મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે ઓનલાઈન આ રીતે ચકાસશો?

તમારા મોબાઇલથી જાણો કે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી? જો તમારી પાસે વોટર આઇડી ન હોય પણ મતદારયાદીમાં નામ હોય તો પણ તમે મત આપી શકો છો

    17-Nov-2022   
કુલ દૃશ્યો |

voter id search
 
 
મતદાર લોકશાહીનો ભાગ્યવિધાતા કહેવાય છે અને મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. જોકે, મતદારયાદીમાં તમારું નામ હશે તો જ તમે મતદાન કરી શકશો. જો તમારી પાસે મતદાર ઓળખપત્ર (વોટર આઇડી - Voter ID ) નહીં હોય પરંતુ મતદારયાદીમાં તમારું નામ હશે તો તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકશો. તેથી મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં એ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય તે જાણી લઇએ.
 

મતદાર યાદીમાં કેવી રીતે તમારું નામ ઓનલાઈન ચકાસશો?

સૌ પ્રથમ electoralsearch.in વેબસાઈટ ઓપન કરો, જેમાં મતદારયાદીમાં નામ ચકાસવા માટે બે વિકલ્પો જોવા મળશે. Search By Details અને Search By EPIC Number. તમને જો તમારો વોટર આઇડી નંબર ખબર ન હોય તો Search By Details વિકલ્પ પસંદ કરો. વોટર આઇડી નંબર ખબર હોય તો Search By EPIC Number વિકલ્પ પસંદ કરો.
 

EPIC નંબર વગર તમારું નામ આ રીતે શોધો

 
- Search by Details વિકલ્પ પસંદ કરો.
 
- તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મતારીખ, જાતિ, રાજ્ય, જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
 
- ત્યાર બાદ કેપ્ચા કોડ સબમિટ કરો અને સર્ચ વિકલ્પ પર ક્લિક કરો.
 
- ત્યાર બાદ તમારા મતદાર ઓળખ નંબર/EPIC નંબર અને મતદાન મથકની સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર આવી જશે.
 
- તમે ઇચ્છો તો પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરીને આ માહિતીની પ્રિન્ટ લઇ શકો છો.
 

EPIC નંબર દ્વારા તમારું નામ આ રીતે શોધો

 
- તમારે ફક્ત તમારો EPIC નંબર, રાજ્ય અને કેપ્ચા કોડ સબમિટ કરીને સર્ચ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 
- આટલું કરવાથી તમારા મતદાર ઓળખ નંબર/EPIC નંબર અને મતદાન મથકની સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર આવી જશે.
 
- પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરીને આ માહિતીની પ્રિન્ટ લઇ શકો છો.
 
 
 
તમને આ પણ વાંચવું ગમશે... 
 
 
 
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...