બોધકથા । તો સફળતાનું આકાશ માપવું અઘરું નથી

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૯-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
રાજા મહારાજાના જમાનાની વાત છે.
 
એક રાજાને બાજપક્ષીનો ખૂબ જ શોખ હતો. એક દિવસ એક શિકારી એ રાજાને બાજનાં બે નવજાત બચ્ચાં આપી ગયો. રાજાએ પોતાના ખાસ બાજ પ્રશિક્ષકને એ બંને બચ્ચાંઓને તૈયાર કરવાનો આદેશ આપ્યો. સમય વીતતાં રાજા તે બંને બાજનો વિકાસ જોવા ગયો. જોયું તો એક બાજ તો ગર્વભેર આકાશમાં ઊડતો હતો પણ બીજો બાજ એક ડાળી પર જ બેઠો હતો. રાજાએ પ્રશિક્ષકને પૂછ્યું, કે આ બીજું બાજ પક્ષી કેમ નથી ઊડતું ?
 
મહારાજ, ખબર નહીં કેમ પણ હું તો બંનેને સરખી જ તાલીમ આપું છું પણ આ બાજ થોડું ઊડી પાછું પોતાની ડાળ પર જ બેસી જાય છે. રાજાને પણ અચરજ થયું. એણે એના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ આ બાજને ઊડતાં શીખવશે એને ઇનામ આપવામાં આવશે. ઘણા પક્ષીવિદો આવ્યા પણ એ બાજ તો ડાળીથી દૂર જાય જ નહીં. એમની વચ્ચે ગામડાનો એક ખેડૂત આવ્યો.
 
થોડા દિવસ પછી રાજાએ જોયું કે બંને બાજ પક્ષીઓ આકાશની ઊંચાઈઓ માપી રહ્યાં હતાં. રાજાએ પૂછ્યું તેં આમ કેમ કર્યું ?
 
આ પછી ખેડૂતે જે જવાબ આપ્યો તે વાંચવા જેવો અને પ્રેરણાત્મક છે....
 
ખેડૂત કહે, મહારાજ, હું બહુ જ્ઞાનની વાતો તો નથી જાણતો પણ મેં તો ફક્ત એ ડાળી જ કાપી નાખી જેના ઉપર એ પક્ષી બેસતું હતું અને જેવી એ ડાળી ના રહી, પક્ષી આકાશની ઊંચાઈઓને પ્રાપ્ત કરી શક્યું.
 
મિત્રો, ખેડૂતનું એટલું જ કહેવું છે કે આપણી સમક્ષ પણ આખું આકાશ પડેલું છે પણ આપણે અમુક ડાળીને વળગી રહીએ છીએ. આ મારાથી નહીં થાય. બસ, આ ડાળી જો આપણે મૂકી દઈએ તો સફળતાનું આકાશ માપી લેવું અઘરું નથી.
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik