કુક્કુટાસન - હાથ, છાતી, કાડાં અને પેટ મજબૂત કરવા કરો આ આસન

    ૧૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
kukkutasana_1   

કુક્કુટાસન - Kukkutasana

 કુકડુટાસન’ તરીકે ઓળખાય છે.

 
કુક્કુટાસન. ‘કુક્કુટ’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ ‘કૂકડો’ થાય છે. આ આસનની પૂર્ણ સ્થિતિમાં સાધકનો દેખાવો ‘કૂકડા’ જેવો થતો હોવાથી આ આસન ‘કુકડુટાસન’ તરીકે ઓળખાય છે.
 
સાવચેતી : પગના ઘૂંટણમાં કે હાથમાં કોઈ પણ પ્રકારનો દુઃખાવો હોય તો ડૉક્ટર કે યોગ શિક્ષકની સલાહ લીધા પછી જ આ આસન કરવું.
 

સ્થિતિ : પદ્માસનની સ્થિતિ ગ્રહણ કરવી.

 

આ રીતે આ આસન કરો...

 
પદ્માસનમાં બેઠા પછી જમણા હાથને, જમણી પિંડી અને સાથળની વચ્ચે રહેલી જગ્યામાંથી તેમજ ડાબા હાથને પણ ડાબી પિંડી અને સાથળની વચ્ચે રહેલી જગ્યામાંથી બહાર કાઢો. હાથની હથેળીઓને જમીન ઉપર એવી રીતે ટેકવો કે જેથી હાથના આંગળા આગળની બાજુ ફેલાયેલા રહે. હવે ફેફસામાં ઊંડો શ્વાસ ભરીને જમીન ઉપર ટેકવેલ હાથની હથેળી ઉપર ભાર આપતા શરીરને શક્ય હોય તેટલું અધ્ધર ઊંચકો. આખું શરીર માત્ર હાથની હથેળી ઉપર જમીનથી અધ્ધર ઊંચકાયેલું રહેશે. શ્વાસોચ્છ્વાસ સામાન્ય ચાલુ રાખો. પગ હાથની કોણી સુધી જમીનથી ઊંચા થવા જોઈએ. આ સ્થિતિમાં જ્યાં સુધી રોકાઈ શકાય ત્યાં સુધી રહેવું.
 
પરત ફરવા માટે શ્વાસ છોડતા છોડતા સૌ પ્રથમ શરીરને ધીમે-ધીમે નીચે જમીન તરફ લાવો. યાદ રહે કે ધબ્બ દઈને શરીર જમીન પર પછડાવું જોઈએ નહીં. શરીરને જમીન ઉપર મૂક્યા. પછી બન્ને હાથને પદ્માસન વાળેલા પગના પક્કડમાંથી મુક્ત કરો અને પદ્માસન પણ છોડી નાંખો. રિલેક્સ થાવ.
 

આસન કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો...

 
- પગ જમીનથી કોણી સુધી ઊંચા થવા જોઈએ.
- શરીરને નીચે મૂકતાં તે પછડાય નહીં તેનો ખ્યાલ રાખો.
- હાથ સીધા અને ટટ્ટાર રાખવા. કોણીથી વળે નહીં.
 

વાત આસન કરવાથી થતા ફાયદાની....

 
- હાથ, છાતી અને ભૂજાના સ્નાયુઓનો વિકાસ થાય છે.
- આંતરડા સબળ બને છે.
- સાથળ પર જમા થયેલી ચરબી આ આસનના અભ્યાસથી દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે.
- પેટમાં કૃમિવાળાઓને આ આસન લાભપ્રદ છે.
- મહિલાઓના સ્તનના રોગોમાં આસન ઘણુ લાભદાયક છે.
- મહિલાઓને માસિક, રજોદર્શન વખતે થતી બેચેની, થાપાઓમાં થતો દુઃખાવો, ભારેપણું વગેરે આ આસનના અભ્યાસથી મટી જાય છે.
- મંદાગ્નિ, મરડો, હરસ ઇત્યાદિ રોગો મટે છે.
- ઉત્થિત પદ્માસન કે લોલાસનથી થનારા બધા જ લાભ આ આસનથી મળે છે.
- શરીરમાં સ્ફૂર્તિ અને મનમાં પ્રસન્નતા પ્રગટે છે.
રોગમાં શ્રેષ્ઠ : મહિલાઓના સ્તનના રોગોમાં, હરસ-મરડાના રોગોમાં.
 
 
 

યોગ-આસન

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam #Kukkutasana

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly