સક્સેસ મંત્ર ૩ । જીવનમાં આગળ વધવા માટે તમે ક્યારેય પણ ક્રોધ કરશો નહીં.

    ૦૬-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

angry and success_1  
 

ક્રોધને કાબૂમાં રાખો

 
માનવજીવનમાં વિનાશ વેરતાં તત્ત્વોની યાદી કરવા બેસીએ તો ક્રોધને આગલી હરોળમાં સ્થાન આપી શકાય.
 

શરીરવિજ્ઞાનશાસ્ત્રીઓના મત મુજબ ગુસ્સે થનાર વ્યક્તિના શરીરની એક ગ્રંથિમાંથી એક સૂક્ષ્મ પદાર્થનો સ્રાવ થાય છે અને પરિણામે લોહીમાં ખાંડનું પ્રમાણ વધી જવાથી લોહીના પરિભ્રમણની ગતિમાં વધારો થાય છે. તેથી એક પ્રકારનો જુસ્સો આવી જાય છે. એ સમયે માનવી શું કરી બેસે છે એનું એને ભાન રહેતું નથી. એ સ્રાવને સૂકવી નાખવામાં ન આવે તો જઠરમાં ચાંદા પડે છે. “બ્લડ પ્રેશર”નો ભોગ થઈ પડાય છે, એટલું જ નહીં પણ મગજ સુધી એ સ્રાવની અસર પહોંચે તો ગાંડપણનો પણ ભોગ થઈ પડાય છે.
 
ક્રોધે ભરાયા પછી તુરત તેમાંથી મુક્ત થવાતું નથી. શરૂઆતમાં ક્રોધ આપણા કબજામાં હોય છે પણ પચી આપણે તેના કબજામાં જઈ પડીએ છીએ. પરિણામે સારાસારનો વિવેક ભૂલી, ન કરવાનું કરી બેસીએ છીએ.
 
આ બધા આપત્તિકર પરિણામોમાંથી બચવા માટે ગુસ્સે ન થવાથી ગાંઠ વાળવી એ સહેલામાં સહેલો ઉપાય છે. ક્રોધના વેગને રોકવા પાણીનો એક ગ્લાસ પૂરતો છે. વળી એ અવસ્થામાં એકથી સો ગણવામાં આવે તો પણ ગુસ્સાનો વેગ ઘટી જાય છે. ને તે શાંત પડે છે. જીવનમાં આગળ વધવા માટે તમે ક્યારેય પણ ક્રોધ કરશો નહીં.
 
 

સક્સેસ મંત્ર… Success Mantra

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly