સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ - CAA વિશે આટલું તો જાણો જ પછી બધી ભ્રમણાઓ દૂર થઈ જશે

    ૨૧-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

caa nrc_1  H x
 

 સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટને માત્ર ૪૦૦ શબ્દોમાં સમજો

સીએએ અને એનઆરસી ને લઈને દેશમાં માહોલ હલ સંવેદનશીલ છે. હકીકતમાં આ બિલ વિશે ભ્રામક માન્યતાઓ ફેલાવીને આવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે. આથી ખુદ સરકારે આ એક્ટને લઈને થોડી માહીતી પ્રકાશિત કરી છે. આટલું વાંચી લો તમને બધી ખબર પડી જશે…
 
# મુળતઃ ૧૯૫૫માં અમલમાં આવેલા નાગરિકતા ધારો સિટિઝનશીપ એક્ટ ત્રણ પ્રકારે ભારતની નાગરિકતા આપે છે. (૧) જન્મના આધારે, (૨) વારસાગત રીતે અને (૩) નોંધણી કરાવીને. કોઈપણ વિદેશી પોતાના દેશની નાગરિકતાનો ત્યાગ કરીને નોંધણી (Registration) દ્વારા ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે.
 
#  ભારતની સંસદે ૧૯૫૫ના ધારામાં સુધારો કર્યો છે. તેથી હવે ધાર્મિક કારણોથી થયેલી પ્રતાડનાને કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અઘાનિસ્થાનમાંથી જીવ બચાવીને ભારતમાં આવેલા એ દેશોના હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી આ છ લઘુમતી સમાજના શરણાર્થીઓને પણ નાગરિકતા મળશે. આ માટે આ શરણાર્થીઓએ વૈધાનિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે.
 

caa nrc_1  H x  
 
# CAA નો કાયદો ભારતના નાગરિકોને લાગુ પડતો જ નથી.
 
#  છેલ્લા છ વર્ષોમાં પાક.ના ૨૮૦૦ જેટલા અફઘાનિસ્તાનના ૯૦૦ જેટલા તથા બાંગ્લાદેશના ૧૭૨ જેટલા નાગરિકોને ભારતે નાગરિકતા આપી છે. નોંધપાત્ર વાત એ છે કે આ બધા મોટે ભાગે જે તે દેશોના બહુમતી સમાજના લોકો (એટલે કે મુસ્લિમો) જ હતા. તે જ રીતે ૨૦૧૪માં થયેલી સંધી અનુસાર ભારતમાં સમાવિષ્ટ કરવામાં આવેલા ૫૦ જેટલા બાંગ્લાદેશી ભુભાગોને કારણે ભારતે ૧૪૮૦૦ જેટલા બાંગ્લાદેશીઓને પણ ભારતે નાગરિકતા આપી હતી.
 
# CAA અમલી બન્યું તે પહેલા તે ખરડો છેક ૨૦૧૬થી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. વળી, આ વિધેયકના મુસદાને લોકસભા તથા રાજ્યસભાના કુલ મળીને ૩૦ જેટલા સાંસદોએ સંપૂર્ણપણે ચકાસ્યો હતો.
 
 

આ પણ તમને ગમશે........... 

 
 
#  આ ધારાની જોગવાઈઓમાં વર્ષ ૨૦૧૫-૧૬માં સંસદે કરેલા સુધારાઓના કારણે વર્ષ ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ત્રણ પાડોશી દેશોની લઘુમતી સમાજના ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકે છે, પરંતુ આ માટે આ શરણાર્થીઓએ આવશ્યક વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
 
#  બંધારણની કલમ ૬ અંતર્ગત ૧૯ જુલાઈ, ૧૯૪૮ની પૂર્વે પાક. માંથી ભારતમાં સ્થાનાંતરીત થયેલા સૌ કોઈને ભારતની નાગરિકતા મળી શકે છે.
 

caa nrc_1  H x  
 
#  ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૯૬૪ તથા ૧૮૭૪માં થયેલી સંધીઓના આધારે ભારતે ૧૯૬૪ થી ૨૦૦૮ સુધીના વર્ષોમાં શ્રીલંકાના ૪.૬૧ લાખ જેટલા તમીલોને ભારતની નાગરિકતા આપીને તેમને ભારતમાં વસાવ્યા હતા.
 
#  બ્રહ્મદેશમાં સ્થાયી થયેલા બે લાખ જેટલા ભારતીય મૂળના વેપારીઓને ૧૯૬૨ થી ૧૯૭૮ના વર્ષોમાં પોતાના વેપાર ધંધા છોડીને ભારત આવવું પડ્યું હતું. એ લોકોને પણ ભારતે નાગરિકતા આપીને તેમનું ભારતમાં પુનર્વસન કરાવ્યું હતું.
 
#  પાકિસ્તાને વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૧માં ભારત ઉપર કરેલા આક્રમણોને પરિણામે તે દેશમાં વસતા હિન્દુઓ ઉપર પાશવી અત્યાચારો થયા હતા. આવા ઇસ્લામિક દમનથી જીવ બચાવવા પાક. છોડીને ભારતમાં આવેલા સેકડો હિન્દુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવા માટે ગુજરાત તથા રાજસ્થાનના ૬ જિલ્લા કલેક્ટરોને ભારત સરકારે વિશેષ સત્તાઓ આપી હતી. આ સત્તાનો ઉપયોગની સમયાવધિ વર્ષ ૨૦૦૬ સુધી લંબાવવામાં આવી હતી.
 
#  CAA વિદેશના કોઈપણ સમાજના વિરુદ્ધમાં નથી. ઉલ્ટાનું આ ધારો આ ત્રણ દેશોની પીડિત લઘુમતીઓને ભારતની નાગરિકતા આપે છે.
 
# CAA ભારતની અનુ. જનજાતિઓ તથા પૂર્વોત્તરની આદિ જાતિઓના હિતોનું સંપૂર્ણપણે રક્ષણ કરે છે.