બોધકથા । જે થાય છે તે સારા માટે…। ચોથા ચોરનું પછી શું થયું?

10 Apr 2023 15:08:06

bodha katha
 
એક નગરમાં ચાર ચોર રાજમહેલમાં ચોરી કરવા જતા હતા. તેમાંના એક ચોરને રસ્તામાં બાવળનો કાંટો વાગ્યો. આથી, તેનાથી ચાલી શકાયું નહિ, એટલે ચોરી કરવા ન જતા પાસેના એક આશ્રમમાં કથા સાંભળવા બેઠો. પેલા ત્રણ ચોરો મહેલમાંથી રૂપિયાનો માલ ચોરીને આવ્યા.
 
તેને જોઈને જેને કાંટો વાગ્યો હતો, તે ચોરની સ્ત્રી કકળાટ કરવા લાગી અને પોતાના ધણીને અત્યંત ઠપકો આપ્યો કે જો આપણા પાડોશી લાખો રૂપિયાનો માલ લઈ આવ્યા અને તમે કથા સાંભળીને શું કમાયા ?
 
થોડીવાર પછી રાજાના સિપાઈઓએ આવીને ચોર લોકોને પકડી લીધા. આ ચોરોની સાથે જેને કાંટો વાગ્યો હતો તેને પણ સિપાઈઓ ચોર સમજીને સાથે લઈ ગયા.
 
આ પછી જે થયું તેમાં એક બોધ છે….
 
ગામમાં વાત ફેલાઈ. રાજ મહેલમાં ચોરી થઈ અને ચારેય ચોર પકડાઈ પણ ગયા છે. આજે દરબારમાં તેમને સજા થવાની છે. આ દરબારમાં કથામાં હાજર હતા એવા કેટલાક લોકો પણ હાજર રહ્યા. દરબારમાં ચારેય ચોરોને ફાંસીની સજા સંભળાવવામાં આવી.
 
સજા સંભળાવવાની સાથે દરબારમાં એક સજ્જન માણસ ઊભો થયો અને તેણે રાજાને કહ્યું કે આ ચાર માંથી એક ભાઈ નિર્દોશ કેમ કે આ નિર્દોશભાઈ આખો દિવસ અમારી સાથે કથામાં હતો. આ ભાઈને માત્ર મેં જ નહી પણ કથામાં હાજર સૌ કોઇએ જોયો હતો. તેને કાંટો વાગ્યો હતો અને તેના પગમાંથી લોહી પણ વહેતું હતું. આ ભાઈ નિર્દોશ છે. આથી લોકોની વાત માની રાજાએ આ ભાઈને છોડી મૂક્યો અને અન્ય ત્રણ ચોરોને ફંસીની સજા આપી..
 
સાર એટલો જ છે કે સંગત સારા લોકોની કરશો તો અસર સારી થશે જ. અને અમૂક કાર્ય સારા માટે પણ થતું હોય છે. જેમ કે કાંટો વાગવો. પેલા ચોરને કાંટો વાગ્યો અને તે સંત્સગ સાથે જોડાયો અને તેનું ભલુ થયુ.'' સૂળીનું દુઃખ કેટલીક વાર સત્પુરૂષનો સંગ કરવાથી કાંટાથી મટે છે.
 
 
 
આ બોધ કથા વાંચવી ગમશે...
 
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

 
Powered By Sangraha 9.0