શ્રીમદ ભગવદગીતા દ્વારા જીવન અને બિઝનેસને સફળ બનાવીએ

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

geeta_1  H x W:
 
 
આજે કોઈપણ પ્રકારના બિઝનેસમાં અનેક પ્રકારના પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં પ્રતિસ્પર્ધા, સ્ટ્રેસ વગેરેનો સમાવેશ થાય છે. આને કારણે બિઝનેસની સાથે સાથે જીવન પણ બગડે છે. આ બધામાંથી સાંગોપાંગ પાર ઊતરી બિઝનેસને અને જીવનને સફળ બનાવવાના પાઠ શ્રીમદ ભગવદ- ગીતામાં છે. તેની થોડી ચર્ચા કરીએ.
 

પ્રતિસ્પર્ધીઓ

 
આજનો માહોલ ફક્ત અનિશ્ચિતતાઓ અને પરિવર્તનોથી જ છલકાતો નથી. પ્રતિસ્પર્ધીઓ સાત સમુંદર પારથી ઍસોલ્ટ રાઇફ્લો અને કાવડિયાના કોથળા લઈને આવે છે, અને રસ્તો અવરોધનારાઓને પહેલાં ઉડાડી દઈ એ બાદ એનું નામ પૂછે છે.
 
`દરેક પ્રતિસ્પર્ધીને ચેલેન્જ ગણો, તક ગણો' એવું લખવું અને બોલવું આસાન છે. પણ છાતીમાં વાગેલી ગોળી કોણે, ક્યાંથી, ક્યારે, કઈ રીતે મારી એની ખબર પણ ના પડતી હોય તો કેવી ચેલેન્જ અને કેવી તક ?
 

ગ્રાહક

 
ગ્રાહક ગગો રહ્યો નથી. એની જરૂરિયાતોનો, આકાંક્ષાઓ અને અપેક્ષાઓનો કોઈ અંત નથી. માર્કેટ રિસર્ચ શબ્દપ્રયોગ જુનવાણી બની ગયો છે. દરેક શબ્દપ્રયોગમાં કસ્ટમર આવવો ફરજિયાત છે. માર્કેટિંગના શબ્દકોશોમાં નવા નવા શબ્દો દેખાતા રહે છે. કસ્ટમર, કસ્ટમર, કસ્ટમર.
 
(૧) કસ્મટર ઇન્ફર્મેશન સર્વિસ (૨) કસ્ટમર એક્સપિરિઅન્સ વેલ્યુ (૩) કસ્ટમર ફીડબેક (૪) કસ્ટમર રિસર્ચ (૫) કસ્ટમર લિસનિંગ (૬) કસ્ટમર લૉયલ્ટી (૭) કસ્ટમર રિલેશનશિપ (૮) ટોટલ કસ્ટમર સૅટિસ્ફેક્શન (૯) કસ્ટમર રિવોલ્યુશન (૧૦) ટોટલ કસ્મટર રિસ્પોન્સિવનેસ (૧૧) કસ્ટમર અબસેશન (૧૨) કસ્ટમર એમપાવરમેન્ટ (૧૩) કસ્ટમર, કસ્ટમર, કસ્ટમર.
 

પોલિટિકલ બિહેવિયર

 
મેનેજમેન્ટ ઉપર પુસ્તકોની એક શ્રેણી બનાવવાનું નક્કી કર્યું ત્યારે મેં પહેલા પુસ્તક માટે વિષય પસંદ કર્યો સંસ્થાઓમાં ખેલાતું રાજકારણ. એના ચૂંટેલા અંશોની અંગ્રેજી પુસ્તિકા Politics A fact of Life in Organizationsની એક કોપી અમદાવાદ મેનેજમેન્ટ ઍસોસિયેશને દેશના પ્રમુખપદના ઉમેદવાર ડૉ. અબ્દુલ કલામને એમની અમદાવાદની મુલાકાત વખતે ભેટ આપી રાજકારણનું સન્માન કર્યું.
 
સંસ્થાઓમાં રાજકારણ તો બિઝનેસની દુનિયા શરૂ થઈ એ ઘડીથી જ ખેલાતું આવ્યું છે પણ આજે એનો ભયંકર અતિરેક થઈ રહ્યો છે. યોગ્ય અને અયોગ્ય પૉલિટિક્સ વચ્ચેની રેખા અદૃશ્ય થઈ રહી છે. મેનેજરની આવડતોમાં, બૉસનું પર્સેપ્શન મેનેજ કરવાની આવડતનો અવ્વલ નંબર આવે છે. જેને રાજકારણ ખેલતાં આવડતું નથી એનું આજે કોઈ નથી. પ્રતિસ્પર્ધી સાત સમુંદર પારથી જ આવતો નથી. કંપનીમાં કામ કરતું દરેક માથું પ્રતિસ્પર્ધી છે.
 

સ્ટ્રેસ

 
મેનેજરોમાં સ્ટ્રેસની માત્રા ભયજનક હદે વધી રહી છે. કલમની મદદથી પેટિયું રળતા લેખકોનો એ માનીતો વિષય છે. એ વિષય ઉપરનાં મારાં બંને પુસ્તકો `સારો દેખાવ' કરી રહ્યાં છે એવું સાંભળવામાં આવ્યું છે.
 
ફ્રસ્ટ્રેશન, કૉન્ફ્લિક્ટ, વર્કપ્લેસની અંદરનાં અને બહારનાં પરિબળો, રોલમાં સંદિગ્ધતા, સંસ્થાઓનાં ઝડપથી બદલાતાં સ્ટ્રક્ચર અને કલ્ચર, પાવરનાં બદલાતાં સમીકરણો, લીડરશીપ અને ગ્રુપ ડાઈનેમિક્સમાં આવતાં રહેતાં પરિવર્તનો, જેટની ઝડપે વાવાઝોડા જેમ આવતી ક્રાંતિ મેનેજરોને અસહ્ય સ્ટ્રેસ આપે છે. સ્ટ્રેસ સાથે સંકળાયેલા રોગોની બદૌલત ડૉક્ટરોને ઘી-કેળાં છે અને શરાબ, સિગારેટ અને ડ્રગ્ઝના માર્કેટમાં અભૂતપૂર્વ તેજી છે.
 

geeta_1  H x W: 
 

બિઝનેસ ગ્રેપવાઇન

 
ઇન્ફર્મેશન ટેકનોલોજીની કમાલ આવી મેનેજરોને મદદ કરવા, પણ એની એક આડઅસર મેનેજરોને એમની કારકિર્દીની સફરમાં પછાડતી રહે છે.
 
મેનેજરની આવડત અને બિનઆવડતની ખબર, એના ક્ષેત્રમાં સક્રિય એવી કંપનીઓને અને વ્યક્તિઓને, જેટની ઝડપે પડતી રહે છે. તમે કેટલા પાણીમાં છો એ જાણવા માટે કંપનીઓ વચ્ચે વણલખ્યા ઍગ્રિમેન્ટો હોય છે. નોકરી બદલતા રહેવું જરૂરી છે. એ હકીકતનો સ્વીકાર કર્યા બાદ પણ એમ કરવું આસાન નથી. કંપનીઓ ઉમેદવારોને સાત ચાળણીએ ગાળીને નિર્ણયો લે છે અને એમાં ભૂલ કરી તો તે સુધારતાં જરાય અચકાતી નથી. મેનેજરે એનો બાયોડેટા, સીવી એની બેગમાં હાથવગો રાખવો પડે છે.
 

geeta_1  H x W: 
 
આવા માહોલમાં મેનેજરને જરૂર છે અગ્રેસિવ `ક્ષત્રિય' બનવાની. ગીતાના બીજા અધ્યાયના ૩૧મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે,
 
સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ ।
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ॥૩૧॥
 
અર્થાત્‌ : સ્વધર્મને (પોતાના ક્ષાત્ર ધર્મને) જોતાં પણ (તારે) વિકંપિત અર્થાત્‌ કર્તવ્ય-કર્મથી વિચલિત ન થવું જોઈએ. કેમ કે ધર્મયુક્ત યુદ્ધથી વધીને ક્ષત્રિય માટે બીજું (કોઈ) કલ્યાણકારી (કર્મ) નથી.
 
જ્ઞાન, આવડત વધારતા રહી બાંય ચડાવી જીતવા માટે `ક્ષત્રિય' બનવાની જરૂરિયાતની ચર્ચા બાદ હવે આ વિભાગમાં આપેલા શ્રીમદ્ ભગવદ્ગીતાના ચંદ શ્લોકો ઉપર વિચારજો, તમારી ફ્રેમ ઑફ રેફરન્સ મુજબ એનું અર્થઘટન કરી નાખજો.