટે કામ કરશે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...