ચાલો કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - આપો આ ૨૦ પ્રશ્નોના જવાબ અને તપાસો તમારું જ્ઞાન | જુલાઇ ૩૧

કુલ દૃશ્યો |

latest general knowledge_ 
 
 
૧. કયા દેશનું ૨૬ વર્ષ જૂનું લોકતંત્ર સમર્થક અખબાર ‘એપ્પલ ડેઈલી’ બંધ થયું ?
 
(અ) અફઘાનિસ્તાન (બ) મ્યાનમાર
(ક) હોંગકોંગ (ડ) બોલિવિયા
 
૨. કોરોનામાં કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ રહ્યો ?
 
(અ) જર્મની (બ) જાપાન
(ક) ન્યૂઝીલેન્ડ (ડ) સ્વિટ્ઝર્લેન્ડ
 
૩. ન્યૂઝીલેન્ડ કેટલાં વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આઈસીસી વર્લ્ડકપ જીત્યો ?
 
(અ) ૯૫ વર્ષ (બ) ૯૧ વર્ષ
(ક) ૮૭ વર્ષ (ડ) ૯૩ વર્ષ
 
૪. નારગોલ બંદર કયા જિલ્લામાં આવેલ છે ?
 
(અ) પોરબંદર (બ) વેરાવળ
(ક) કચ્છ (ડ) વલસાડ
 
૫. સદીના સૌથી મોટા દાનવીર જમશેદજી તાતાનો જન્મ ક્યાં થયો હતો ?
 
(અ) સુરત (બ) મુંબઈ
(ક) નવસારી (ડ) વલસાડ
 
૬. ગુજરાતનો પ્રથમ સોલાર ઓપરેટેડ અને કુલ્લી ઓટોમેટિક કેટલફીડ પ્લાન્ટ ક્યાં કાર્યરત છે ?
 
(અ) મહેસાણા (બ) કચ્છ
(ક) બનાસકાંઠા (ડ) વડોદરા
 
૭. રામપરા અભયારણ્ય ક્યાં આવેલ છે ?
 
(અ) રાજકોટ (બ) જૂનાગઢ
(ક) વલ્લભીપુર (ડ) અમરેલી
 
૮. દુનિયાની સૌથી મોટી ટેક ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ક્યાં યોજાઈ ?
 
(અ) સેઉલ (બ) ટોકિયો
(ક) બાર્સેલોના (ડ) પેરિસ
 
૯. મધ્ય યુરોપના કયા દેશમાં કાર ૩ મિનિટમાં એરકાર બની પહેલી ઇન્ટરસિટી ઉડાન પૂર્ણ કરી ?
 
(અ) બેલ્જિયમ (બ) જર્મની
(ક) પોલેન્ડ (ડ) સ્લોવેકિયા
 
૧૦. વર્લ્ડ ડૉક્ટર્સ ડે ક્યારે ઊજવવામાં આવે છે ?
 
(અ) ૧લી જુલાઈ (બ) ૭મી જુલાઈ
(ક) ૩૦મી જૂન (ડ) ૨૬મી જૂન
 
૧૧. ભારતરત્ન એવોર્ડ મેળવનાર એક માત્ર ડૉક્ટર કોણ છે ?
 
(અ) ડૉ. બેલે હેગડે (બ) ડૉ. રતનલાલ મિત્તલ
(ક) ડૉ. બી. સી. રોય (ડ) ડૉ. એસ. પદ્માવતી
 
૧૨. ફક્ત ૧૨ વર્ષના અભિમન્યુ મિશ્રાએ કઈ રમતમાં સૌથી નાની વયે ખેલાડી બનીને વિશ્ર્વમાં ઇતિહાસ રચી દીધો ?
 
(અ) ગોલ્ફ (બ) ચેસ
(ક) શૂટિંગ (ડ) કાર્ટરેસ
 
૧૩. ટોકિયો ઓલિમ્પિકમાં સજન પ્રકાશ કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છે ?
 
(અ) ટેનિસ (બ) તીરંદાજી
(ક) રેસલિંગ (ડ) સ્વિમિંગ
 
૧૪. સાહિત્ય જગતમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિશેષ ઓળખ કઈ રહી છે ?
 
(અ) કવિ (બ) છપ્પા
(ક) વિવેચક (ડ) પ્રવાસવર્ણન
 
૧૫. વિજાપુર તાલુકાનું માઢી ગામ કયા ઉછેર વ્યવસાય માટે વિખ્યાત છે ?
 
(અ) પશુપાલન (બ) બતકાઉછેર
(ક) ધરુઉછેર (ડ) મધમાખી ઉછેર
 
૧૬. પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા ?
 
(અ) હિમાચલ (બ) ઉત્તરાખંડ
(ક) ઓરિસ્સા (ડ) નાગાલેન્ડ
 
૧૭. વિલ્સન હિલ ક્યાં આવેલ છે ?
 
(અ) ધરમપુર (બ) તારંગા
(ક) રાજપીપળા (ડ) શામળાજી
 
૧૮. ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦ માટે પસંદ થયેલ સોનલ પટેલ કઈ પેરા રમતની ખેલાડી છે ?
 
(અ) ટેનિસ (બ) સ્વિમિંગ
(ક) શૂટિંગ (ડ) ટેબલ ટેનિસ
 
૧૯. ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦ માટે પસંદ થયેલ પારૂલ પરમાર કઈ રમતની ખેલાડી છે ?
 
(અ) બેડમિન્ટન (બ) આર્ચરી
(ક) શૂટિંગ (ડ) સ્વિમિંગ
 
૨૦. ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦ માટે પસંદ થયેલ ભાવિના પટેલ કઈ પેરા રમતની ખેલાડી છે ?
 
(અ) એથ્લેટિક્સ (બ) બાસ્કેટબોલ
(ક) ટેબલ-ટેનિસ (ડ) જૂડો
 
 
જવાબ 
 
(૧) ક, (૨) અ, (૩) બ, (૪) ડ, (૫) ક,
(૬) બ, (૭) અ, (૮) ક, (૯) ડ, (૧૦) અ,
(૧૧) ક, (૧૨) બ, (૧૩) ડ, (૧૪) ક, (૧૫) ક,
(૧૬) બ, (૧૭) અ, (૧૮) ડ, (૧૯) અ, (૨૦) ક.
 
 
 

લેટેસ્ટ જનરલ નોલેજ

 

સ્પર્ધાત્મક પરિક્ષા માટે ગુજરાતના યુવાનોને મદદ કરવાના હેતુથી આ કોલમ સાધનામાં શરૂ કરવામાં આવી છે. દર શનિવારે આખા અઠવાડિયા દરમિયાન બનેલી અગત્યની અને પરીક્ષામાં નોંધ લેવાય એવી ઘટનાઓમાંથી પ્રશ્ન શોધી તેના જવાબ સાથે અહીં ૨૦ પ્રશ્નો વાંચકો-વિદ્યાર્થીઓ સામે મૂકવામાં આવશે. અમને વિશ્વાસ છે કે આ કોલમ વાંચવાથી નક્કી તમારા જનરલ નોલેજમાં વધારો થશે…

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly