બોધકથા । ભગવાનનો દોસ્ત | ભગવાનના દોસ્ત બનવું કેટલું સહેલું છે!

ટૂંકી વાર્તા , મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodh katha
 
 
એક નાનકડો છોકરો તડકામાં ઉઘાડા પગે ફૂલ વેચી રહ્યો હતો. ફૂલ લેવામાં પણ લોકો તેની સાથે ભાવતાલ કરી રહ્યા હતા. આવામાં એક સજ્જન માણસ ત્યાંથી પસાર થયો. તેણે છોકરાને જોયો એટલે તેને ખૂબ દુઃખ થયું. તે તરત નજીનની એક દુકાનમાં ગયો અને પેલા છોકરા માટે એક સરસ બૂટ ખરીદ્યા અને તેને આપ્યા. છોકરો તો ખૂશ ખૂશ થઈ ગયો. તેણે તરત બૂટ પહેરી લીધા.
 
બૂટ પહેર્યા પછી છોકરાએ પેલા સજ્જન માણસને કહ્યું કે, તમે ભગવાન છો?
 
પેલા માણસે કહ્યું ના બેટા! હું તો એક સાધારણ માણસ છું.
 
આથી છોકરાએ ફરી કહ્યું, તો તમે ભગવાનના દોસ્ત હશો! કેમ કે મેં કાલે જ ભગવાનને કહ્યું હતું કે ભગવાનજી, મારા પગ તડકામાં બળે છે, મારે બૂટની જરૂર છે. મને બૂટ લાવીને આપો.
 
આ સાંભળી પેલો સજ્જન માણસ હસ્યો તેની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યાંથી ચાલતો થયો...
 
ચાલતા ચાલતા તે સજ્જન માણસ જે વિચારે છે તેમાં ખૂબ મોટો બોધ છે...
 
પેલા છોકરાની વાત સાંભળી તે વિચારે છે કે આ દુનિયામાં ભગવાનના દોસ્ત બનવું કેટલું સહેલું છે. કુદરતના બે જ નિયમ છે. આપીને જાવ અથવા બધું છોડીને જાવ. સાથે લઈને જવાની કોઇ વ્યવસ્થા નથી...!!
 
 
ટૂંકી વાર્તા , મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik