અસ્પૃશ્ય કોણ ? અછૂત કોણ? આપણે જે સમજીએ છીએ એ નહી?!

13 Feb 2021 12:29:31

Bhagavan Buddha_1 &n
 
ભગવાન બુદ્ધ ( Bhagavan Buddha ) ની ધર્મસભા ચાલી રહી હતી. ગૌતમ બુદ્ધ ધ્યાનમગ્ન અવસ્થામાં બેસી ચિંતન કરી રહ્યા હતા. ત્યારે જ બહાર ઊભેલો એક વ્યક્તિ રાડો પાડી પાડી કહેવા લાગ્યો. આજે મને સભામાં બેસવાની અનુમતિ કેમ ન આપવામાં આવી ? શાંત સભામાં તેના ક્રોધિત શબ્દોથી વાતાવરણમાં ગરમાવો આવી ગયો, પરંતુ બુદ્ધ તે જ અવસ્થામાં ધ્યાનમગ્ન બેસી રહ્યા. પેલો વ્યક્તિ પહેલેથી પણ વધુ ઊંચા અવાજે બરાડવા લાગ્યો. શિષ્યોએ સભામાં શાંતિ જળવાય એ માટે પેલા વ્યક્તિને અંદર પ્રવેશવાની અનુમતિ આપવા ભગવાન બુદ્ધિને અપીલ કરી. બુદ્ધે કહ્યું, તે વ્યક્તિ અંદર બેસવા યોગ્ય નથી. તે અછૂત છે. આ સાંભળી શિષ્યો આશ્ર્ચર્યમાં પડી ગયા ને કહ્યું, ભગવાન ! તમે આમ કેમ કહો છો ? આપના મતે તો જાતિ-પાંતિ, ઊંચ-નીચ જેવી કોઈ જ ચીજ હોતી નથી. પછી તે વ્યક્તિ અછૂત કેવી રીતે હોવાનો ?’
 
ભગવાન બુદ્ધ ( Bhagavan Buddha ) પોતાના ચિરપરિચિત અંદાજમાં બોલ્યા, હાલ તે ક્રોધમાં છે. ક્રોધથી શાંતિ અને એકાગ્રતા ભંગ થાય છે. ક્રોધી વ્યક્તિ હિંસા કરે છે. જો તે શારીરિક હિંસાથી બચી પણ જાય તો તે માનસિક હિંસા અવશ્ય કરે છે. કોઈ પણ કારણ હોય, ક્રોધ કરનાર વ્યક્તિ અછૂત હોય છે. તેણે થોડાક સમય માટે એકાંતમાં રહી પશ્ર્ચાત્તાપ કરવો જોઈએ. તેને આપોઆપ સમજાઈ જશે કે તે નાહકનો ક્રોધ કરી રહ્યો છે. તેને અહિંસાની મહાનતા સમજાવવી હશે તો તેને એકાંત આપવું જ પડશે. ભગવાન બુદ્ધની આ વાત પછી શિષ્યો સમજી ગયા કે અસ્પૃશ્યતા શું હોય છે અને સાચો અસ્પૃશ્ય કોણ હોય છે.
 
પાથેય । આ પ્રસંગો પણ તમને વાંચવા ગમશે... 
 
 
ચાલ જીવી લઈએ.. 
સૌથી વધુ બુદ્ધિમાન અને જ્ઞાની કોણ ? 
મીઠું ઝેર કોને કહેવાય? ગુરૂએ જણાવ્યું... 
Powered By Sangraha 9.0