બોધકથા । વૈરાગ્ય અને પતિ - પત્ની । સ્ત્રીએ જે કહ્યું તે વાંચવા જેવું છે....!

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૧૪-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
એક પતિ અને પત્નીને વૈરાગ્ય થવાથી સંસારનો સંગ છોડી જંગલમાં જતા રહ્યા. એક દિવસે ગંગામાં નાહીને આવતાં પતિએ હીરો જોયો એટલે તેને એમ લાગ્યું કે, કદાચ મારી સ્ત્રીના જોવામાં આવશે તો તેને મોહ થશે એટલે હીરા પર ધૂળ નાખતો હતો.
 
તેટલામાં સ્ત્રી ત્યાં પહોંચીને પૂછવા લાગી, ‘આ તમે શું કરો છો ?'
 
ત્યારે પતિએ કહ્યું કે આ હીરા ઉપર ધૂળ નાખું છુ.... 
 
 
ત્યારે સ્ત્રીએ કહ્યું કે, ધૂળ ઉપર ધૂળ નાંખવામાં શો ફાયદો ? તમારા મનમાં હીરો ને ધૂળ હજી ભિન્ન વસ્તુ છે ત્યાં સુધી જંગલમાં રહેવું નકામું છે. હું તો બધું ધૂળ જ સમજું છું.' જુઓ સ્ત્રીનો વૈરાગ્ય કેવો અદ્દભૂત કહેવાય !
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik