બોધકથા । મૌન એક શક્તિ છે…!! માગ્યા વિના સલાહ આપવી એટલે…

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૭-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
તણ એન્જિનિયર હોય છે. તેઓને એક પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળે છે. તેઓ એક જોરદાર ડિઝાઈનવાળો પુલ બનાવે છે. આ એન્જિનિયરો સમય કરતા પહેલા પુલ તૈયાર કરીને આપી દે છે. પુલનો અવર-જવર માટે ઉપયોગ શરૂ થઈ યા છે.
 
દુઃખની વાત એ છે કે કોઇ ખામીના કારણે પુલ થોડા દિવસમાં જ પડી જાય છે. ઘણા લોકોનો જીવ જાય છે. આથી રાજા એન્જિનિયરનું કટર વડે ગળુ કાપવાનો આદેશ કરે છે.
 
એક મોટા કટરવાળું મશિન તૈયાર કરવામાં આવે છે. અને પહેલા એન્જિનિયરનું ગળું મશિનમાં મુકી કટર ચાલું કરવામાં આવે છે. કટરનું ચક્કર ગોળ ફરતું ફરતું એન્જિનિયરના ગળા સુધી આવે છે અને કટર ફરતી બંધ થઈ જાય છે. રાજાને નવાઈ લાગે છે. આ જોઇ રાજા કહે છે કે તારું નસિબ ખૂબ સારું છે માટે તને છોડી દેવામાં આવે છે…
 
પછી બીજા એન્જિનિયર્સનું ગળુ મશિન પર મુકવામાં આવે છે અને કટર ચાલું કરવામાં આવે છે. કટરનું ચક્કર ગોળ ફરતું ફરતું એન્જિનિયર્સના ગળા સુધી આવે છે અને કટર ફરી ફરતી બંધ થઈ જાય છે. રાજાને ફરી નવાઈ લાગે છે. તે આ બીજા એન્જિનિયરને પણ છોડી દે છે…
 
આ જોઇ પેલા ત્રીજા એન્જિનિયરને મનમાં હસવું આવે છે. તે તરત બોલે છે કે શું રાજા તમે નસિબ…નસિબ કરો છો. આ લોકોનું નસિબ સારું નથી. કટરનો એક બોલ્ડ ઢીલો છે એટલે કટર અટકી જાય છે. તેને ફીટ કરો…
 
બોલ્ડ ફિટ કરવામાં આવે છે અને પછી આ ત્રીજા એન્જિનિયરનું શું થયું એ સમજી જ ગયા હશો…!!
 
આના પરથી જે બોધ મળે છે તે દરેકે સમજવા જેવો છે…!!
 
બોધ એટલો જ છે કે વણમાગી સલાહ કોઇને આપવી નહી અને કોઇ માગે નહી ત્યાં સુધી જ્ઞાન પણ આપવું નથી. ખૂબ બોલનારાઓનું કોઈ સાંભળતું નથી તેમને કોઇ માન આપતું નથી પણ ઓછુ બોલનારાને લોકો ધ્યાનથી સાંભળે છે. આ વાત આજે સમજવા જેવી છે…મૌન રહીને બે એન્જિનિયરે પોતાના જીવ બચાવી લીધા અને માગ્યા વગરનું જ્ઞાન આપી ત્રીજા એન્જિનિયરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો…
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik