આજે ૧૦૦૦ વર્ષ પછી આ સમુદાયને કોઈ પૂરા સન્માન અને ઈતિહાસબોધ સાથે પોતાના પૂર્વજોની ભૂમિ પર આમંત્રણ આપી રહ્યું હોય ત્યારે તેમનામાં આનંદ અને ઉત્સાહ ન હોય તો જ નવાઈ ! સૌરાષ્ટ્ર- તમિલ સંગમમ એ કોઈ એક કાર્યક્રમ માત્ર નથી. આ સંગમ ભાષાઓ અને આશાઓનો ઉત્સવ છે. આ ઉત્સવ એ ઉજવણી છે સદીઓના સંબંધોની. ..
ભવાઈ । એક બ્રાહ્મણે પટેલની દીકરીની લાજ બચાવી લીધી પણ પછી શું થયું ?
ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ `ભાવ' પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે. ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય...
હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું ? ગુજરાત અસ્તિત્વમાં આવવાનો ઇતિહાસ
ગુજરાત માટે મુંબઈ હાથથી ગયું એ મોટું નુકસાન હતું. આજે મુંબઈ ગુજરાતમાં હોત તો ગુજરાતની શિકલ અલગ હોત એ કહેવાની જરૂર નથી. અલબત્ત ગુજરાતીઓએ ડાંગને ના જવા દીધું એ પણ મહત્વનું છે...
‘ગુજરાત’ નામ કેવી રીતે પડ્યું ? ‘સ્વર્ણઅક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની...
૧૯૭૪માં પંચમહાલ જિલ્લાના સંજેલી ગામ પાસેથી મળી આવેલ તામ્રપત્ર પરથી માહિતી મળતી હતીકે ગુર્જરોનો સંબંધ હૂણ રાજા તોરમાણ સાથે હતો. આનાથી સાબિત થાય છે કે ગુર્જરો અને હૂણ વચ્ચે સંબંધો હતા...
જય ગાંધીનગર... જય ગુજરાત... | ગાંધીનગર ઐતિહાસિક નહીં પણ ઇતિહાસ રચનારું નગર છે
ગાંધીનગર વૃક્ષોનું નગર છે, જ્યાં પ્રત્યેક વૃક્ષ એક વિકાસનો શ્ર્લોક છે. આ નગરમાં રહેવું, એનું સ્મરણ કરવું કે એના વિશે લખવું એ ગુજરાતીભાષાની પૂજા છે...
..