સફળ થવું છે? શાંતિ અને ધીરજ થી કામ કરવાની ટેવ પાડો...

    ૧૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

success tips gujarati_1&n 
 

ઉતાવળથી દૂર રહો

 
જીવનમાં આગળ વધવા માટે ઉતાવળથી દૂર રહેવું જોઈએ. “ઉતાવળે આંબા ન પાકે” એ કહેવત તો તમે અવારનવાર બોલો પણ છો પણ તમારા જીવનમાં તમે એ કેમ અમલમાં મૂકતા નથી એ મને સમજાતું નથી.
 
પૂરી વાત સમજ્યા વિના સામી વ્યક્તિ માટે બાંધેલા અભિપ્રાયો તેને અન્યાયકર્તા હોય છે અને એ બદલ પાછળથી આપણને પસ્તાવાનો વારો આવે છે. એથી અભિપ્રાય બાંધવામાં બિલકુલ ઉતાવળ કરવી યોગ્ય નથી.
 
કેટલાક પ્રસંગોમાં ભાવિની દિશા નક્કી કરવામાં કે પતિપત્નીની પસંદગીમાં ઉતાવળે લીધેલો નિર્ણય જિંદગીભરનો પસ્તાવો બની રહે છે.
 
સામે આવી પડેલું કાર્ય એકદમ ઉકેલી નાખવા તત્પર થશો નહીં. પ્રથમ તો એ કાર્યને પૂરેપૂરું સમજી લ્યો. એના એકેએક પાસાનું મનન કરી લ્યો. પછી તેને રસપૂર્વક ધીરજથી ઉકેલવા માંડો. શરૂઆતમાં કઠિન લાગતું કામ તમારા માટે રમત જેવું બની જશે.
 
ઉતાવળી જિંદગી (Fast Life) જીવનાર વ્યક્તિના જ્ઞાનતંતુઓ નબળા પડે છે અને પરિણામે તે માનસિક શાંતિ ગુમાવી બેસે છે. તમે ઉતાવળથી દૂર રહેવાનો સંકલ્પ કરો. એ પ્રમામે વર્તો. પરિણામે તમે પ્રસન્નતા, શાંતિ અને ધીરજથી કાર્ય કરવાની ટેવ પાડી શકશો અને ધીરજથી થયેલા કાર્યો સફળ બને.
 
 
 
 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly