સક્સેસ મંત્ર - ૬ । મનને ક્યારેય નવરું ન પડવા દો...આટલું કરો

    ૨૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
mind tips_1  H
 

મનને નવરું પડવા દેશો નહીં

 
તમારે જો જીવનમાં આગળ વધવું હોય તો તમે હંમેશાં કાર્યરત રહેજો. તમારા મનને નવરું પડવા દેશો નહીં. તમારા મનને નવરું પડવા દેશો નહીં, કેમ કે નવરું પડેલું મન ભય અને ચિંતા, હતાશા અને નાસીપાસીના જ વિચારો કર્યા કરશે. જેની લેશમાત્ર શક્યતા નહીં હોય એને મોટું રૂપ આપી બેસશે અને ભયની ભૂતાવળ પોતાની આસપાસ ખડી કરી દેશે.
 
આ બધાથી બચવાનો સહેલો અને સટ ઉપાય છે અને તે એ કે કોઈ ને કોઈ રચનાત્મક કાર્યમાં તમે મચ્યા રહો.
 
હંમેશા કામ કરવાથી ક્યારેક કંટાળો આવે એ સ્વાભાવિક છે, પણ એ કંટાળો ઊપજે ત્યારે કામનો પ્રકાર બદલશો તો કંટાળો દૂર થશે. રજાનો દિવસ હોય કે કોઈ કામ ન હોય તો તમને મનગમતુ પુસ્તક વાંચજો. એમાં મન પરોવશો તો નકામા વિચારો તમારા માનસપટ પર આસન નહીં જમાવી શકે. કોઈ મિત્રને ત્યાં જજો અથવા મિત્રને તમારે ત્યાં બોલાવશો અને એની સાથે વાતોમાં ગુંથાશો તો પણ તમારું મન નવરું નહીં પડે.
 
અને ધારો કે કોઈ કારણસર તમારું મન નવરું પડી જાય અને વિઘાતક વિચારોના વમળમાં અટવાઈ જાય તો સાબદા થઈ જજો અને જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવા વિચારોને મનમાં સ્થાન આપજો.
 
જો કે સારી વાત તો મનને ક્યારેય નવરું ન પડવા દેવાની છે.
 


આગળના પાંચ સક્સેસ મંત્ર વાંચવા અહી ક્લિક કરો... 

 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly