બોધકથા । ચકી-ચકો । બોધ : જીવનમાં આ ૧૦ સત્ય જાણી લો...

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૦-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodh katha chako chaki
 
 
એક દિવસ ચકાને ચકી બોલી : મને છોડીને ઉડી તો નહીં જાય ને ?
 
ચકો બોલ્યો : ઉડી જવ તો પકડી લે જે ને !
 
ચકી : હું તને પકડી તો શકું છું પણ મેળવી નહીં શકું...
 
આ સાંભળી ચકાની આંખમાં પાણી આવી ગયું તેણે પોતાની બન્ને પાંખ તોડી નાખી.
 
...પણ આ પછી
 
એક દિવસ જોરદાર વાવાઝોડું આવ્યું
 
ચકી ઉડવા જતી હતી ત્યાં જ ચકો બોલ્યો ‘તુ ઉડી જા... હું તો નહીં ઉડી શકું...’
 
સારું...તારુ ધ્યાન રાખજે એમ કહી ચકી ઉડી ગઈ...
 
જ્યારે વાવાઝોડું શાંત થયું તો ચકી પાછી ચકા પાસે આવી....
 
પણ ચકો તો મરી ગયો હતો...
 
પણ ચકાએ એક ચિઠ્ઠી જરૂર લખી હતી...
 
તેમાં લખ્યું હતું,…
 
 
 
"કાશ... એક વાર તો કહ્યું તો કે હું તારા વિના નહીં જઈ શકું... વાવાઝોડું આવ્યા પહેલા તો હું ન જ મરત...

બોધ : જીવનમાં ૧૦ સત્ય જાણી લો...

 
૧. માની સિવાય કોઈ વફાદાર હોઈ શકે નહીં.
૨. ગરીબનો કોઈ મિત્ર હોતો નથી.
૩. આજે પણ લોકો સારા વ્યક્તિને નહીં પણ સારા ચહેરાને મહત્વ આપે છે.
૪. ઈજ્જત માત્ર પૈસાની છે માણસની નહીં.
૫. જે માણસને આપણે સૌથી અંગત ગણીએ છીએ એ જ માણસ ક્યારેક સૌથી વધુ દુ:ખ આપે છે.
૬. બદામ ખાવાથી જેટલી બુદ્ધિ નથી આવતી તેનાથી અનેક ગણી બુદ્ધિ દગો ખાવાથી આવે છે.
૭. એક વાત યાદ રાખજો... તમારી ખુશી જ તમારા દુશ્મનો માટે સજા છે.
૮. સુંદર દેખાતા લોકો હંમેશા સારા નથી હોતા અને સારા લોકો હંમેશા સુંદર પણ નથી હોતા.
૯. ચારિત્ર્યવાન માણસ તેની મીઠી બોલીથી જ ઓળખાય છે,બાકી સારી-સારી વાતો તો દિવાલો પર પણ લખેલ હોય છે.
૧૦. દુનિયામાં કોઈ કામ અશક્ય નથી બસ, ઈરાદો અને મહેનતની જરૂર છે.