મિશન ૨૦૩૦: શું ભારત ડૉ. કલામનું ઊર્જા સ્વતંત્રતાનું સપનું પૂરું કરી શકશે?

૨૦૩૦ સુધીમાં ઊર્જા સ્વતંત્રતા: શું ભારત ડૉ. કલામના "અધૂરા સપના"ને પુરું કરી શકશે? ઊર્જા સ્વતંત્રતા: ડૉ. કલામની એ "દૂરંદેશી" જે આજે ભારત માટે સંજીવની સમાન છે...

    ૧૩-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

dr-kalams-vision-of-energy-independence
 
 
# ઊર્જા સ્વતંત્રતા: ડૉ. કલામની એ 'દૂરંદેશી' જે આજે ભારત માટે સંજીવની સમાન છે
# ૨૦૩૦ સુધીમાં ઊર્જા સ્વતંત્રતા: શું ભારત ડૉ. કલામના 'અધૂરા સપના'ને પુરું કરી શકશે?
# મિસાઇલ મેનનું 'એનર્જી વિઝન': ખાડી દેશો પરની નિર્ભરતા ઘટાડવા ડૉ. કલામનો માસ્ટર પ્લાન શું હતો?
# મિશન ૨૦૩૦: શું ભારત ડૉ. કલામનું ઊર્જા સ્વતંત્રતાનું સપનું પૂરું કરી શકશે?
 
આજે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને ખાડી દેશોમાં અસ્થિરતા સર્જાઈ છે, આના કારણૅ તેલના ભાવ અને ગેસનો પુરવઠો ખોરવાતા જ સામાન્ય માનવીના રસોડાનું બજેટ ખોરવાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ભારતની આ 'નબળી નસ' ને આપણા 'મિસાઇલ મેન' ડૉ. એપીજે અબ્દુલ કલામે આજથી ૨૦ વર્ષ પહેલાં જ પારખી લીધી હતી?
 
ડૉ. કલામનું વિઝન: ૨૦૩૦ સુધીમાં પૂર્ણ સ્વતંત્રતા
 
વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬માં, જ્યારે ભારત આર્થિક વિકાસની નવી ઊંચાઈઓ તરફ ડગ માંડવા ચર્ચા કરી રહ્યું હતું, ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. કલામે એક સાહસિક રાષ્ટ્રીય મિશનની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. તેમનું સ્પષ્ટ લક્ષ્ય હતું: ૨૦૨૦ સુધીમાં ઊર્જા સુરક્ષા અને ૨૦૩૦ સુધીમાં ભારતને પૂર્ણ ઊર્જા સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવું.
 
તેમણે વારંવાર એ બાબત પર ભાર મૂક્યો હતો કે, "ઊર્જા સ્વતંત્રતા એ કોઈપણ રાષ્ટ્રની જીવાદોરી છે." ડૉ. કલામ જાણતા હતા કે કાચુ ખનીજ (તેલ અને કોલસો) મર્યાદિત છે અને તેના પરની નિર્ભરતા ભારતને ભવિષ્યમાં આર્થિક ગુલામ બનાવી શકે છે.
 
કેમ ડૉ. કલામે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો?
 
ડૉ. કલામ માત્ર સ્વપ્નદ્રષ્ટા નહોતા, પણ એક વૈજ્ઞાનિક હતા. તેમણે જોયું હતું કે:
 
વધતો આયાત બોજ: ભારત તેની જરૂરિયાતનું ૮૫-૮૮% તેલ આયાત કરે છે. જો આ રીતે ચાલ્યું તો ભારતનો વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો માત્ર તેલ ખરીદવામાં જ જતો રહેશે.
 
વૈશ્વિક અસ્થિરતા: ખાડી દેશોમાં થતા સંઘર્ષની અસર સીધી ભારતીય અર્થતંત્ર પર પડે છે.
 
ટેકનોલોજીકલ ક્રાંતિ: તેમણે સૂર્યપ્રકાશ (Solar), પવન (Wind) અને પરમાણુ (Nuclear) ઊર્જાને ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું.
 
શું હતો કલામનો 'એનર્જી પ્લાન'?
 
તેમણે ભારત સામે ત્રણ મુખ્ય સ્તંભો રજૂ કર્યા હતા:
 
૧. નવીનીકરણીય ઊર્જાનું વર્ચસ્વ: કુલ વીજ ઉત્પાદનમાં અક્ષય ઊર્જાનો હિસ્સો ૫% થી વધારીને ૨૫% સુધી લઈ જવો
.
૨. પરમાણુ શક્તિ: ૨૦૩૦ સુધીમાં ભારતની પરમાણુ ક્ષમતા ૫૦,૦૦૦ મેગાવોટ સુધી પહોંચાડવી.
 
૩. નદીઓનું જોડાણ અને હાઈડલ પ્રોજેક્ટ: પાણી દ્વારા વીજળી અને ખેતી બંનેને સમૃદ્ધ કરવા.
 
 
આજે ક્યાં ઊભું છે ભારત?
 
જોકે આપણે ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણ ઊર્જા સુરક્ષા મેળવવાની ડેડલાઈન ચૂકી ગયા છીએ, પરંતુ ડૉ. કલામે ચીંધેલા રસ્તે ભારતે ગજબની પ્રગતિ કરી છે.
 
• વીજળીમાં રથ ગજવ્યો: ભારતની બિન-જીવાશ્મ વીજ ક્ષમતા આજે ૫૧.૫% સુધી પહોંચી ગઈ છે.
 
• સૌર ઊર્જામાં ક્રાંતિ: ૧૪૩ ગીગાવોટથી વધુ સોલર પાવર સાથે ભારત આજે વિશ્વમાં અગ્રેસર છે.
 
• શાંતિ એક્ટ ૨૦૨૫: ભારત સરકાર હવે ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઊર્જાનું લક્ષ્ય રાખી રહી છે, જે કલામના સપનાની દિશામાં એક મોટું પગલું છે.
 
 
વર્તમાન ખાડી સંકટ અને ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષે સાબિત કરી દીધું છે કે ડૉ. કલામની ચેતવણી સાચી હતી. હજુ પણ આપણે લિક્વિડ ફ્યુઅલ (પેટ્રોલ-ડીઝલ) માટે બીજા પર નિર્ભર છીએ. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ની નાકાબંધી ભારત માટે ખતરાની ઘંટડી છે.
 
અંતે…
 
ડૉ. કલામનું ઊર્જા સ્વતંત્રતાનું સ્વપ્ન માત્ર આંકડાઓની માયાજાળ નહોતી, પણ ભારતની સંપ્રભુતાની રક્ષાનું કવચ હતું. જો આપણે આગામી દાયકામાં હાઈડ્રોજન ફ્યુઅલ, ઈલેક્ટ્રિક વાહનો અને પરમાણુ ઊર્જા પર પકડ મજબૂત કરીશું, તો જ ડૉ. કલામને સાચી શ્રદ્ધાંજલિ અપાશે અને ભારત સાચા અર્થમાં 'વિશ્વગુરુ' બનશે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...