બોધકથા | જે પણ કરો સર્વશ્રેષ્ઠ કરો | સર્વશ્રેષ્ઠ બનાવવાની તક ભગવાન બધાને આપે છે.

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૬-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
એક સુથાર હતો. તે ખૂબ મહેનતું હતો. લાકડાનું ઘર બનાવવાની તેનામાં અદ્ભુત કલા હતી. તે એક શેઠની ત્યાં વર્ષોથી નોકરી કરતો હતો. લોકોની પ્રશંસા જ તેની આવક હતી. એક દિવસ તેને વિચાર આવ્યો કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે આ બધુ છોડીને પરિવાર સાથે સમય પસાર કરવો જોઇએ. એટલે આ વિચાર તેણે તેના માલિકને જણાવ્યો. માલિક આ સાંભળી ખૂબ દુઃખી થયો. તેને થયું હવે આવો કારીગર અને વિશ્વાસુ માણસ નહીં મળે. એટલે માલિકે પણ તેના માટે કંઇક વિચાર્યું...!!
 
માલિકે કહ્યું ઠીક છે. તારે જવું હોય તો હું રોકીશ નહી પણ એક છેલ્લું લાકડાનું ઘર બનાવી દો. મન તો ન હતું પણ માલિકે કહ્યું એટલે સુથારે વાત માની લીધી અને કહ્યું કે આ છેલ્લું ઘર બનાવી હું નિવૃત થઈશ...
 
સુથારે ઘર બનાવવાનું શરૂ કર્યું. પણ આ વખતે તેને ઘર બનાવામાં મજા નહોતી આવતી. તે મનથી નિવૃત થઈ ગયો હતો. જેમ તેમ કરીને તેણે ઘર બનાવવાનું કામ પૂર્ણ કર્યું. માલિક આવ્યા એટલે તેમણે કહ્યું કે ઘર બરાબર બન્યું નથી. કેમ આવું થયું? કોઇ શીખવે કે નવા નવા કારીગરે બનાવ્યું હોય તેવું ઘર બન્યું છે. સુથાર પાસે આ વાતનો કોઇ જવાબ ન હતો પણ થોડીવાર પછી માલિકે સુથાર ને જે કહ્યું તેનાથી સુથારને ખૂબ પછતાવો થયો...
 
માલિકે સુથારને કહ્યું આ ઘર તમારા માટે છે. તમે જે મહેનતથી આખી જિંદગી મારા માટે કામ કર્યુ તે બદલ મારા તરફથી આપને નાનકડી ભેટ છે. આ સાંભળી સુથાર રાજી થવાને બદલે ખૂબ દુઃખી થયો. તેને પણ થયું કે આ છેલ્લું ઘર મારાથી બરાબર બન્યું નથી. જો મને પહેલાથી જ ખબર હોત કે આ ઘર મને મળવાનું છે તો હું દુનિયાનું સૌથી શાનદાર ઘર બનાવેત...
 
 
બોધ
 
બોધ એ જ છે કે જે સમયે જે પણ કામ કરો ખૂબ મનથી કરો. કર્મ તમારું સરનામું ક્યારેય ભૂલતું નથી. જિંદગીમાં આવું જ છે. સર્વશ્રેષ્ઠ બનાવવાની તક ભગવાન બધાને આપે છે. બસ તમારે તક ઝડપી લેવાની છે.
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik