બોધકથા । એક ગરીબ છોકરાનો વિચાર...આ વિચાર વાંચવા જેવો છે!

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૪-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodhkatha 
 
શહેરના એક આલીસાન બંગ્લાની બહાર એક ખૂબ મોંધી કાર પડી હતી. કાર બંગ્લાની બહાર પડી હતી એટલે ત્યાંથી પસાર થનારા બધાની નજર તે કાર પર પડતી હતી.
 
થોડીવાર પછી અહીંથી એક ખૂબ ગરીબ છોકરો પસાર થાય છે. આ ગરીબ છોકરો કારને જોતો જ રહી જાય છે અને વિચારમાં પડી જાય છે.
 
થોડીવારમાં કારનો માલિક અહીં આવી પહોંચ્યો. તેણે જોયુ કે એક ગરીબ છોકરો ક્યારનોય મારી કિંમતી કારને જોઇ રહ્યો છે. તેને દયા આવી એટલે તેણે છોકરાને કારમાં બેસાડ્યો.
 
કારમાં બેસીને પેલા છોકરાએ કાર માલિકને પૂછ્યું  કે "તમારી કાર ખૂબ મોંઘી છે ને?
 
કાર માલિકે કહ્યું હા બેટા...ખૂબ મોંઘી છે પણ આ કાર મને મારા મોટા ભાઈએ ભેટમાં આપી છે.
 
આથી છોકરાએ કહ્યું કે તમારો મોટો ભાઈ ખૂબ સારો માણસ છે.
 
આટલું કહી છોકરો પાછો વિચારોમાં ખોવાઈ ગયો. આથી થોડીવાર પછી કાર માલિકે પેલા છોકરાને કહ્યું કે મને ખબર છે તું શું વિચારી રહ્યો છે! તુ પણ આવી કારનો માલિક બનવા માંગે છે ને!
 
આ સાંભળી પેલા છોકરાએ જે કહ્યું તે દરેક મોટાભાઈએ વાંચવા જેવું છે...
 
 
પેલા છોકરાએ કહ્યું કે ના, હું આ કારનો માલિક બનવા નથી માંગતો, હું પણ તમારા મોટાભાઇ જેવો બનવા માંગુ છું. મારા પણ નાના ભાઈ બહેન છે...!!
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik