બોધકથા । તેનાથી શું ફેર પડવાનો છે…?

09 Mar 2023 17:54:16
 
Bodh Katha
 

શું ફરક પડશે…!!

 
 
સમુદ્રના કિનારે અનેક લોકો બેઠા હતા. લોકો સમુદ્રની ઉછળતી લહેરોનો આનંદ લઈ રહ્યા હતા. સૂર્યાસ્તનો સમય હતો. સમુદ્ર કિનારે ખૂબ જ આલ્હાદક દ્રશ્ય જોવા મળી રહ્યું હતું. આવામાં અચાનક જ એક જોરદાર મોજુ આવ્યું. કિનારે બેઠેલા લોકો મોજાથી પલળી ગયા.
 
મોજાની તીવ્રતા એટલી બધી હતી કે થોડી વાર તો કિનારે બેઠેલા લોકો ગભરાઈ ગયા અને આમ તેમ ભાંગવા લાગ્યા. લોકોને કઇ સમજાયું નહી કે અચાનક થયું શુ?
 
આ મોજાની સાથે હજ્જારો માછલીઓ પણ કિનારે ફેંકાઈ ગઈ હતી. સમુદ્ર કિનારો તરફડિયાં મારતી માછલીઓથી ભરાઈ ગયો. બધા આ તરફડિયાં મારતી માછલીઓને જોઇ રહ્યા હતા. આમાં એક યુવાન આવે છે અને માછલીઓને પકડીને દરિયામાં ફેંકવા લાગે છે…!
 
આશ્ચર્ય સાથે કિનારે ઉભેલા લોકો આ યુવાને જોતા રહે છે. કેટલાંક તો આ યુવાન પર હસે પણ છે. એમાય એક વ્યક્તિ આ યુવાનનો મજાક ઉડાવતો તેની પાસે આવ્યો અને બોલ્યો કે, અલ્યા ગાંડા માણસ…! આ શું કરે છે? આખો સમુદ્ર કિનારો આવી તરફડિયાંમારતી માછલીઓથી ભરાઈ ગયો છે. તું જે રીતે બે-ચાર માછલી સમુદ્રમાં ફેંકી રહ્યો છે 
 
આ સાંભળી પેલા યુવાને જે કહ્યું એ એક બોધ છે…
 
પેલા યુવાને તડફડીયા મારતી માછલીઓને હાથમાં લઈ પેલા વ્યક્તિને બતાવી અને કહ્યું કોઇને ફરક પડે કે ન પડે આ માછલીઓને તો ફરક પડવાનો છે…!!
 
પેલો વ્યક્તિ હસતો બંધ થઈ ગયો અને પોતે પણ માછલીઓ પકડી સમુદ્રમાં ફેંકલા લાગ્યો…ધીરે ધીરે કિનારે બેઠેલા અનેક લોકો આ યુવાન સાથે જોડાયા અને તરફડિયાં મારતી માછલીઓને સમુદ્રમાં ફેંકવા લાગ્યા…!!
 
 
આ બોધ કથા વાંચવી ગમશે...
 
 
બોધકથા । મુર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો.
બોધકથા । કાગડાની મુશ્કેલી । જ્યારે મોરે કહ્યું હું કાગડો બનવા માંગુ છુ!
બોધકથા । સંગતની અસર । જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે ...
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

Twitter - https://twitter.com/sadhanaweekly
 
Powered By Sangraha 9.0