Use and Throw...!!
દુનિયા ઉપયોગ કરોના નિયમ પર ચાલે છે.
બધાને ઉપયોગ કરવો છે પણ ઉપયોગી બનવું નથી...!!
દુનિયાના પોતાના અનેક નિયમો છે. આ નિયમો કોઇએ બનાવ્યા નથી પણ દુનિયાનો વ્યવહાર આજે જે રીત ચાલે છે તેનો અભ્યાસ કરો તો આ નિયમો તમને સમજવા મળશે. જેમ કે એક નિયમ છે કોઇનો ઉપયોગ કરવામાં આપણે પહેલા નંબરે છીએ પણ ઉપયોગી બનવું હોય તો? આ નંબર થોડો પાછો જશે. એવું નથી કે ઉપયોગી થાય એવા લોકો આ દુનિયામાં નથી. છે પણ ખૂબ ઓછા. અને વાત એમ છે કે આ ઉપયોગી થનારા લોકો કોઇનો ઉપયોગ કરતા નથી!
એવું લાગે છે કે આ કળયુગ છે. અહીં ઉપયોગ કરવો સરળ છે પણ ઉપયોગી બનવું ખૂબ અઘરૂં છે.